નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ માર્કેટમાં સતત સાતમો દિવસ એવો જોવા મળી રહ્યો છે, જ્યારે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરથી નીચે જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતમાં સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત આઠમા દિવસે રાહત મળી છે. જી હા, 25 મે પછીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે મે મહિનાના બીજા પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4 વખત વધારો કરવામાં આવ્યો હતો અને કિંમતોમાં આશરે 8 ટકા જેટલો વધારો થયો હતો.
જ્યારથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાને લઈને વાતચીત શરૂ થઈ છે, ત્યારથી કાચા તેલની કિંમતો પ્રતિ બેરલ 100 ડૉલરથી નીચે બનેલી છે. જોકે, ઇન્ટરનેશનલ માર્કેટમાં હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે હજુ બધું બરાબર થયું નથી. જો કોઈ નવી લશ્કરી કાર્યવાહી થશે, તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઇલની કિંમતો 100 ડૉલરની નીચે
ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવ સતત સાતમા દિવસે પ્રતિ બેરલ 1૦૦ ડૉલરથી નીચે જોવા મળી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, અખાતી દેશોના કાચા તેલ 'બ્રેન્ટ ક્રૂડ'ના ભાવ પ્રતિ બેરલ 95 ડૉલર પર સ્થિર (ફ્લેટ) દેખાઈ રહ્યા છે. જોકે, ટ્રેડિંગ સેશન (કારોબારી સમય) દરમિયાન તે 94.71 ડૉલરની સાથે દિવસના સૌથી નીચલા સ્તરે પણ ગયો હતો. આમ જોવા જઈએ તો, છેલ્લી વખત 26મેના રોજ બ્રેન્ટ ક્રૂડના ભાવ 100.73 ડૉલર પર જોવા મળ્યા હતા.
સતત 8મા દિવસે કોઈ ફેરફાર નહીં
બીજી તરફ, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત આઠમા દિવસે રાહત મળી છે. એનો અર્થ એ થયો કે તેલ કંપનીઓ દ્વારા 25મે પછીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.