Sat Aug 22 2026

Logo

દુહાની દુનિયાઃ ચારણ આઈના આશીર્વાદ - વિવિધ રૂપનો મહિમા એટલે વિહતમાતા

2026-08-10 16:32:16
Author: Dr Balwant Jani
Article Image

ડૉ. બળવંત જાની

(ગતાંકથી ચાલુ)
સતરમે આંકે શક્તિ અને એનું મહાત્મ્ય-વરત-પૃથ્વીમાં વધાર્યું કળયુગને જેમણે મહાત ર્ક્યો છે. અહીં ટાપરિયા શાખાના ચારણો અને ઝાલાને શક્તિ પ્રસન્ન હતી-હાજરા હજુર હતી એવો સંદર્ભ નિહિત છે. મને તો કચ્છના લાખા ફુલાણી, માવલ સાબાણી અને બાલવણ ભાટ જે બાળક બોલાવતો એની સામે શક્તિ ઉપાસનાથી ચારણે કુંભ પાસેની વાચા સંભળાવેલી. એ માદળ વાદ્ય. 

ચોટીલા પાસે ખારડી ગામે સચવાયેલું. શક્તિનો આ સંદર્ભ પણ અહીં નિહિત જણાય છે. અઢારમે આંકે પર્વત પર પાણી-વીરડા-પ્રગટાવતી માત કે જેણે બળિયા ઘોડાને તારેલા એવા હે વિહતમાતા અમારા વિધ્નો કાપજો. ઓગણીસમે તમારા ત્રિશૂળની અણીના નિશાને એક પણ ઘા નિષ્ફળ ગયો નથી એવા હે વિહતમા અમારા કષ્ટ કાપજો. તૂરક વેરીને તમે વઘેરીને અમારી શ્રદ્ધાને બળ આપ્યું છે. એવા હે ચારણકૂળના દેવી વિહતમા અમારા દુ:ખ કાપજો. દેવી અમારા ઉપર દયાભાવ રાખીને તું પાધરી-સીધી રીતે અમારી રક્ષ્ાા કરે છે. બાયાબાઈ બાવડી- બાવડાના બોલથી-પ્રાર્થનાની હે વિહતમા અમારા વિધ્નો ટાળજો-વાળજો. 

બાયાબાઈનું કાવ્યરચના કૌશલ્ય અહીં પ્રત્યેક કડીમાં આંકના વર્ણની સાથે સમાન વર્ણવાળો શબ્દ પ્રયોજી શક્તિ-માતાજીના સ્વરૂપને નિર્દેશતો અર્થપૂર્ણ શબ્દ એમની કાવ્યકળાનું અને સમુચિત શબ્દને પ્રયોજવાની સૂઝનું દૃષ્ટાંત છે. પ્રત્યેક કડીના પ્રથમ પંક્તિના પૂર્વાર્ધમાં-ઉત્તરાર્ધમાં સમાનવર્ણ પ્રયોજયો છે. બીજી પંક્તિમાં પણ સમાન વર્ણના શબ્દો પ્રયોજીને એમની શબ્દભંડોળ શક્તિના દર્શન કરાવ્યા છે. એ બધા જ શબ્દો ભારે અર્થપૂર્ણ છે. ચારણી ભક્તિના સંદર્ભોંમાંથી એમનું ધર્મશાસ્ત્ર, દંતકથાઓનું ઊંડુ જ્ઞાન પ્રગટે છે. 

કરશનભાઈના અજ્ઞાત ર્ક્તૃત્વ દર્શાવતી મુદ્રીત પ્રત કરતાં મને બાયાબાઈ બાવડી નામાછાપ વાળી કંઠસ્થ પરંપરાની પ્રત વધુ શુદ્ધ જણાઈ છે. જો કે આમાંની ઘણી અશુદ્ધિઓ યશવંતભાઈ અને અરવિંદભાઈએ શુદ્ધ રૂપે સૂચવી તે સ્વીકારી છે. નવદુર્ગા અને વિધ્નહર્તામા- વિહતમા-એમ મળીને દશ મસ્તકવાળી દેવીની વીશ ભૂજાળી દેવીને પ્રાર્થના છે. વિહતમાનું આવું રૂપ અહીં કેન્દ્રસ્થાને છે. 

ચારણઆઈના ઉપકારી, આશીર્વાદ, વિવિધ રૂપોનો મહિમા એટલે વિહતમાતા. ભાઈ નિરંજનનો અજ્ઞાન ક્તૃત્વવાળી વાચના પરત્વેનો અંગુલિનિર્દેશ ભારે ઉપયોગી થઈ પડયો, જે આપણાં વિધ્નોનો નાશ કરવા વાળી છે એની પ્રાર્થનાની આ રચનાનો, પાઠ નિયત કરવામાં, અર્થઘટન કરવામાં મને સર્વશ્રી યશવંત લાંબા, અરવિંદ બારોટ અને અંબાદાન રોહડિયાની ઊંડી અભિજ્ઞતાનો લાભ પ્રાપ્ત થયો છે એનો આનંદ છે.