Wed Jun 03 2026

Logo

હવેથી એરપોર્ટ પર સેલ્ફી કે વીડિયો રીલ્સ બનાવતા પહેલા ચેતજો, ફોન જપ્ત થશે ને ફ્લાઈટમાં જવા દેવામાં નહીં આવે

2026-06-03 22:30:49
Author: mumbai samachar team
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ વેકેશનમાં ફરવાનો પ્લાન હોય અને ફ્લાઈટની મજા માણવાની હોય તો એરપોર્ટ પર સેલ્ફી કે રીલ્સ બનાવવી હવે ભારે પડી શકે છે. ઘણા લોકો એરપોર્ટ પર સેલ્ફિ ક્લિક કરતા હોય છે અને રીલ્સ પણ બનાવતા હોય છે. એ રીલ્સ અને ફોટો પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવે છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને એરપોર્ટ માટે કડક નિયમ બનાવ્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યાત્રીઓમાં એરપોર્ટ પર સેલ્ફી ક્લિક કરવાનો અને રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ સાતમા આસમાને છે.હવે નવી ગાઈડલાઈન્સ અનુસાર નિયમ તોડનારા પ્રવાસીઓ પાસેથી દંડ વસુલાશે. 

ફોન જપ્ત કરી લેવાશે
એટલું જ નહીં ફોન પણ જપ્ત કરી લેવામાં આવી શકે છે. કેટલાક ગંભીર કેસમાં ફ્લાઈટમાં જવા પર પ્રતિબંધ જાહેર થઈ શકે છે. રિપોર્ટ અનુસાર એવિએશન રેગ્યુલેટરીએ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે એરપોર્ટના વિસ્તારમાં વગર કોઈ મંજૂરીએ ફોટો ક્લિક કરવા અને વીડિયો રેકોર્ડ કરવા પર રોક લગાવી દીધી છે.આમાં સિક્યોરિટી ચેકપોઈન્ટ, બોર્ડિંગ ગેટ, રન-વે બસ, એરક્રાફ્ટ હેન્ડલિંગ ઝોન, એરપોર્ટ એપ્રન અને અન્ય સંવેદનશીલ એરિયાનો સમાવેશ કરાયો છે. આ વિસ્તામાં જો કોઈ પ્રવાસી ફોટો ક્લિક કરશે કે વીડિયો બનાવશે તે એક્શન લેવામાં આવશે. અધિકારીઓએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે, આમ કરવા પાછળનો હેતું સુરક્ષાનો છે. સર્વેલન્સ સિસ્ટમ અને એરપોર્ટ ઑપરેશનને રેકોર્ડ કરવા તથા ઓનલાઈન શૅર થતા રોકવાનો છે.

જોખમી પુરવાર થઈ શકે
કેટલાક ગંભીર કેસમાં એરપોર્ટ અધિકારી યાત્રીનું નામ DGCAના નો ફ્લાઈ લિસ્ટમાં પણ મૂકી શકે છે. નિયમોનું પાલન ન કરવા પર થોડા સમય માટે સસ્પેન્ડ અથવા ફ્લાઈટ પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે. એરપોર્ટની અંદરથી સોશિયલ મીડિયા કોન્ટેટ બનાવવા પર બ્રેક લાગતી નથી. ઉલ્ટુ આવા કેસ વધતા જાય છે ત્યારે સોશિયલ મીડિયા પરના કોન્ટેટમાં એરપોર્ટ અને એરપોર્ટના બીજા કેટલાક પરિસર દેખાતા હોય એવા કોન્ટેટને વધુ શૅર ન થાય એ હેતું છે. ટ્રાવેલ રીલ, વીલોગ, બિહાઈન્ડ ધ સીન જેવા વીડિયો ઝડપથી શૅર થઈ રહ્યા છે.આ કારણે કેટલાક લોકો અજાણતા સિક્યોરિટી ઈન્ફ્રા., સ્ટાફ ઑપરેશન, અને સર્વિસલન્સ અરેન્જમેન્ટ પણ એક્સપોઝ કરી દે છે. જે ક્યારેક જોખમી પુરવાર થઈ શકે છે.