Sun Jul 26 2026

Logo

કોંગ્રેસે યુપી ચૂંટણી માટે કમર કસી! દલિત, OBC અને મુસ્લિમ કાર્ડ સાથે રાહુલ ગાંધીનો નવો રોડમેપ...

2026-02-27 22:34:19
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: વસ્તીની દ્રષ્ટીએ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, યોગીને માત આપવા કોંગ્રેસ પાર્ટી અત્યારથી કમર કસી રહી છે. રાહુલ ગાંધીએ આજે ચૂંટણીની તૈયારીઓ માટે એક બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં કોંગ્રેસના સંગઠનને મજબુત કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી આવી હતી. 

આ બેઠકમાં રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતાં. સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ માટે આગામી છ મહિનાનો વિગતવાર રોડમેપ તૈયાર કરી રહી છે. બેઠક દરમિયાન "સામાજિક ન્યાય કાર્યક્રમ" શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ, પાર્ટી પાયાના સ્તરના સમુદાયો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે. પાર્ટી બ્લોક સ્તરે જનસંપર્ક કાર્યક્રમો શરૂ કરશે. આ અભિયાન દરમિયાન જમીન અધિકારો અને સામાજિક સમાનતા સહિતમાં મુદ્દા ઉઠાવવામાં આવશે.  

વંચિતોને પાર્ટી સંગઠનમાં સ્થાન મળશે:
અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દલિત, OBC, મુસ્લિમ અને ગરીબ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને કહ્યું કે સામાજિક ન્યાય ફક્ત જાહેર અભિયાનો સુધી જ સીમિત ન રહેવા જોઈએ, પરંતુ પક્ષના સંગઠનાત્મક માળખામાં પણ એ લાગુ થવું જોઈ. વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને પાર્ટીના સંગઠનમાં સ્થાન મળવું જોઈ.

બેઠકમાં OBC, દલિત અને મુસ્લિમ મતદારો સુધી પહોંચવા માટે રણનીતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું,  બેઠક દરમિયાન આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગ સુધી પહોંચવા માટે એક વ્યૂહરચના બનવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ નેતાઓ રહ્યા હાજર:
અહેવાલ મુજબ આ બેઠકમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મહામંત્રી અવિનાશ પાંડે, કોંગ્રેસ સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ, પ્રદેશ અધ્યક્ષ અજય રાય, લઘુમતી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇમરાન પ્રતાપગઢી, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અનિલ જયહિંદ અને અનુસૂચિત કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર પાલ ગૌતમ હાજર રહ્યા હતા.