Fri Sep 04 2026

Logo

ગોવાથી ચંદીગઢ આવતી ફલાઇટમાં એરપોર્ટ પર ધમાકો, પાંચ મુસાફર ઘાયલ

2026-05-05 18:26:45
Author: Chandrakant Kanoja
ગોવાથી ચંદીગઢ આવતી ફલાઇટમાં એરપોર્ટ પર ધમાકો, પાંચ મુસાફર ઘાયલ

ચંદીગઢ : ગોવાથી ચંદીગઢ આવી રહેલી એક ફ્લાઇટના લેન્ડિંગ વખતે જોરદાર ધમાકો થયો હતો. જેના પગલે વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પાવર બેંક ફાટતા ધમાકો થયો હતો. જેમાં પાંચ મુસાફરો ઘાયલ થયા છે. આ દુર્ઘટના સોમવારે ઘટી હતી. 

મોબાઇલ પાવર બેંકમાં વિસ્ફોટ

આ અંગે મળતી માહિતી મુજબ ગોવાથી ચંદીગઢ એરપોર્ટ પર લેન્ડ થઇ રહેલી ફ્લાઇટ નંબર 6E108 આ ઘટના ઘટી હતી. જેમાં વિમાનમાં અંદર મોબાઇલ પાવર બેંકમાં વિસ્ફોટ થતાં ફ્લાઇટની અંદર ગભરાટ ફેલાયો હતો. તેમજ તાત્કાલિક  ઇમરજન્સી એક્ઝિટ ખોલવામાં આવ્યો હતો. 

ભાગદોડ દરમિયાન એક મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી

જેના પગલે કેટલાક મુસાફરો તેમાંથી ઉતરવા લાગ્યા હતા. ત્યારબાદ થયેલી ભાગદોડ દરમિયાન એક મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી. આ  ઘાયલ મહિલાને પગમાં ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે ઝીરકપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ભાગદોડના અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે.