દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
તમિલનાડુના મદૂરાઈમાં કોર્ટે નવ પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી
તમિલનાડુના મદૂરાઈમાં કોરોના કાળ દરમિયાનના એક કેસમાં કોર્ટે નવ પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. તેમજ તેમની પર સંયુક્ત રીતે રૂપિયા 1.40 કરોડનો દંડ પણ ફટકાયો છે. આ ઘટનાની વિગતો મુજબ વર્ષ 2020 કોરોના કાળ દરમિયાન જ્યારે લોકડાઉન હતું ત્યારે પોલીસે એક પિતા અને પુત્રને દુકાન ખુલ્લી રાખવા બદલ કસ્ટડીમાં લીધા હતા. તેમજ તેની બાદ માર મારવામાં આવ્યો હતો. જેમાં તેમના મૃત્યુ થયા હતા.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ દાખલ મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવાયો
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરાયેલ મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર લોકસભા અને રાજ્યસભાના 193 સાંસદોએ સહી કરી હતી. આ પ્રસ્તાવને ઔપચારિક રીતે 12 માર્ચે રાજ્યસભાના 63 સાંસદો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
છત્તીસગઢમાં જગ્ગી હત્યા કેસમાં અમિત જોગીને આજીવન કેદની સજા
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અમિત જોગીને વર્ષ 2003ના રામ અવતાર જગ્ગી હત્યા કેસમાં હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામ અવતાર જગ્ગીની હત્યા 2003માં થઈ હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ કેસ ફરીથી ખોલવામાં આવ્યો હતો.
અરુણાચલ પ્રદેશના સીએમ પરિવાર સાથે જોડાયેલી કંપનીઓના કોન્ટ્રાક્ટની સીબીઆઈ તપાસના આદેશ
સુપ્રીમ કોર્ટે સીબીઆઈને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓને આપવામાં આવેલા સરકારી કોન્ટ્રાક્ટની બે અઠવાડિયામાં પ્રારંભિક તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં દાખલ કરાયેલી અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં, સીએમ પેમા ખાંડુના પરિવાર સાથે જોડાયેલી ચાર કંપનીઓને આશરે ₹1,270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.
દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં ચૂક, ગાડીમાં આવેલા શખ્સે સ્પીકરની ગાડી પર શાહી ફેંકી
દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં ચૂકની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક કાર બેરીયર તોડીને વિધાનસભાના ગેટ નંબર 2 માંથી અંદર ઘૂસી ગઇ હતી. તેમજ વિધાનસભા સ્પીકરની કાર પર શાહી ફેંકવામાં આવી હતી. તેની બાદ આ કાર વિધાનસભા પરિસરમાંથી નીકળી જવામાં પણ સફળ થઇ હતી
રાજ્યની 3 RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ
અમદાવાદ-રાજકોટ-વડોદરા RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. સુરક્ષાના ભાગરૂપે ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે. બોમ્બ-ડોગ સ્કવોડએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યની 3 RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ
અમદાવાદ-રાજકોટ-વડોદરા RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. સુરક્ષાના ભાગરૂપે ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે. બોમ્બ-ડોગ સ્કવોડએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.