દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
મ્યાનમારમાં ભયાનક વિસ્ફોટમાં 45થી વધુ લોકોના મોત
ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિગતો અનુસાર, નામખામ ટાઉનશીપમાં આવેલા કૌંગતુપ ગામમાં બપોરના સમયે એક ભયાનક વિસ્ફોટ થતાં 45થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતાં અને અન્ય 70 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. અહેવાલો અનુસાર, રાહતકર્મીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, જે ઈમારતમાં આ બ્લાસ્ટ થયો ત્યાં ખાણકામ માટેના વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જેના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.
ક્લોઝિંગની આતશબાજી પછી વિરાટ-વેન્કટેશની ફટકાબાજી, પણ ઉપરાઉપરી બે વિકેટ પડી
ગુજરાતે અમદાવાદમાં આઇપીએલની ફાઇનલમાં જીતવા માટે 156 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ બેંગ્લૂરુના ઓપનર્સ વિરાટ કોહલી અને વેન્કટેશ ઐયરે (16 બૉલમાં 32 રન) જોરદાર ફટકાબાજી કરી હતી અને તેમણે વારાફરતી ગુજરાતના બોલર્સની ખબર લઈ નાખી હતી. તેમણે 27 બૉલમાં 62 રનની ભાગીદારી કરી હતી અને 62મા રને વેન્કટેશ અને 63મા રને દેવદત્ત પડિક્કલ આઉટ થતાં બેંગ્લૂરુને ઉપરાઉપરી બે આંચકા લાગ્યા હતા અને આરસીબીના હજારો ચાહકોએ બે આઘાત સહન કરવા પડ્યા હતા. કિંગ કોહલી અડીખમ હતો અને તેણે બે છગ્ગા અને પાંચ ચોગ્ગાથી બનેલા 35 રને નૉટઆઉટ હતો. તેની સાથે કૅપ્ટન પાટીદાર રમી રહ્યો હતો. પાવરપ્લેની છઠ્ઠી ઓવરને અંતે બેંગ્લૂરુનો સ્કોર 2/70 હતો અને જીતવા માટે 84 બૉલમાં 86 રન કરવાના હતા.

જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેનાને સફળતા મળી, ઘૂસણખોરી કરતાં ત્રણ લોકોની ધરપકડ
જમ્મુ કાશ્મીર આંતકી પ્રવુતિ વધવાના અહેવાલો વચ્ચે ઉરીમાં સેનાને મોટી સફળતા મળી છે. જેમાં સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ચિનાર કોર્પ્સે જણાવ્યું છે કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હત, અને હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાતનો છેક 15મી ઓવરમાં બન્યો 100મો રન, પાંચ વિકેટ ગુમાવી
બેંગ્લૂરુ સામે ગુજરાતે પ્રથમ બૅટિંગનો પૂરો ફાયદો નથી લીધો અને 15મી ઓવર સુધીમાં 100 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. પાંચમાંથી ચાર બોલરને વિકેટ મળી અને એમાં સૌથી વધુ બે વિકેટ જૉશ હૅઝલવૂડે લીધી. ગુજરાતનો ટૉપ-ઑર્ડર સાવ પાણીમાં બેસી ગયો. સુદર્શન (12), શુભમન ગિલ (10) અને બટલર (19)ની બહુ વખણાયેલી ત્રિપુટી ખરા સમયે જ બેંગ્લૂરુના બોલિંગ-આક્રમણ સામે પાણીમાં બેસી ગઈ. 15મી ઓવરને અંતે ગુજરાતનો સ્કોર 5/105 હતો.

ગિલ હરીફ કૅપ્ટન પાટીદારના હાથમાં કૅચઆઉટઃ સુદર્શનની પણ વિદાય
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બૅટિંગ મળતાં થોડા ચોગ્ગા ફટકારીને શરૂઆત સારી કરી, પણ કૅપ્ટન શુભમન ગિલ આક્રમક મિજાજમાં હૅઝલવૂડના 142 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં ઊંચો શૉટ મારવા જતાં હરીફ સુકાની રજત પાટીદારને જ કૅચ આપી બેઠો હતો. પાટીદાર મિડ-ઑન પરથી દોડી આવ્યો હતો અને ગિલનો શિકાર કરવામાં કોઈ ભૂલ નહોતી કરી. ફક્ત 10 રન બનાવીને પાછો આવી ગયેલો ગિલ ખૂબ પસ્તાતો હતો. ત્યાર બાદ સાઇ સુદર્શનનું રનમશીન ધીમું પડી ગયું અને ચોથી ઓવરમાં ટીમ-સ્કોર 1/26 હતો. સુદર્શનની સાથે નિશાંત સિંધુ જોડાયો હતો, પણ પછીથી ભુવીની ઓવરમાં સુદર્શન માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચ આપી બેઠો હતો. ચાર ઓવરને અંતે ગુજરાતનો સ્કોર 2/30 હતો.

