મુકેશ પંડ્યા
સર વિલિયમ જોન્સ અને તેમના દ્વારા અનુવાદિત અંગ્રેજી મનુસ્મૃતિ
છેલ્લા બે સપ્તાહમાં શ્રી ગણેશ વિષયક લેખ છપાયા પછી હવે ફરી પાછા મનુસ્મૃતિની અધૂરી રહી ગયેલી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
આપણે અત્યાર સુધી જોયું કે સ્વામી દયાનંદ સરસ્વતી જેવા સુધારાવાદી સંત કે જેઓ કોઈ પણ થિયરીના તર્કને બરાબર સમજ્યા વગર માત્ર હા જી હા નહોતા કરતાં તેમણે પણ મૂળ (શુદ્ધ) મનુસ્મૃતિનું સમર્થન કર્યું હતું અને ભેળસેળયુક્ત ભાગોનો વિરોધ કર્યો હતો.
હવે સો વાતની એક વાત. આ ભેળસેળ થઈ કેવી રીતે? ચાલો વિગતવાર જોઈએ.
વાત એમ છે કે ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું એ પહેલા મુસ્લિમોનું અને તેની પહેલા વિવિધ રાજ રજવાડાઓનું શાસન હતું. દરેક રજવાડાઓના પોતાના રીતિરિવાજ, નિયમો અને કાયદાઓ હતા. એ સમયે મનુ સ્મૃતિ આટલી લાઈમ લાઈટમાં ક્યારેય નહોતી.
પરંતુ અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે મનુસ્મૃતિ ફરી પ્રકાશમાં આવી.
અંગ્રેજોને ભારતના વિવિધતાથી ભરેલાં અસંખ્ય રાજ્યોમાં શાંતિથી રાજ્ય કરવા અને તમામને એકસૂત્રે બાંધવા એક સર્વમાન્ય કાયદાઓનું જેમાં વિવરણ થયું હોય તેવા કોઈ આધારભૂત ગ્રંથની જરૂર પડી.
થોડાક ખાંખાખોળા બાદ તેમની નજર મનુસ્મૃતિ પર પડી જેમાં દરેક વર્ણોએ કેવી રીતે રહેવું જોઈએ અને એ રીતે ન રહે તો કેવી સજાઓ હોવી જોઈએ તેની રૂપરેખા આ પુસ્તકમાં હતી. આ ગ્રંથમાં રહેલી બારીકીઓને સમજવા સંસ્કૃત ભાષાની સમજ હોવી જરૂરી હતી.
વર્ષ 1794/1796 દરમ્યાન ઇંગ્લેન્ડના સર વિલિયમ જોન્સે ભારતમાં રહીને સંસ્કૃત ભાષા શીખીને મનુસ્મૃતિનો અંગ્રેજી અનુવાદ Institutes of Hindu Law નામે કર્યો. હવે ખાટલે મોટી ખોડ એ છે કે મૂળ મનુસ્મૃતિની પ્રત તો ભારતમાં જ નહીં પૂરા વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ ન હતી અને આજે પણ નથી તો પછી સર વિલિયમ્સ જોન્સે શેમાંથી અનુવાદ કર્યો?
તેનો ઉત્તર એ છે કે આ અનુવાદ મુખ્યત્વે કુલ્લૂક ભટ્ટ નામના લેખક વિચારકની ટીકા (commentary) પર આધારિત હતો. મનુસ્મૃતિ પર ભારતમાં આવી તો કઈ કેટલી ટીકાઓ વિવિધ લેખકો દ્વારા કાળાંતરે લખાતી રહી છે. આવી ટીકાઓમાં અમુક તમુક ફેરફાર અને વિરોધાભાસ જોવા મળે એ સ્વાભાવિક છે. એમાંય સર વિલિયમ જોન્સ ફકત દોઢ બે વર્ષના ગાળામાં કેટલું અને કેવું સંસ્કૃત શીખ્યા અને અંગ્રેજીમાં કેવો અનુવાદ કરી શક્યા એ શંકાનો વિષય છે. તેમણે જે ઉપરોક્ત પુસ્તક લખ્યું છે તે માત્રને માત્ર અંગ્રેજી ભાષામાં લખ્યું છે. આ પુસ્તકમાં સંસ્કૃત શ્ર્લોકો દેવનાગરી લિપિમાં તો ઠીક પણ અંગ્રેજી લિપિમાં પણ લખવામાં નથી આવ્યા એટલે આપણને એ પણ ખબર ન પડે કે અનુવાદ બરાબર થયો છે કે નહીં કે અનુવાદની ગુણવત્તા કેવી છે.
દા.ત. મનુસ્મૃતિનો સૌથી વધુ વિવાદાસ્પદ શ્ર્લોક અધ્યાય 9 નો ત્રીજો શ્ર્લોક (અથવા અધ્યાય 5 નો 148મો શ્ર્લોક) છે જે નીચે પ્રમાણે લખાયો છે.
