Wed Jun 10 2026

Logo

જાણીતા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું નિધન, જાણો કઈ બીમારીથી પીડાતા હતા

2026-06-04 12:19:00
Author: Mayur Patel
Article Image

મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લિવરની બીમારીથી પીડાતા હતા. તેમના અંતિમ સંસ્કાર સાંતા ક્રૂઝ સ્મશાનગૃહમાં કરાશે. તેઓ સેન્ટ્રલ બોર્ડ ફિલ્મ સર્ટિફિકેશનના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

તેમણે અક્ષય કુમાર, સની દેઓલ ગોવિંદાને તેમની ફિલ્મોમાં તક આપીને સ્ટાર બનાવ્યા હતા. અહેવાલો અનુસાર, પહેલાજ નિહલાની છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને લિવર સંબંધિત બીમારીથી પીડાતા હતા.

પહેલાજ નિહલાનીએ નિર્માતા  તરીકે બોલિવૂડને ઘણી યાદગાર ફિલ્મો આપી હતી. તેમના બેનર હેઠળ 'આંખે', 'અંદાજ', 'તલાશ', 'રંગીલા રાજા' અને 'જૂલી 2' જેવી ઘણી મોટી ફિલ્મોનું નિર્માણ થયું હતું. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વર્ષ 2015 થી 2017  પહેલાજ નિહલાની સીબીએફસીના ચેરપર્સન બન્યા હતા. તેઓ ફિલ્મ સર્ટિફિકેશન અને સેન્સરશિપને લઈને પણ ચર્ચામાં રહેતા હતા. બોર્ડનો હિસ્સો રહીને તેમણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જેમણે ઇન્ડસ્ટ્રીની અંદર જ ઘણી ચર્ચાઓને જન્મ આપ્યો હતો. એવું કહેવાય છે કે તેઓ સીબીએફસીના સૌથી વધુ ચર્ચિત ચીફ હતા. તેઓ અલગ-અલગ પ્રકારમાં હાથ અજમાવવા માટે જાણીતા હતા.