રાહુલ ગાંધીએ સીબીએસસી વિદ્યાર્થી સાથે મુલાકાતમાં કટાક્ષ કર્યો, ઓએસએસ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા
દેશમાં સીબીએસસીની ઓએસએમ સિસ્ટમમાં ગડબડી બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગેરરીતિ અને પરિણામો અંગે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ એકસ પર વાતચીતનો એક વીડિયો શેર કર્યો હતો. આ વિડીયોમાં વિદ્યાર્થી વેદાંત પણ જોવા મળ્યો છે. જેની બાદ રાહુલ ગાંધીએ વેદાંત પર તેમના કથિત "સોરોસ-પાકિસ્તાન કનેક્શન" અંગે કટાક્ષ કર્યો હતો.
બેંગ્લૂરુએ ફીલ્ડિંગ લીધી, ગુજરાત 200-પ્લસ રન બનાવશે?
અમદાવાદમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુના કૅપ્ટન રજત પાટીદારે આઇપીએલ-19ની ફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. 2022ની વિજેતા ગુજરાત ટાઇટન્સને પ્રથમ બૅટિંગમાં 200-પ્લસનો સ્કોર નોંધાવીને પોતાની બોલિંગ-તાકાતથી પ્રવાસી ટીમને નમાવવાની તક છે. બેંગ્લૂરુએ ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. ક્વૉલિફાયર-વનમાં ગુજરાત સામે જે ખેલાડીઓ રમ્યા હતા એ ફાઇનલમાં પણ રમશે. ગુજરાતે સાઇ કિશોરના સ્થાને અર્શદ ખાનને ટીમમાં સમાવ્યો છે.
વૈશ્વિક પડકારો વચ્ચે લોકોને મળી શકે છે રાહત, આરબીઆઇ દ્વારા રેપો રેટમાં વધારાની નહિવત શકયતા
ભારતમાં રૂપિયાનું અવમૂલ્યન અને મિડલ ઈસ્ટ સતત તણાવના લીધે ફુગાવામાં વધારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈ 3 થી 5 પાંચ જૂન દરમિયાન નાણાકીય નીતિની સમીક્ષા કરશે.જોકે, નિષ્ણાતોના મતે આરબીઆઈ હાલ રેપો રેટમાં ફેરફાર તેવી નહિવત શક્યતા છે.
હિમાચલ પ્રદેશનાં ટેક્સી ખીણમાં ખાબકતા 8 પ્રવાસીઓનાં મોત
હિમાચલ પ્રદેશનાં ચંબામાં ટેક્સી ખીણમાં ખાબકતા ડ્રાઇવર સહિત 8 પ્રવાસીઓનાં મોત થયા હોવાની દુર્ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. બેંગલુરુ અને અન્ય રાજ્યોમાંથી બે પ્રવાસી પરિવારો ટેક્સી ભાડે કરીને સાચ પાસ ફરવા ગયા હતાં તે દરમિયાન આ દુર્ઘટના સર્જાય હતી.
દિવ્યાંગ રમતવીરની હત્યા બદલ બીજા દિવ્યાંગ ઍથ્લીટની ધરપકડ
ગાઝિયાબાદથી મળતા અહેવાલ મુજબ શનિવારે રાષ્ટ્ર-સ્તરના દિવ્યાંગ ઍથ્લીટ અને ગોલ્ડ મેડલિસ્ટ ચિરાગ ત્યાગીની હત્યા થઈ હતી અને એ ઘટના સંબંધમાં યશ ખટિક નામના બીજા પૅરા-ઍથ્લીટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે દસ્તાવેજોના વેરિફિકેશનના મુદ્દે થયેલી ફરિયાદને પગલે ખટિકે ત્યાગીની ગોળી મારીને હત્યા કરી હશે. પોલીસનું એવું પણ માનવું છે કે ખટિકની એક અરજી રદ થતાં તેણે ત્યાગી સામે બદલો લેવા વિચાર્યું હશે.
હિમાચલમાં ટેક્સી ખાઈમાં ખાબકતા 8 જણનાં મોત
હિમાચલના ચંબા જિલ્લામાં સાચ પાસ રસ્તા નજીક ટૂરિસ્ટ ટેક્સીને નડેલા જીવલેણ અકસ્માતમાં આઠ લોકોનાં મૃત્યુ થયા. બેંગ્લુરુ અને અન્ય રાજ્યમાંથી આવેલા બે ટૂરિસ્ટ પરિવાર ટેક્સીથી સાચ પાસ ફરવા ગયા હતા, ત્યારે ત્યાંથી પરત ફરતી વખતે ટેક્સી ખાઈમાં પડતા આઠ જણનાં મૃત્યુ થયા.
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે લિપુલેખ અને કાલાપાની મુદ્દે વિવાદ છેડ્યો
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારત નેપાળ બોર્ડરને લઇને વિવાદ છેડ્યો છે. તેમણે પ્રથમ વાર સાંસદોને સંબોધિત કરતા લિપુલેખ અને કાલાપાનીના વિષયને બ્રિટન સમક્ષ ઉઠાવવાની વાત કરી છે. લિપુલેખ અને કાલાપાની ભારત નેપાળ સરહદ પર સ્થિત છે અને પ્રાદેશિક વિવાદનો મુદ્દો છે.
ગુજરાતમાં સિંહોમાં વાયરસ સંક્રમણ નિયંત્રણમાં, વન વિભાગ એક્શન મોડમાં
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નથી નોંધાયું: પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ એશિયાઈ સિંહોમાં જોવા મળેલા સંક્રમણની વર્તમાન સ્થિતિની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરવા માટે ગીર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી.
અભિષેક બેનર્જી પર હુમલો બાદ રાજકારણ ગરમાયું, કહ્યું ભાજપ વિરુદ્ધ અમે ઝૂકીશું નહી
પશ્ચિમ બંગાળમાં ટીએમસી કારમી હાર બાદ ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી પર ટોળાએ હુમલો કર્યો હતો. જેની બાદ રાજકારણ ગરમાયું છે. જેની બાદ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું અમે ઝૂકીશું નહી. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ હુમલાની આકરી નિંદા કરી હતી.
દિલ્હી ઇમારત ધરાશાયી થતા બે મેડિકલ વિદ્યાર્થીના મોત
નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે એક પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોચિંગ સેન્ટર કાર્યરત હતું, જ્યારે ઉપરના માળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ ઘટનાથી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ અને NEET-PG ની તૈયારી કરી રહેલા લોકો સહિત ઘણા યુવા ડૉક્ટરો પ્રભાવિત થયા છે. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. જસવંતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 થી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.