Thu May 28 2026

Logo

ગુજરાતમાં ઈબોલાના કેસ? જાણો આરોગ્ય પ્રધાનની સ્પષ્ટતા

2026-05-27 21:08:27
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતના આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ બુધવારે જણાવ્યું હતું કે, કોંગોના એક બિઝનેસમેન અને તેમના સંપર્કમાં આવેલા ત્રણ વ્યક્તિને અમદાવાદની અલગ અલગ હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેમના નમૂના ઇબોલા વાયરસ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે ૩૭ વર્ષીય બિઝનેસમેન પાંચથી સાત દિવસ પહેલા કોંગોથી મુંબઈ આવ્યા હતા અને બાદમાં વડોદરા ગયા હતા. તેમને તાવ આવ્યા બાદ, તેમને વડોદરાની બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઇબોલા ચેપની કોઈ પુષ્ટિ થઈ નથી અને ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રધાને જણાવ્યું હતું કે દાખલ કરાયેલ દર્દી હાલમાં સ્થિર અને સલામત છે, અને તેનું તાપમાન નિયંત્રણમાં છે, તેમણે ઉમેર્યું હતું કે દર્દી સાથે સંકળાયેલા લોકોમાં કોઈ લક્ષણો દેખાતા નથી. આ સાથે તેમની સાથે આવેલા અન્ય બે વ્યક્તિને પણ સાવચેતીના પગલા તરીકે અમદાવાદની એસવીપી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા અન્ય એક વ્યક્તિને પણ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, તેમ પાનશેરીયાએ જણાવ્યું હતું. 

આ વ્યક્તિઓ 10 થી 11 દિવસ માટે આઇસોલેશનમાં રહેશે, અને તેમના લોહીના નમૂના પરીક્ષણ માટે પુણે મોકલવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. ઘણા આફ્રિકન દેશોમાં ઇબોલા ફાટી નીકળવાના અહેવાલો બાદ ગુજરાત આરોગ્ય વિભાગ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યુગાન્ડા, કોંગો અને દક્ષિણ સુદાનથી આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનીંગ કરી રહ્યું છે, અને સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા છે.

પાનશેરિયાએ નોંધ્યું હતું કે આવા જ એક કેસમાં એક વ્યક્તિને અલગ રાખવામાં આવ્યો હતો, અને ત્યારબાદનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેથી, ગભરાવાનું કોઈ કારણ નથી, તેમ પણ આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. 

તેમણે લોકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું અને સાથે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં, ભારત કે ગુજરાતમાં ઇબોલા વાયરસનો એક પણ પુષ્ટિ થયેલ કેસ નથી. ફક્ત સાવચેતીના પગલા તરીકે, અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છીએ, ખાસ કરીને જો તેઓ હળવો તાવ, શરદી કે ઉધરસ જેવા લક્ષણો દર્શાવે છે, જેથી ચેપનો ફેલાવો અટકાવી શકાય, તેમ તેમણે જણાવ્યું હતું. 
જો આવી કોઈ સમસ્યા હોય, તો લોકોએ આરોગ્ય અધિકારી, સંબંધિત હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવો જોઈએ, તેવી સલાહ પણ આરોગ્ય પ્રધાને આપી હતી.