Fri Jun 19 2026

Logo

FDI ઇનફ્લોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે: 9 મહિનામાં આવ્યું આટલા કરોડનું વિદેશી રોકાણ

2026-05-05 09:19:10
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાત સીધા વિદેશી રોકાણમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) ના ડેટા અનુસાર, એપ્રિલ અને ડિસેમ્બર 2025 વચ્ચે રાજ્યમાં આશરે  44,041.7 કરોડનું સીધું વિદેશી રોકાણ આવ્યું હતું. એપ્રિલ-સપ્ટેમ્બર 2025ના ગાળામાં ઘટાડા બાદ રાજ્યએ ફરી ટોચના 5 રાજ્યમાં પોતાનું સ્થાન મેળવ્યું  હોવા છતાં ભારતના કુલ FDI ઇનફ્લોમાં ગુજરાતનો હિસ્સો ઘટ્યો છે.

 DPIIT ના ડેટા મુજબ, ગુજરાતમાં FDI ઇનફ્લોમાં વાર્ષિક ધોરણે 19.3% નો ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં આ રોકાણ રૂ. 46,687.04 કરોડ હતું. ઇનફ્લોમાં થયેલા આ ઘટાડાને કારણે એપ્રિલ-ડિસેમ્બર 2024ના સમયગાળામાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયું હતું. વર્ષ 2024 માં ભારતના કુલ FDI માં ગુજરાતનો હિસ્સો 13.7% હતો, જે 2025 ના સમાન ગાળામાં ઘટીને 10.4% થયો હતો, જે અન્ય રાજ્યો તરફથી વધેલી સ્પર્ધા સૂચવે છે.

મહારાષ્ટ્ર 15,387.46 મિલિયન ડૉલર FDI ઈનફ્લો સાથે પ્રથમ, કર્ણાટક11,159.09 મિલિયન ડૉલર FDI ઈનફ્લો સાથે બીજા, 
ગુજરાત4,990.89 મિલિયન ડૉલર FDI ઈનફ્લો સાથે ત્રીજા, તમિલનાડુ 3,890.65 મિલિયન ડૉલર FDI ઈનફ્લો સાથે ચોથા અને હરિયાણા 3,844.48 મિલિયન ડૉલર FDI ઈનફ્લો સાથે પાંચમા ક્રમે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોએ નવા રોકાણો આકર્ષ્યા છે, જ્યારે ફાર્મા કંપનીઓએ પણ વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું છે. પરંપરાગત અને ઉભરતા બંને ક્ષેત્રો સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ડેટા સેન્ટરના વ્યવસાયોમાં પણ મજબૂત ગતિ જોવા મળી રહી છે. 

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે,  GIFT સિટી રાજ્યમાં રોકાણ લાવવા માટે એક મહત્વપૂર્ણ સેન્ટર રહ્યું છે.  સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર, ફાર્મા અને સંરક્ષણ ક્ષેત્રમાં સતત પ્રગતિ સાથે ગુજરાત FDI ઇનફ્લોમાં ફરીથી ટોચનું સ્થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે

ગુજરાતમાં અમદાવાદે મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે વર્ચસ્વ જાળવી રાખ્યું છે. શહેરે 2,631.40 મિલિયન ડૉલરનું રોકાણ આકર્ષ્યું છે, જે રાજ્યના કુલ ઇનફ્લોના અડધાથી વધુ છે. ગાંધીનગર 66 મિલિયન ડૉલર સાથે બીજા ક્રમે રહ્યું હતું.