Sat May 16 2026

Logo

ધુરંધર 2ની OTT રિલીઝને કોર્ટની મંજૂરી, કઈ તારીખે અને ક્યા પ્લેટફોર્મ પર થશે રિલીઝ ?

2026-05-16 08:50:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી પાડ્યાં છે. આ ફિલ્મને રિલીઝ થયાને બે મહિના થયાં છે, છતાં પણ ફિલ્મ હજી સિનેમાઘરોમાં ચાલી રહી છે. આ ફિલ્મ માત્ર ભારતમાંથી જ 1100 કરોડથી પણ વધારે વેપાર કર્યો છે. ટોટલ કમાણીની વાત કરવામાં આવે તો, ‘ધુરંધર 2’એ  1800 કરોડથી પણ વધારે રૂપિયા છાપી લીધા છે. 19 માર્ચે રિલીઝ થયેલી ‘ધુરંધર 2’ હવે ઓટીટી પર આવી રહી છે. ભારતમાં ‘ધુરંધર 2’ ફિલ્મ ક્યારે ઓટીટી પર આવે તેની લોકો રાહ જોઈએ રહ્યાં છે. 

ધુરંધર - 2 OTT રિલીઝ અંગે એક મોટી અપડેટ

‘ધુરંધર 2’ ના સ્ટ્રીમિંગ પાર્ટનરે તેના OTT રિલીઝ અંગે એક મોટી અપડેટ આપી છે. ભારતીય દર્શકો હજુ પણ 'ધુરંધર 2' ની સત્તાવાર OTT રિલીઝ તારીખની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બ્લોકબસ્ટર સિક્વલ વિદેશમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ ભારતમાં ક્યારે રિલીઝ થશે તે હજી એક પ્રશ્ન છે. મહત્વની વાત છે કે, ધૂરંધર 2 જે વર્લ્ડવાઈડ રિલીઝ થઈ તેના નેટફ્લિક્સ વર્ઝનમાં સેન્સર વગરના દ્રશ્યો છે. આ ફિલ્મના શીર્ષકમાં 'ધુરંધર: ધ રીવેન્જ રો & અનદેખા' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મે પાકિસ્તાનમાં ધૂમ મચાવી દીધી છે. એક વીડિયો વાયરલ થયો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ ઓટીટી પર આવી તેની સાથે સર્વર ડાઉન થઈ ગયાં છે. 

ભારતમાં આ ફિલ્મ Jio Hotstar પર રિલીઝ થશે

હવે ભારતની વાત કરવામાં આવે તો ધુરંધર - 2 ફિલ્મ ભારતમાં નેટફ્લિક્સ પર નહીં પરંતુ જીઓ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.  Jio Hotstar દ્વારા સત્તાવાર રીતે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. એક્સ પર પોસ્ટ કરતા Jio Hotstarએ આ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. Jio Hotstarના જાહેરાત પ્રમાણે ભારતમાં ધુરંધર - 2 ફિલ્મ ચાર જુને રાત્રે 7 વાગ્યે રિલીઝ કરવામાં થશે. 

 

ધુરંધર 2 ફિલ્મે થિયેટરોમાં 57 દિવસ પૂર્ણ કર્યા

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહ અભિનીત ફિલ્મે થિયેટરોમાં 57 દિવસ પૂર્ણ કર્યા છે. રિલીઝના 57મા દિવસે પણ ધુરંધર 2 એ 735 શોમાં રૂપિા 35 લાખની કમાણી કરી છે. જેથી ફિલ્મનું કુલ સ્થાનિક નેટ કલેક્શન રૂપિયા 1,144.56 કરોડ પર પહોંચી ગયું છે, જ્યારે તેનું કુલ કલેક્શન રૂપિયા 1,369.84 કરોડ છે. વર્લ્ડવાઈડ વાત કરવામાં આવે તો, ફિલ્મે તેના 57મા દિવસે રૂપિયા 0.02 કરોડની કમાણી કરી છે. જેથી આંતરરાષ્ટ્રીય કલેક્શન 426.67 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. આ ફિલ્મે કુલ મળીને રૂપિયા 1,796.51 કરોડનો વેપાર કર્યો છે.