દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
આરબીઆઇએ ત્રણ જાહેર ક્ષેત્રની બેંકો અને ફિન ટેક કંપનીને દંડ ફટકાર્યો
ભારતીય રિઝર્વ બેંકે ત્રણ જાહેર ક્ષેત્રની બેંકો અને ફિનટેક કંપની વિરુદ્ધ નિયમોના ઉલ્લંધન બદલ કાર્યવાહી કરી છે. જેમાં આરબીઆઇએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને પાઈન લેબ્સ પર નાણાકીય દંડ લાદયો છે. આરબીઆઇએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર ₹95.40 લાખ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર ₹63.60 લાખ, બેંક ઓફ ઈન્ડિયા પર ₹58.50 લાખ અને પાઈન લેબ્સ પર ₹3.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કિશનના 80 રન, હૈદરાબાદનો બેંગ્લૂરુને 202 રનનો લક્ષ્યાંક
સનરાઇઝર્સ હૈદરાબાદે કાર્યવાહક કૅપ્ટન ઇશાન કિશન (80 રન, 38 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર)ની ધૈર્યપૂર્ણ અને દમદાર ઇનિંગ્સની મદદથી આઇપીએલ-19ની પ્રારંભિક મૅચમાં નવ વિકેટે 201 રન બનાવીને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુને 202 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડનો પેસ બોલર જેકબ ડફી 38 રનમાં ત્રણ) બેંગ્લૂરુનો સુપરસ્ટાર બોલર હતો. પહેલી ત્રણેય વિકેટ લઈને તેણે હૈદરાબાદના આરંભમાં ગાબડાં પાડ્યા હતા. પેસ બોલર રોમારિયો શેફર્ડે પણ ત્રણ વિકેટ તેમ જ ભુવનેશ્વર, સુયશ શર્મા અને અભિનંદન સિંહે એક-એક વિકેટ લીધી હતી. હૈદરાબાદની ઇનિંગ્સમાં અનિકેત વર્મા (43 રન, 18 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)એ પણ આતશબાજી કરી હતી, જ્યારે ક્લાસેને 31 રનનું યોગદાન આપ્યું હતું.

આવતીકાલે અમદાવાદને મળશે સતાધાર ફ્લાયઓવર, મુખ્ય પ્રધાન કરશે ઉદ્ધાટન
અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે 29મી માર્ચે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સતાધાર ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹103.63 કરોડના અંદાજિત ખર્ચે 975 મીટર લાંબો, 16.5 મીટર પહોળો, ફોર-લેન ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે.આ બ્રિજ ખુલ્લો મૂકાયા બાદ ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા મુખ્ય વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ પ્રોજેક્ટથી હજારો વાહનચાલકોને ફાયદો થવાની અપેક્ષા છે, જેનાથી વ્યસ્ત સત્તાધાર ચાર રસ્તા પર ભીડ ઓછી થશે અને મુસાફરીનો સમય ઓછો થશે.આ ફ્લાયઓવરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, અને તેનું બાંધકામ 2023 માં શરૂ થયું હતું.
ભારતીય વાયુસેના મિગ -29 ને ASRAAM મિસાઇલથી અપગ્રેડ કરશે, મારક ક્ષમતામાં વધારો થશે
ભારત સશસ્ત્ર દળોને મજબૂત કરી રહ્યું છે. જેમાં હવે ભારતીય વાયુસેના મિગ-29 જેલ ફાઈટર કો ન્યૂ મિસાઈલ ટેક્નિકને અપડેટ કરી રહી છે. જેમાં હવે મિગ -29 ASRAAM મિસાઇલથી સજ્જ હશે. જેનાથી યુદ્ધવિમાનની મારક ક્ષમતામાં વધારો થશે.
કિવી બોલર ડફીનો ડેબ્યૂમાં જ તરખાટ, હૈદરાબાદની પહેલી ત્રણેય વિકેટ લીધી
બેંગ્લૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓએ આઇપીએલની 19મી સીઝનની શરૂઆત કરતા પહેલાં ગયા વર્ષે સ્ટેડિયમ બહારની નાસભાગમાં મૃત્યુ પામેલા 11 ક્રિકેટપ્રેમીને ભાવભરી અંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યાર બાદ મૅચ શરૂ થઈ હતી. બેંગ્લૂરુએ પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી અને હૈદરાબાદને શરૂઆતમાં જ મુસીબતમાં મૂકી દીધું હતું. ન્યૂ ઝીલૅન્ડનો પેસ બોલર જેકબ ડફી પહેલી જ વખત આઇપીએલમાં રમી રહ્યો છે અને તેણે ડેબ્યૂ મૅચમાં તરખાટ મચાવ્યો. હૈદરાબાદે માત્ર 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. એ ત્રણેય વિકેટ (અભિષેક શર્મા-7 રન, ટ્રૅવિસ હેડ-11 રન, નીતીશ રેડ્ડી-1 રન) બેંગ્લૂરુની ટીમના ડફીએ લીધી હતી. કૅપ્ટન ઇશાન કિશન (43 નૉટઆઉટ) અને હિન્રિક ક્લાસેન (18 નૉટઆઉટ)ની જોડીએ બાજી સંભાળી લીધી હતી અને પહેલી 10 ઓવરમાં સ્કોર 3/87 સુધી પહોંચાડ્યો હતો.

રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા, બે લોકોના મોત 19 ઘાયલ
અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ યુએઈની મુલાકાતે હતા ત્યારે રશિયાએ હુમલા ર્ક્યા છે. રશિયાએ ઓડેસા અને ખાર્કિવ પર કરેલા હુમલામાં બે લોકોના મોત થયા અને 19 લોકો ઘાયલ થયા હતા.
ઇરાને ઓમાનની ખાડી નજીક અમેરિકન જહાજ પર હુમલો કર્યો
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ ઈરાને પણ પલટવાર કર્યો છે. ત્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ ઓમાનની ખાડી નજીક એક અમેરિકન જહાજ પર હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુદ્ધનો વ્યાપ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઇરાને યુએઇમાં સ્થિત યુક્રેની ડ્રોન સિસ્ટમ પર હુમલો કર્યો હતો. અમેરિકી સૈન્ય દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દુશ્મન દેશોને ધમકી આપી, કહ્યું હુમલો કરનારને છોડતા નથી
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ ઈરાને પણ પલટવાર કર્યો છે. ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દુશ્મન દેશોને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે હુમલા શરૂ નથી કરતા પરંતુ જો કોઇ અમારી પર હુમલો કરે છે તો અમે તેમને કડક જવાબ આપીએ છીએ.
નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ, હોસ્પિટલમાં દાખલ કરાયા
નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની જેન-જી આંદોલન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 77 લોકોનાં મોત થયા હતા. સરકારે તપાસ અહેવાલના તારણોના આધારે કાર્યવાહી કરી છે. આ દરમિયાન ઓલીના સમર્થકો ધરપકડને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી રહ્યા છે.
અયોધ્યામાં રાજઘાટ પર ચાલી રહેલા મહાયજ્ઞમાં અચાનક આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
અયોધ્યામાં રાજઘાટ પર ચાલી રહેલા મહાયજ્ઞમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનાને કારણે બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમ પર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ સ્વામીજી મહારાજ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે TMC સરકાર વિરુદ્ધ ચાર્જશીટ જાહેર કરતા કહ્યું, મમતા સરકારે બંગાળને ઘૂસણખોરો, ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બનાવી દીધું છે, જેના કારણે રાજ્ય દાયકાઓ પાછળ ધકેલાઈ ગયું છે. રાજ્યમાં ચારેય બાજુ અરાજકતા છે. રાજ્યમાં ભાજપ સરકાર બનશે.
હોર્મુઝની ખાડીમાંથી થાઈલેન્ડના ઓઈલ જહાજોને પસાર થવા ઈરાનની મંજૂરી
ઈરાને થાઈલેન્ડના ઓઈલ જહાજોને હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની પરવાનગી આપી દીધી છે. થાઈલેન્ડના વડાપ્રધાને માહિતી આપી હતી કે તેહરાન સાથે થયેલા કરાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દેશના ઊર્જા પુરવઠા અંગેની ચિંતામાં ઘટાડો થશે.
CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટને ₹751 કરોડના વિકાસકામોની ભેટ આપશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે, જ્યાં તેઓ શહેર અને જિલ્લાને કુલ ₹751 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોની ભેટ ધરશે. મુખ્ય પ્રધાનના હસ્તે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે તૈયાર કરાયેલા 1010 આવાસોનું મુખ્ય પ્રધાન લોકાર્પણ કરશે. સામાજિક ગૌરવ સમાન લેઉવા પટેલ બોર્ડિંગ ભવનનું મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
PM મોદી ગુજરાતને આપશે મોટી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે મંગળવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ₹891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડા પ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વડા પ્રધાન ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.
ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ ગણાવી
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત તેમના નિવેદનને લઈ ચર્ચામાં છે. આ વખતે તેમણે વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગ પૈકીના એક અને હાલ જેના કારણે મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તેવી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ કહી હતી. તેમનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું વિષય બન્યું છે.