દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અયોધ્યાના શ્રી રામ મંદિર દાન ચોરીનો કેસ હાઇકોર્ટ પહોંચ્યો, સોમવારે સુનાવણીની શક્યતા
અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાન ચોરીનો કેસ હવે હાઇકોર્ટ પહોંચ્યો છે. આ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીના સમગ્ર કેસની તપાસ સીબીઆઇ અને સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ આ અંગેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
ટ્રમ્પની ઈરાનને ચેતવણી, કહ્યું હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો મેળવીશું
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે. આ દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચીમકી આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી છે. તેમજ જણાવ્યું કે જો ઈરાન આમ કરશે તો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે અને ટોલ વસૂલ કરશે. તેમજ 20 ટકા ક્રૂડ ભંડાર પર કબજો પણ કરશે.
મહિલા વર્લ્ડ કપમાં ભારતના 20 ઓવરમાં 7/158
મૅન્ચેસ્ટરમાં મહિલા ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 158 રન બનાવ્યા છે. હરમનપ્રીતની ટીમનો બૅટિંગ પર્ફોર્મન્સ નબળો રહ્યા બાદ હવે બોલર્સે પરચો બતાવવો પડશે, કારણકે સાઉથ આફ્રિકાને 159 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો છે. 158 રનમાં શેફાલી વર્માના 31 રન હાઇએસ્ટ હતા. સ્મૃતિ (17 રન), હરમનપ્રીત (24 રન), દીપ્તિ શર્મા (29) અને જેમિમા (12 રન) પણ સારું રમવામાં નિષ્ફળ ગઈ હતી.

કેન્દ્ર સરકારે તુષાર મહેતાને સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કર્યા
કેન્દ્ર સરકારે તુષાર મહેતાને 1 જુલાઈ 2026 થી ત્રણ વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. વર્ષ 2018 માં આ પદ પર પહેલી વાર નિયુક્ત થયેલા મહેતાનો કાર્યકાળ અગાઉ વર્ષ 2020 અને વર્ષ 2023 માં લંબાવવામાં આવ્યો હતો. કેબિનેટ નિમણૂક સમિતિએ તેમની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે.
રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીના 140 પાનાના અહેવાલમાં સંપૂર્ણ વિગતો
અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી છે. તેમજ એસઆઇટીની ટીમ અયોધ્યાથી લખનઉ માટે રવાના થઇ છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઇટીએ 140 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હરમનપ્રીતે 200મી ટી-20માં બૅટિંગ પસંદ કરી
મૅન્ચેસ્ટરમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 વર્લ્ડ કપની લીગ મૅચમાં હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી છે. હરમનપ્રીતની આ 200મી ટી-20 ઇન્ટરનૅશનલ છે. ભારતીય બૅટર્સ હાલમાં જબરદસ્ત ફૉર્મમાં છે એટલે એ ફૉર્મ જાળવી રાખવાના હેતુથી પ્રથમ બૅટિંગ લઈને મોટા ટોટલની ભારતીય ટીમની યોજના છે. ભારત આજે જીતશે તો સેમિ ફાઇનલમાં પ્રવેશ લગભગ પાક્કો કરી લેશે. ઈજાગ્રસ્ત શ્રેયંકા પાટીલના સ્થાને પ્રેમા રાવત રમશે અને ક્રાંતિ ગૌડને આરામ આપીને અરુંધતી રેડ્ડીને રમવાનો મોકો અપાયો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા શરૂ, અનેક મુદ્દાઓ પર થશે સમજૂતી
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા સ્વિટ્ઝર્લૅન્ડમાં કતાર અને પાકિસ્તાન દ્વારા શરૂ થઇ છે. આ સમજૂતીમાં યુદ્ધ વિરામના તમામ પાસાઓને આવરી લેશે. આ સમજૂતી પર બંને રાષ્ટ્રોએ પહેલાથી જ ડિજિટલી હસ્તાક્ષર કર્યા છે.
વૈભવના 94 રન ફળ્યાઃ ઇન્ડિયા-એનો શાનદાર વિજય
દમ્બુલામાં તિલક વર્માના સુકાનમાં ઇન્ડિયા-એની ટીમે શ્રીલંકા-એને 66 રનથી હરાવીને વન-ડે ટ્રાયેન્ગ્યુલર ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ઇન્ડિયા-એ ટીમે વૈભવ સૂર્યવંશીના 94 રનની મદદથી 9 વિકેટે 377 રન બનાવ્યા બાદ શ્રીલંકા-એ ટીમે જોરદાર લડત આપી હતી, પણ ભારતના બોલિંગ આક્રમણ સામે યજમાન ટીમ છેવટે ઝૂકી ગઈ હતી. શ્રીલંકા-એનો દાવ 48મી ઓવરમાં 311 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો.

