મુંબઈ: સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતા એલ્વિશ યાદવ અત્યારે પોતાની લવ લાઈફને લઈને ફરી એકવાર હેડલાઈન્સમાં આવ્યા છે. એલ્વિશના ફેન્સ હંમેશા જાણવા આતુર હોય છે કે રિયલ લાઈફમાં એલ્વિશ કોને ડેટ કરી રહ્યો છે. ઘણી અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાયા બાદ, હવે એલ્વિશ યાદવે પોતે સામે આવીને પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ચોંકાવનારી વાતો શેર કરી છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન એલ્વિશ યાદવે સ્પષ્ટ કર્યું હતું કે તે માત્ર 'ટાઈમ પાસ' માટે કોઈની સાથે રિલેશનશિપમાં રહેવા માંગતો નથી. તેણે ખૂબ જ ગંભીરતાથી જણાવ્યું કે, "જ્યારે મને કોઈ છોકરી પસંદ આવે છે, ત્યારે હું મનમાં જ તેની સાથે લગ્ન કરી લઉં છું." એલ્વિશના મતે તેની વિચારધારા એવી છે કે તે કોઈની સાથે થોડા દિવસો ફરીને સંબંધ તોડવામાં માનતો નથી, પરંતુ લાંબા ગાળાના અને લગ્ન જેવા પવિત્ર સંબંધમાં જ વિશ્વાસ રાખે છે.
અભિનેત્રીઓ સાથે જોડાતા નામ વિશે વાત કરતા એલ્વિશ યાદવે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર હજારો અફવાઓ ઉડતી રહે છે, જે હંમેશા સાચી હોતી નથી. તેણે સ્વીકાર્યું કે ક્યારેક ઓનલાઈન ખોટી વાતો જોઈને તેના પાર્ટનરને ખરાબ લાગી શકે છે, પરંતુ તેમના વચ્ચે એટલી સમજણ છે કે તે બધું સંભાળી લે છે. એલ્વિશે કહ્યું કે તે અંદરથી જાણે છે કે તે સાચો છે અને કોઈ ખોટા સંબંધમાં બંધાયેલો નથી, માટે સોશિયલ મીડિયાની વાતોથી તેને બહુ ફરક પડતો નથી.
એલ્વિશ યાદવે હસતા હસતા જણાવ્યું કે તે કોઈની પણ સાથે મ્યુઝિક વીડિયો કે પ્રમોશનલ શૂટ કરે છે, તો લોકો તરત જ તેનું નામ તે યુવતી સાથે જોડવા લાગે છે. તેના મતે સોશિયલ મીડિયાની દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે. તેણે રિલેશનશિપમાં ઈમાનદારીને સૌથી વધુ મહત્વનું પાસું ગણાવ્યું હતું. તેની આ વાતો સાંભળીને સોશિયલ મીડિયા પર ફેન્સ તેને 'ગ્રીન ફ્લેગ' કહી રહ્યા છે અને હવે તેની લગ્નની શરણાઈ ક્યારે વાગશે તેની રાહ જોઈ રહ્યા છે.