Tue Jul 21 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:20 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-20 08:35:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-20 22:18:24

રામ મંદિરમાં દાન ચોરી બાદ નવા ગણતરી પ્રભારીની નિમણૂક, બે શિફ્ટમાં ગણતરી શરૂ

અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બાદ નવા ગણતરી પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં હવે દાનની ગણતરી બે શિફ્ટમાં શરૂ કરવામાં આવી છે.

2026-07-20 21:31:25

સિક્કિમના નામચીમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 12 કામદારો ફસાયા

સિક્કિમના નામચી જિલ્લામાં એક  મોટી દુર્ઘટના ઘટી છે. ભૂસ્ખલનને કારણે, નિર્માણાધીન સમરદુંગ રોડ ટનલનો પ્રવેશદ્વાર કાટમાળથી બંધ થઈ ગયો હતો. જેમાં 12 કામદારો અંદર ફસાઈ ગયા હતા. ટનલની અંદર કુદરતી ગેસના શંકાસ્પદ લીકેજને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

2026-07-20 20:23:08

એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના 59મા વડાપ્રધાન બન્યા

એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના 59મા વડાપ્રધાન બન્યા છે. તેમણે  કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત બાદ પદભાર સંભાળ્યો છે. તેમને ગત અઠવાડિયાએ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

2026-07-20 20:19:56

મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો

ઈરાકમાં એક અમેરિકન સૈનિકના મોત બાદ અમેરિકાએ ઈરાન પર જવાબી અને શક્તિશાળી હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઈરાનના અંડરગ્રાઉન્ડ મિસાઈલ બેઝ, એર ડિફેન્સ સિસ્ટમ અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીન પર પણ હુમલા કર્યા છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ છે.

2026-07-20 17:59:06

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની જાહેરાત,બંગાળી ભાષા ફરજિયાત

પશ્ચિમ બંગાળમાં હવે બંગાળી ભાષા ફરજિયાત બનશે. આ અંગે  મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ સરકારી વિભાગોમાં માતૃભાષા બંગાળીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.

2026-07-20 16:52:48

કચ્છના સિરક્રિકમાંથી બીએસએફે બિનવારસી પાકિસ્તાની  બોટ ઝડપી

કચ્છ સરહદે લખપત નજીકના દુર્ગમ સિરક્રીક વિસ્તારમાંથી વધુ એક બિનવારસી  પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ સરહદી સલામતી દળના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન સિરક્રીક ખાતેથી આ પાકિસ્તાની માછીમારી બોટને જપ્ત કરી હતી

2026-07-20 15:50:02

સંસદના ચોમાસું સત્રમાં છ મહત્વના બિલ રજૂ થશે, બે બિલ પર વિવાદની શકયતા

દિલ્હીમાં આજથી શરૂ થયેલા સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર છ મહત્વના બિલ રજૂ કરશે. આ ઉપરાંત જો ડિલીમીટેશન બિલ રજૂ કરવામાં આવશે તો હંગામો ચોક્કસ થશે. જોકે, આ ઉપરાંત અન્ય છ બિલોથી બે બિલ પર વિવાદ થવાની શક્યતા છે.

2026-07-20 15:19:08

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના હંગામા વચ્ચે યુસીસી બિલ રજૂ

મધ્ય પ્રદેશના વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે વિધાનસભામાં યુસીસી બિલ 2026 વિધાનસભામાં રજૂ કર્યું છે. સરકારે તેને ઐતિહાસિક પગલું ગણાવી રહી છે જ્યારે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે.

2026-07-20 12:32:12

CJP પ્રવક્તા જેપી નડ્ડાને મળવા જશે, સૌરવ દાસે કરી પોસ્ટ

નવી દિલ્હીઃ જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા સીજેપીએ ‘ચલો સંસદ’ માર્ચનું એલાન કર્યું હતું. પરંતુ તેની વચ્ચે સીજેપી પ્રવક્તા સૌરભ દાસે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, તે આશુતોષ રાંકા સાથે સીજેપી તરફથી જેપી નડ્ડાને મળવા માટે જઈ રહ્યાં છે. સરકાર દ્વારા વાતચીત માટે સંપર્ક કર્યો હોવાનો સીજેપી પ્રવક્તા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 
 

#IMPORTANT: It’s 11:52 AM. Ashutosh Ranka and I, on behalf of the Cockroach Janta Party, are on our way to meet J.P. Nadda. The government had reached out for talks in the morning. Our demands are clear. The youth has gathered in huge numbers.

We shall win!

— Saurav Das (@SauravDassss) July 20, 2026
2026-07-20 12:16:48

વિપક્ષના હોબાળા વચ્ચે સદનની કાર્યવાહી 12:30 વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં હોબાળો શરૂ થઈ ગયો છે. વિપક્ષે બંને ગૃહોમાં હંગામો મચાવ્યો, જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. પહેલા 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત રકવામાં આવી હતી. તે પછી પણ હોબાળો યથાવત રહેસા ફરી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

 

2026-07-20 11:32:42

લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષી દળોએ રામ મંદિર ચોરી મામલે હોબાળો કર્યો હતો. પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. હંગામો થતા સ્પીકર ઓમ બિરલાએ શાંતિ રાખવા માટે અને સદનના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો હતો. વિપક્ષ દ્વારા શાંતિ રાખવામાં ના આવતા સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

2026-07-20 10:31:31

ચોમાસુ સત્રની શરૂઆતમાં પીએમ મોદીએ આપ્યું ભાષણ

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોમાસુ સત્ર માટે સંસદ ભવનમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ સંસદની બહાર ભાષણ આપ્યું. જેમાં તેમણે આ સત્ર ભારતની વિકાસ યાત્રાને મજબૂત બનાવતી ઉત્પાદક ચર્ચાઓનું સાક્ષી બને તેવી શુભેચ્છાઓ આપી છે.

2026-07-20 10:21:28

રાજ્યમાં 2 કલાકમાં 44 તાલુકામાં વરસાદ

સ્ટટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, રાજ્યમાં આજે સવારે 8 થી 10ના સમયગાળા દરમિયાન 44 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ, સુરતના મહુવામાં 1.38 ઇંચ, નવસારીના ચીખલીમાં 1.34 ઇંચ વરસાદ પડ્યો હતો. 41 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

2026-07-20 08:35:58

ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ચાર તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ ખાબક્યો છે.