દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રામ મંદિર દાન ચોરીનો કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સમય મર્યાદા તપાસ કરાવવા માંગ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરીનો કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ કેસની સમય મર્યાદા તપાસ કરવા માટે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ રામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે જોડાયેલા નાણાકીય અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે સીબીઆઈના વડપણમાં એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
કતારમાં ગેસ પ્લાન્ટમાં ભીષણ આગ, 13 શ્રમિકોના મોત
કતારમાં આવેલા રાસ લાફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ભીષણ વિસ્ફોટમાં ભારતીય અને પાકિસ્તાની સહિત ઓછામાં ઓછા 13 શ્રમિકોનું દર્દનાક મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 66 થી પણ વધારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ગલ્ફ રાષ્ટ્રના ઉર્જા પ્રધાન સાદ અલ-કાબી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ દુ:ખદ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મેજર અપસેટ, મમતા બેનર્જીની ટીએમસીમાંથી જ હકાલપટ્ટી
પશ્ચિમ બંગાળમાં એક મહત્વના રાજકીય ઘટનાક્રમમાં વિધાનસભામાં વિપક્ષ નેતા ઋતબ્રત બેનર્જીએ પાર્ટીના સ્થાપક મમતા બેનર્જીની ટીએમસીમાંથી હકાલપટ્ટી કરી છે. તેમજ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરીને નવી ટીએમસી સમિતિની રચના કરી છે.
રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસાને હજુ પણ વાર લાગી શકે તેવા સંકેતો છે, જો કે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ભાવનગરમાં સૌથી વધુ 1.85 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ અને નર્મદાના સાગબારા તાલુકામાં 1.54 ઇંચ વરસાદ પડ્યો હતો.
ભારતે અમેરિકા, ચીન અને યુરોપિયન સંઘથી આયાત થતા કેમિકલ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી
ભારત સરકારે અમેરિકા, ચીન અને યુરોપિયન સંઘમાંથી આયાત થતા રબર અને ટાયર બનાવવામાં વપરાતા કેમિકલ પર આગામી પાંચ વર્ષ માટે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે.આ અંગે વાણિજ્ય મંત્રાલયના એક્મ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)ની ભલામણ બાદ આ ડ્યુટી લાદવામાં આવી છે. આ અંગે બહાર પાડેલા જાહેર નામાં મુજબ આ કેમિકલ પર આયાત ડયુટી 75 ડોલરથી 1748 ડોલર ટન સુધી રહેશે.
લખનઉમાં લાગેલી આગમાં છ લોકોના મોત, અનેક લોકો બિલ્ડિંગ પરથી કૂદયા
ઉત્તર પ્રદેશના લખનઉની અલીગંજ વિસ્તારમાં બિલ્ડિંગમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે કોચિંગ સેન્ટરમાં રહેલા વિદ્યાર્થીઓ અને લોકોએ બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદયા હતા. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
રાજસ્થાનમાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી મહિલાની ધરપકડ
દેશભરમાં આતંકી પ્રવુતિઓ વધવાના એલર્ટ વચ્ચે રાજસ્થાનમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે જયપુરમાં સ્લીપર સેલ તરીકે કામ કરતી હતી. બબીતાએ ઓનલાઈન કલમાથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેમજ તે પાકિસ્તાન જવા માંગતી હતી.
NEET-UG પુનઃપરીક્ષામાં ચોરી અને છેતરપિંડીના પ્રયાસો એનટીએ નિષ્ફળ બનાવ્યા
દેશમાં રવિવારે યોજાયેલી NEET-UG પુનઃપરીક્ષામાં બિહારના લખીસરાય જિલ્લામાંથી ચોરી અને છેતરપિંડીના કિસ્સાઓ નોંધાયા હતા.જે અંગે એનટીએના ડીજી અભિષેક સિંહે જણાવ્યું હતું કે કેટલાક ઉમેદવારોએ કરેલા પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેમજ આ કિસ્સાઓમાં કોઇને બક્ષવામાં નહિ આવે.
પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેનના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેનનું નિધન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ….!!!
આગામી 3 કલાકમાં ગુજરાતમાં ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકનું નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે દરમિયાન 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલીમાં વરસાદની આગાહી છે.
જુલાઈ - ઓગસ્ટમાં વધી શકે છે દૂધના ભાવ
દેશમાં મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને આગામી દિવસોમાં વધુ એક ફટકો પડી શકે છે. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન દૂધના ભાવમાં 3 થી 4 ટકા સુધીનો વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેરી ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનો અને નબળા ચોમાસાના કારણે પશુઓના ચારા અને પાણીની ઉપલબ્ધતા પ્રભાવિત થઈ શકે છે, જેની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડશે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ 0.35 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 0.35 ઇંચ, સુરતના બારડોલીમાં 0.35 ઇંચ, અમદાવાદના દેત્રોજ-રામપુરામાં 0.28 ઇંચ, વલસાડમાં 0.24 ઇંચ, નવસારીની ચીખલીમાં 0.2 ઇંચ, સુરતના અંબિકામાં 0.12 ઇંચ તથા નવસારીમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.
