ન્યુ યોર્ક: યુએસના કુખ્યાત સેક્સ્યુઅલ ઓફેન્ડર જેફરી એપસ્ટીને કથિત રીતે લખેલી એક સુસાઇડ નોટ જાહેર કરવામાં આવી છે. જેફરી એપસ્ટીને સાથે જેલના સેલમાં કેદ કેદી પર ચાલી રહેલા ફોજદારી કેસના ભાગ રૂપે આ નોટ વર્ષોથી સીલબંધ રાખવામાં આવી હતી, હવે એક ફેડરલ ન્યાયાધીશે આ નોટ જહેર કરી છે.
એપસ્ટીનના સેલમેટ નિકોલસ ટાર્ટાગ્લિઓને જણાવ્યું કે જુલાઈ 2019 માં એપસ્ટીન ગળામાં કાપડની પટ્ટી વીંટાળેલી હાલતમાં મળી આવ્યો હતો, ત્યારબાદ તેમને આ નોટ મળી હતી.
એપસ્ટીન આત્મહત્યાના આ પ્રયાસમાં બચી ગયો હતો, પરંતુ અઠવાડિયા પછી લોઅર મેનહટનમાં મેટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટરમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

બુધવારે ન્યુયોર્કના વ્હાઇટ પ્લેન્સ ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ કેનેથ એમ. કારાસ દ્વારા આ નોટ જાહેર કરવામાં આવી હતી, તેઓ નિકોલસ ટાર્ટાગ્લિઓના કેસની સુનાવણી કરી રહ્યા છે.
જાહેર કરવામાં આવેલી નોટમાં જેફરી એપસ્ટીને લખ્યું, "તેમણે મહિના સુધી મારી તપાસ કરી, પણ કંઈ ન મળ્યું !!! ગુડબાય કહેવા માટે સમય પસંદ કરી શકવું એ એક આનંદની વાત છે, તમે શું ઈચ્છો છો- હું રડી પડું(બસ્ટ આઉટ ક્રાઈન)!!"
"નો ફન" "નોટ વર્થ ઇત!!"
નોટ કોડ વર્ડ વાપરવામાં આવ્યા છે?
નોટમાં એપસ્ટીને "બસ્ટ આઉટ ક્રાઈન" અને "નો ફન” જેવી શબ્દાવલી લખી છે. આ શબ્દાવલીઓનો ઉલ્લેખ તેણે કેટલાક ઈમેલમાં પણ કર્યો હતો. તેના મૃત્યુ સમયે તેના સેલમાંથી મળી આવેલી એક અલગ નોટમાં પણ આવાજ શબ્દો લખ્યા હતાં.
યુએસ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે નવા કાયદા અનુસાર એપસ્ટીન સંબંધિત લાખો પાનાના દસ્તાવેજો જાહેર કર્યા છે, પરંતુ આ નોટ જાહેર થઇ ન હતી.
ન્યાયાધીશ કારસને આ નોંધ વિશે ક્યારે કહેવામાં આવ્યું તે સ્પષ્ટ નથી. બુધવારે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક પત્ર અનુસાર, એપસ્ટીનના મોતના લગભગ બે વર્ષ પછી મે 2021 માં નોંધની મૂળ નકલ કોર્ટને સોંપવામાં અવી હતી.
Federal court released Jeffrey Epstein's suicide note sealed for years
Focus: એપસ્ટીનની ‘સુસાઇડ નોટ’ જાહેર
USA, Jeffrey Epstein,
સગીર છોકરીઓ સાથે સેક્સ સહિતના ગુનાઓમાં સામેલ એપસ્ટેઈને સુસાઈડ નોટમાં શું લખેલું ?