અનુકૂલ રૉયે શ્રીલંકન ટીમની 77 રનની ભાગીદારી તોડી, વૈભવનો શાનદાર કૅચ
દમ્બુલામાં શ્રીલંકા-એની ટીમ 378 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં ફસડાઈ પડી છે અને ઇન્ડિયા-એને જોરદાર લડત આપ્યા બાદ 42મી ઓવરમાં 284 રનમાં આઠ વિકેટ ગુમાવી બેઠી છે. એક તબકકે વાનુજા સહાન અને વિજયકાંત વિયાસકાંત વચ્ચે 77 રનની ભાગીદારી થઈ હતી જે સ્પિનર અને ભારતીય ટીમના સાતમા બોલર અનુકૂલ રૉયે તોડી હતી. આ જોડીના હિસ્સાદારો ટીમનો સ્કોર 177 રન પરથી 254 રન સુધી લઈ ગયા હતા. જોકે અનુકૂલના બૉલમાં વૈભવ સૂર્યવંશીએ મિડવિકેટ પર વિજયકાંતનો શાનદાર કૅચ ઝીલીને તેને પૅવિલિયન ભેગો કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં અભિષેક બેનર્જીના નજીકના સુમિત રોય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તા પર આવ્યા બાદ ટીએમસી નેતા અને તેમના નજીકના લોકોની ગુનાહિત કેસમાં સંડોવણીની તપાસ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીના નજીકના સુમિત રોય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ પશ્ચિમ મેદિનીપુરના ડેબ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સુમિત રોય જમીન પચાવી પાડવાના કેસમાં હાલ ફરાર છે
અયોધ્યા રામમંદિર દાન ચોરી મુદ્દે કેજરીવાલના ભાજપ પર પ્રહાર, કહ્યું મોટા નામ સામેલ
અયોધ્યામાં રામમંદિરના દાન ચોરીના મુદ્દે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે કરોડો રૂપિયા દાન ચોરી છતાં હજુ સુધી કોઇ એફઆઇઆર કરવામાં આવી નથી. તેમજ આ પ્રકરણમાં મોટા નામ સામેલ હોઇ શકે છે.
ઇન્ડિયા-એ જીતની દિશામાંઃ શ્રીલંકા-એની ત્રણેય વિકેટ યશ ઠાકુરે લીધી
દમ્બુલાની વન-ડે ટ્રાયેન્યૂલર ફાઇનલમાં ઇન્ડિયા-એ સામે શ્રીલંકા-એની ટીમ 378 રનના તોતિંગ લક્ષ્યાંકનો સામનો કરવામાં મોટી મુસીબતમાં આવી ગઈ છે. આ ટીમે 75 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને એ ત્રણેય વિકેટ પેસ બોલર યશ ઠાકુરે લીધી હતી. 13મી ઓવરમાં શ્રીલંકા-એનો સ્કોર 3/100 હતો. બીજા ત્રણ બોલર અશોક શર્મા, નિશાંત સિંધુ અને સૂર્યાંશ શેડગેએ પણ પ્રવાસી ટીમને અંકુશમાં રાખી છે.

મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો, લધુમતી સેલના પ્રમુખનું પણ ટીએમસીમાંથી રાજીનામું
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીએમસીના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ અંતર્ગત હવે ટીએમસી લધુમતી સેલમાં પણ ભંગાણ પડ્યું છે. જેમાં રાજ્ય લધુમતી સેલના પ્રમુખ મોશરફ હુસૈને રાજીનામું આપ્યું છે.
બગસરામાં 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો
અમરેલીના બગસરામાં 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બગસરાના હુડકો વિસ્તારમાં બાળક પર દીપડાએ હુમલો કર્યો. મોડી રાત્રિ અચાનક કુમારભાઈ વિકુભાઈ વાઘેલા (ઉ.વ.૧૦)નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકને સારવાર અર્થ બગસરા બાદ અમરેલી હોસ્પિટલ ખસેડાયો હતો. બગસરા વન વિભાગ દ્વારા તપાસ કરી દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી દીધી છે.
નૌકાદળમાં ત્રણ યુદ્ધ જહાજોનો સમાવેશ થશે.
નવી દિલ્હીઃ ભારતની નૌકાદળની શક્તિમાં વધારો થયો છે. ખાસ કીરને વાત કરવામાં આવે તો, આજે INS અગ્રે, INS સંશોધક અને INS દુનાગિરીનો ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવશે. આ ત્રણેય જહાજોમાં અનન્ય ક્ષમતાઓ છે જે ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો કરશે. આ ત્રણેય જહાજોને પીએમ મોદી નૌકાદળમાં સામેલ કરશે.
આજે 22.79 લાખથી વધુ ઉમેદવારો NEET UG ની પરીક્ષા આપશે
નવી દિલ્હીઃ NEET UG ની આજે પરીક્ષા છે. આજે 22.79 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. NEET UG ફરીથી પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ 40થી 50 સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે, જે ઉમેદવારોના પ્રવેશથી લઈને પરીક્ષાના અંત સુધી સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.આ ફરીથી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના સર્જાયે તેના માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મોટા પાયે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એજન્સીના કહ્યાં પ્રમાણે, સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે અને. જો કોઈ પેપર લીકની અફવા અને ખોટા દાવા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરશે.
કોલકાતામાં 35,000 લોકો સાથે યોગ કરશે પીએમ મોદી
કોલકાતાઃ આજે દુનિયા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે દુનિયાભરમાં લાખો લોકો યોગનો અભ્યાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ કોલકાતાના રેડ રોડ ખાતે એક યોગ કાર્યક્રમમાં પણ ભાગ લીધો, જ્યાં તેઓ 35,000 લોકો સાથે યોગનો અભ્યાસ કરી રહ્યા છે. પ્રાણાયામથી લઈને ધ્યાન સુધીની પ્રવૃત્તિઓ દ્વારા, તેઓ સ્વસ્થ વિશ્વનો સંદેશ આપશે. દર વર્ષે યોગ દિવસે, પીએમ મોદી પોતે યોગ કરવા માટે જનતા સાથે જોડાય છે.