Fri Jul 03 2026

Logo

કેન્દ્ર સરકારે મેટાને ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક જાહેરાતો અંગે નોટિસ ફટકારી

2026-07-03 19:02:11
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણ સંબંધિત જાહેરાતો કથિત રીતે બતાવવા મામલે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય આઇટી મંત્રીએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના અધિકારીઓને આ મામલે ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાને સમન્સ પાઠવવાના નિર્દેશ આપ્યા છે.

 

આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રાલયને નિર્દેશ આપ્યો 

સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના મંત્રાલયના અધિકારીઓને કડક સૂચના આપી છે કે તેઓ તાત્કાલિક મેટાને સમન્સ પાઠવે અને ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણના કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી જાહેરાતો અંગે જવાબો માંગે. જો કે, આ મામલો ફક્ત ઇન્સ્ટાગ્રામ પૂરતો મર્યાદિત નથી. અગાઉ સરકારે વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર અંગે કંપનીને નોટિસ પણ જાહેર કરી હતી.

કંપનીએ કયા સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આઇટી મંત્રાલય મેટાને સ્પષ્ટ કરવા કહી શકે છે કે બાળ જાતીય શોષણ સંબંધિત જાહેરાતો ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે દેખાઈ. વધુમાં સરકાર જાણવા માંગે છે કે આવી ઘટનાઓને રોકવા માટે કંપનીએ કયા સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે.

વોટ્સએપના યુઝરનેમ મામલે  કેન્દ્ર સરકારે મેટાને સવાલ કર્યો

સરકારે મેટાને વોટ્સએપના યુઝરનેમ મામલે ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકવાના નિર્દેશ આપ્યા હતા. કેન્દ્ર સરકારે મેટાને સવાલ કર્યો હતો કે વોટ્સએપનું આ નવા ફીચર મામલે આઈટી એક્ટ અને નિયમો હેઠળ કાર્યવાહી કેમ કરવામાં ના આવે જેનાથી સાયબર ગુનાઓ વધી શકે છે.