દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ભારતના 13 ઓવરમાં 100 રન પૂરા, ક્લીન સ્વીપની દિશામાં
ચેન્નઈમાં અફઘાનિસ્તાને સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 219 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતે ખૂબ સારી શરૂઆત કરી છે અને પહેલી 14 ઓવરમાં 113 રન પૂરા કરી લીધા હતા. યશસ્વી જયસ્વાલ (57 નૉટઆઉટ, 44 બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને રોહિત શર્મા (44 નૉટઆઉટ, 43 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની જોડી ભારતના સંભવિત વિજય માટે મજબૂત પાયો નાખી રહ્યા હતા. ભારતે 2-0ના માર્જિનથી ટ્રોફી પર કબજો કરી લીધો છે અને હવે ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાનનો વાઇટવૉશ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

પાંચમી વિકેટ પ્રિન્સની, એમાંયે ક્રિષ્ના કનેક્શન
ચેન્નઈની છેલ્લી વન-ડેમાં ભારતે અફઘાનિસ્તાનની 141 રનમાં જે પાંચ વિકેટ લીધી એમાંથી ક્રિષ્નાએ ચાર અને એક પ્રિન્સ યાદવે એક વિકેટ છે. જોકે અઝમતુલ્લા ઓમરઝાઈ (50 રન)ની જે પાંચમી વિકેટ પડી એમાં તેનો કૅચ ક્રિષ્નાએ ઝીલ્યો હતો. ડીપ ફાઇન લેગમાં ક્રિષ્નાએ નીચો કૅચ મહા મહેનતે ઝીલ્યો હતો. એ સાથે, ઓમરઝાઇની કૅપ્ટન શાહિદી (68 નૉટઆઉટ) વચ્ચેની 105 રનની ભાગીદારી તૂટી હતી. 32મી ઓવરને અંતે પ્રવાસી ટીમનો સ્કોર 5/159 હતો. ભારત સિરીઝ 2-0થી જીતી ચૂક્યું છે.
ક્રિષ્નાનો કરિશ્મા: માત્ર છ રનમાં અફઘાનિસ્તાનની ચારેય વિકેટ લીધી
ચેન્નઈમાં પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના તરખાટ મચાવી રહ્યો છે. ભારત સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં અફઘાનિસ્તાને બૅટિંગ લીધા પછી 36 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ ચારેય વિકેટ ક્રિષ્નાએ ફક્ત છ રનના ખર્ચે મેળવી હતી. ક્રિષ્નાએ ચારેય બૅટ્સમેનને કૅચઆઉટ કરાવ્યા હતા. 18મી ઓવરને અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 4/89 હતો.

રાજકોટમાં કરોડોની સનસનાટીભરી લૂંટ
રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં રૂ. 2.47 કરોડ રોકડા અને 5થી 7 તોલા સોનાની લૂંટ કરતાં ચકચાર મચી ગઈ હતી. રાત્રિના આશરે 1 વાગ્યે 5થી 7 જેટલા બુકાનીધારીએ ત્રાટકીને 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો હતો. ભોગ બનનાર ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000નો હપ્તો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરશે. આ અવસરે વડા પ્રધાન દેશભરના કરોડો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી વિશેષ સંબોધન કરશે. 23માં હપ્તા હેઠળ વડા પ્રધાનના હસ્તે સમગ્ર દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 18,880 કરોડથી વધુની સહાયનું સીધું વિતરણ કરવામાં આવશે.