Tue Oct 06 2026

Logo

ધારાવીમાં ૮૬,૦૦૦ વીજ ગ્રાહકોને બચાવવા માટે બેસ્ટની દોડધામ

2026-09-29 10:37:00
Author: Sapna Desai
ધારાવીમાં ૮૬,૦૦૦ વીજ ગ્રાહકોને બચાવવા માટે બેસ્ટની દોડધામ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારાવી પુન:વિકાસ પ્રોજેક્ટ માટે વીજળી પૂરી પાડવા માટે એક ખાનગી કંપનીએ મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી) ને અરજી કરી છે, અને તેના કારણે બેસ્ટ લગભગ ૮૬,૦૦૦ ગ્રાહકો ગુમાવે તેવી શક્યતા છે.
 
બેસ્ટ પ્રશાસને સોમવારે બેસ્ટ સમિતિના સભ્યોને માહિતી આપી હતી કે બેસ્ટ આ પ્રસ્તાવ  સામે સખત વાંધો ઉઠાવી રહ્યો છે. બેસ્ટ સમિતિની બેઠકમાં ભાજપના સભ્ય રમાકાંત ગુપ્તાએ સૂચન કર્યું હતું કે ધારાવીમાં બેસ્ટના પુનર્વસન પ્રોજેક્ટ પછી સ્થાનિકોને વીજળી કોણ પૂરી પાડશે? બેસ્ટના ગ્રાહકો આપણી સાથે રહેશે કે નહીં? તેમણે અમારી સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આના પર ઉદ્ધવની શિવસેનાના નીતિન નંદગાંવકરે પણ સૂચન કર્યું હતું કે ધારાવીના રહેવાસીઓ ભવિષ્યમાં ખાનગી કંપનીના દરો પરવડી શકશે નહીં, તેથી બેસ્ટે વીજળી પૂરી પાડવી જોઈએ. 

આના પર બેસ્ટના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે બેસ્ટે ખાનગી કંપનીની અરજીનો સખત વિરોધ કર્યો છે અને વાંધો ઉઠાવ્યો છે. તેઓ આ સંદર્ભમાં મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સાથે પણ ફોલોઅપ કરી રહ્યા છે અને નિયમિત સુનાવણીઓ થઈ રહી છે. બેસ્ટ આ અરજીનો વિરોધ કરશે અને ધારાવીની જેમ જ મુંબઈમાં પણ વિવિધ પુનર્વિકાસ પ્રોજેકટમાં બેસ્ટને વીજળી પૂરી પાડવાની તક મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

હાલમાં બેસ્ટનો વીજ વિભાગ શહેરના લગભગ ૧૦.૮૦ લાખ ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે. જોકે બેઠકમાં સ્પષ્ટ થયું હતું કે નવા ગ્રાહકોને જોડવા માટે બેસ્ટની વીજળી વિતરણ વ્યવસ્થાનો વિસ્તાર કરવાની જરૂર છે. હાલમાં બેસ્ટ અને ટાટા પાવર બંને દ્વારા ધારાવી વિસ્તારમાં વીજળી પૂરી પાડવામાં આવે છે. ધારાવી પુનર્વિકાસ પ્રોજેકટ બાદ પછી આવનારા રહેણાક અને વાણિજ્યિક સંકુલોને વીજળી પૂરી પાડવાનો બેસ્ટનો મોટો પડકાર બની રહેશે એવો ડર બેસ્ટ પ્રશાસનને સતાવી રહ્યો છે ધારાવીમાં લગભગ ૧.૫ લાખ ઝૂંપડાઓ છે અને વસ્તી લગભગ ૧૨ લાખ છે