‘पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने | रक्षन्ति स्थाविरे पुत्रा न स्त्री स्वातन्त्र्यमर्हति|’ અર્થાત્ કૌમાર્યાવસ્થામાં (બાળપણમાં) પિતા ીની રક્ષા કરે છે, યુવાવસ્થામાં પતિ તેની રક્ષા કરે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્રો તેની રક્ષા કરે છે; ી ક્યારેય સ્વતંત્રતાને પાત્ર નથી (અથવા તેણે સ્વતંત્ર ન રહેવું જોઈએ). આ જ વાત મનુસ્મૃતિના અધ્યાય 5, શ્ર્લોક 147-148 માં પણ અલગ શબ્દોમાં કહેવામાં આવી છે કે, ીએ પોતાના ઘરમાં પણ કોઈ કાર્ય સ્વતંત્ર રીતે ન કરવું જોઈએ. હવે આ શ્ર્લોક અંગે વિદ્વાનોમાં બે મુખ્ય વિચારધારાઓ જોવા મળે છે:
આલોચકો (ટીકાકારો) આ શ્ર્લોકને મહિલાઓની સ્વતંત્રતા છીનવી લેનારો અને પુરુષપ્રધાન માનસિકતા દર્શાવનારો ગણાવે છે. તેમના મતે આ શ્ર્લોક ીને આજીવન પુરુષોને આધીન રાખવાની અને તેને ગૌણ ગણવાની વકીલાત કરે છે. તાજેતરમાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પોતાના એક કાર્યક્રમ દરમ્યાન સંસ્કૃત શબ્દ ‘રક્ષતિ’નો અનુવાદ ‘પુરુષોને આધીન’ રહેવું એવો કર્યો હતો.
જ્યારે બીજા એક ઇતિહાસના જાણકાર વિદ્વાન પ્રોફેસર સુધાંશુ ત્રિવેદીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે રક્ષિત કે સુરક્ષિત રહેવું એ અલગ વાત છે અને આધીન રહેવું કે ગુલામ રહેવું એ અલગ વાત છે. સૈન્ય દેશનું રક્ષણ કરે તેનો અર્થ એ નથી કે દેશવાસીઓ સૈન્યને આધીન છે. તેના ગુલામ છે. પોલીસ નાગરિકોનું રક્ષણ કરે એનો મતલબ એ નથી કે નાગરિકો તેને આધીન છે. તેના ગુલામ છે. એ જ રીતે સિક્યુરિટી ગાર્ડસ રહેણાંક સોસાયટીને સુરક્ષિત રાખે તેનો અર્થ એ નથી કે રહેવાસીઓ તેમને આધીન છે. આ શ્ર્લોકના ‘સમર્થકો કહે છે કે શ્ર્લોકમાં ‘સ્વતંત્રતા’નો અર્થ ‘અસુરક્ષિત છોડી દેવી’ એવો થાય છે, ન કે તેના પર બંધનો લાદવા. પ્રાચીન સમયની કઠિન સામાજિક પરિસ્થિતિઓમાં ીઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે પરિવારના પુરુષોને જવાબદારી સોંપવામાં આવી હતી.
અંગ્રેજો કાયદાઓને પોતાના ફાયદાઓ માટે મનભાવન અનુવાદ કર્યો હોય કે થઈ ગયો હોય એ ખૂબ શક્ય છે. એ સમયે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ નહીંવત હતું એટલે મોટા ભાગની નિરક્ષર પ્રજા અંગ્રેજોના જ્ઞાનથી અંજાઈ ગયેલી અને તેમના જ્ઞાનને જ સત્ય માની બેઠેલી.
બીજી બાજુ તેને સન્માન આપતો પ્રખ્યાત શ્ર્લોક પણ મનુસ્મૃતિમાં છે.
‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः| यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥’
અર્થાત્ ‘જ્યાં નારીઓની પૂજા (આદર-સન્માન) થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે અને જ્યાં તેમનું સન્માન નથી થતું, ત્યાં તમામ કાર્યો નિષ્ફળ જાય છે.’
આ શ્ર્લોકની ચર્ચા ક્યારેય વિરોધીઓ કરતા નથી. સનાતન ધર્મમાં મહિલાઓ અંગે સ્હેજ પણ વિવાદાસ્પદ વાતો મળી આવે તો તેના મૂળ સુધી પહોંચ્યા વગર તેને ચગાવતા રહેતા આ દંભી લોકો અન્ય ધર્મમાં ીઓની હાલત બદથી બદતર હોય તો પણ મોઢું નથી ખોલતા. ચૂં કે ચા નથી કરતા.
મૂળ વાત પર પાછા આવીએ તો મનુસ્મૃતિમાં એક જ વિષય પર બે વિરોધાભાસી શ્ર્લોકો જોવા મળે છે તેના પરથી પણ સાબિત થાય છે કે હાલ ઉપલબ્ધ છે એ આ પુસ્તક કે તેમની ટીકાઓમાં ભેળસેળ થઈ છે જ. આ જ ગ્રંથમાં શુદ્રોને લગતી વિરોધાભાસી કે વિવાદાસ્પદ બાબતો પણ વાંચવા મળે છે તેનાથી એટલું તો સાબિત થાય જ છે કે અંગ્રેજો ‘ડિવાઈડ એન્ડ રૂલ’ અપનાવીને ભારતીયજનોને અંદરોઅંદર લડાવી સત્તા ટકાવી રાખવામાં ખૂબ જ માહેર હતા. તેમના સત્તાકાળ દરમ્યાન જ આ ગ્રંથમાં ભેળસેળ થઈ હોવાની મજબૂત શક્યતા છે.