Thu Oct 15 2026

Logo

અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ સામે વધુ એક FIR, જાણો શું છે સમગ્ર મામલો...

2026-10-15 09:49:00
Author: Vimal Prajapati
અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ સામે વધુ એક FIR, જાણો શું છે સમગ્ર મામલો...

નવી દિલ્હીઃ સીજેપીના ત્રણેય નેતા અત્યારે વિરોધ પ્રદર્શનના કારણે વિવાદમાં ઘેરાયેલા છે. અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ અત્યારે ફરી એક મુશ્કેલીમાં ફસાયા છે. આ ત્રણેય સામે વધુ એક એફઆઈઆર નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી આ ત્રણેય નેતાઓ વિવાદમાં સપડાયેલા છે, તેવામાં હવે વધુ એક એફઆઈઆર તેમની સામે નોંધાઈ છે.  પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી'ના આ નેતાઓ અને કેટલાક સ્વતંત્ર પત્રકારો વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

એસટી/એસટી એક્ટ કેસમાં કોના કોના નામ લખાયા?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, દિલ્હી પોલીસે એસટી/એસટી એક્ટ હેઠળ કેસ કર્યો તેમાં પત્રકાર રોઝી, ગજેન્દ્ર સિંહ અને સીજેપી નેતા અભિજીત દીપકે સાથે આશુતોષ રાંકા, સૌરવ દાસ અને રત્ના સિંહનું પણ નામ સામેલ કર્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમણે કનોટ પ્લેસ સબ ડિવીઝનના એએસપી વિવેક ભગતે આ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો ખે, આ લોકોએ તેમની સામે અપમાનજનક અને જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. 

આશુતોષ રાંકા અને સૌરભ દાસ અત્યારે ક્યાં છે?

નોંધનીય છે કે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. જંતર-મંતર પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં બળજબરીથી ઘૂસી ગયા હતા અને સુરક્ષા ઘેરાનું ઉલ્લંઘન કર્યું હોવાના કારણે દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે હવે તેમની સામે વધુ એક કેસ નોંધાયો હોવાના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. આ કેસમાં કલમ-18 પ્રમાણે આ કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધાયેલા આરોપીને સામાન્ય રીતે આગોતરા જામીન મળી શકતા નથી. એટલું જ નહીં પરંતુ સામાન્ય અત્યાચારો માટે 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. હવે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.