તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને ત્રણ અઠવાડિયાનો સમય થયો છે. આ યુદ્ધ દિવસે દિવસે ભયાનક બની રહ્યું છે. હવે આ યુદ્ધ ક્યારે ખતમ થશે એ વિશે ત્રણમાંથી કોઈ દેશ દાવા સાથે કહી શકે એમ નથી.આ યુદ્ધમાં હજુ સંઘર્ષ વધી શકે એવા અણસાર વર્તાઇ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપી રહ્યા છે. આ માહોલ વચ્ચે હવે બ્રિટને ઝંપલાવી દીધું છે. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે ઈરાનની વિરૂદ્ધમાં નિર્ણય લઈ લીધો છે.
ઓસ્ટ્રેલિયાથી આવી સબમરીન
રિપોર્ટ અનુસાર ટોમહોક મિસાઈલ અને પરમાણું ઊર્જાથી ચાલતી એક સબમરીન HMS Anson અરબ સાગરમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક પહોંચી ચૂકી છે. બ્રિટિશ સબમરીન એવા સમયે આવી પહોંચી છે જ્યારે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સામે સૈન્ય કાર્યવાહી તેજ કરવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સબમરીન આ મહિનાની શરૂઆત 6 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થથી રવાના થઈ હતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, હવે HMS Anson અરબ સાગરના ઉત્તર ભાગમાં એક રણનીતિ સંભાળી રહી છે. સબમરીન સ્ટ્રેટ ઓફ હોર્મઝથી ખૂબ જ નજીક છે.
બ્રિટનની યુદ્ધમાં એન્ટ્રી
આ યુદ્ધમાં ઈઝરાયલ અમેરિકા સિવાય હવે બ્રિટનની એન્ટ્રી થઈ રહી છે. હોર્મુઝ નજીક સબમરીન સ્થાયી થતા એક ઈશારો છે કે, ઈઝરાયલ અમેરિકા સાથે હવે બ્રિટન પણ ઈરાનની સામે યુદ્ધમાં સક્રિય રૂપે સામિલ થઈ શકે છે.
બ્રિટને અમેરિકાને ઈરાનની સામે બ્રિટિશ કેમ્પના ઠેકાણાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. બ્રિટનની સબમરીનમાં એડવાન્સ લેવલના હથિયારો છે. પરમાણું ઊર્જાથી એનું સંચાલન થઈ રહ્યું છે. 1600 કિમીની રેન્જમાં મારી શકે એવી મિસાઈલ છે.ટોર્પિડો અને ફાયરિંગ કરી શકે એવી ગન્સ પણ છે.