દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
ફ્રાન્સમાં એવિયનમાં આયોજિત G-7 સમિટમાં પી એમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. જ્યારે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ભારત મહત્વપૂર્ણ છે. અમેરિકા દરેક રીતે ભારતની જોડે છે. જો ભારત પર હુમલો થશે તો પણ અમેરિકા તેની સાથે છે.
ફ્રાન્સમાં એવિયનમાં આયોજિત G-7 સમિટમાં પી એમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. જ્યારે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ભારત મહત્વપૂર્ણ છે. અમેરિકા દરેક રીતે ભારતની જોડે છે. જો ભારત પર હુમલો થશે તો પણ અમેરિકા તેની સાથે છે.
લખનઊમાં બુધવારે શુભમન ગિલના સુકાનમાં ભારતે અફઘાનિસ્તાનને બીજી મૅચમાં 170 રનના માર્જિનથી હરાવીને વન-ડે સિરીઝની ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે 402 રન બનાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ 44.3 ઓવરમાં માત્ર 232 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. રહમત શાહના 79 રન ટીમમાં હાઇએસ્ટ હતા. ભારતના મુખ્ય પાંચ બોલરમાં માત્ર કુલદીપ યાદવને બાદ કરતા બાકીના ચારેય બોલરને એક કે એકથી વધુ વિકેટ મળી હતી અને એમાં અર્શદીપ સિંહ અને ગુર્નૂર બ્રાર ત્રણ-ત્રણ વિકેટ સાથે સૌથી સફળ હતા. પ્રિન્સ યાદવને બે અને વૉશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી હતી.
લીડ્સમાં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ઑરેન્જ કલરના ડ્રેસમાં સજ્જ નેધરલૅન્ડ્સ સામે ભારતીય મહિલા ટીમે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 209 રન બનાવ્યા હતા જેમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (74 રન, 47 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) અને શેફાલી વર્મા (પંચાવન રન, 38 બૉલ, દસ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. તેમની વચ્ચે 115 રનની ભાગીદારી થઈ હતી. રિચા ઘોષ 20 રન બનાવીને અણનમ રહી હતી. બેબેટ દ લીડ નેધરલૅન્ડ્સની કૅપ્ટન છે.

લખનઊમાં શુભમન ગિલના સુકાનમાં ભારતે 403 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 30મી ઓવરને અંતે ચાર વિકેટના ભોગે 170 રન હતો. બીજી જ વન-ડે રમી રહેલા ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રારે અફઘાનિસ્તાનની બે મહત્ત્વની વિકેટ લીધી હતી. પહેલાં તેણે ઓપનર રહમનુલ્લા ગુરબાઝ (41 રન)ને કેએલ રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો અને ત્યાર બાદ બ્રારે કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (ચાર રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. એક-એક વિકેટ અર્શદીપ સિંહ અને વૉશિંગ્ટન સુંદરે લીધી હતી. ભારત ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી આગળ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે G-7 સમિટમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમણે પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી ખૂબ શાંત, સંયમિત અને પ્રભાવશાળી નેતા છે. પરંતુ હું તેમના જેવો નથી.
દમ્બુલાની વન-ડે ટ્રાયેન્ગ્યુલરમાં તિલક વર્માના સુકાનમાં ઇન્ડિયા-એની ટીમે અફઘાનિસ્તાન-એને 101 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇન્ડિયા-એના 9/319ના સ્કોર સામે અફઘાનિસ્તાન-એ ટીમ 218 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. લેફ્ટ-આર્મ સ્પિનર નિશાંત સિંધુએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. એક તબકકે અફઘાની ટીમ ભારત સામે ખતરો બની હતી, પરંતુ ભારતના સહિયારા બોલિંગ આક્રમણ સામે તેમણે છેવટે ઝૂકવું પડ્યું હતું. તમામ છ ભારતીય બોલરે વિકેટ લીધી હતી. યશ ઠાકુરે બે તેમ જ વિપ્રજ નિગમ, અનુકૂલ રૉય, અંશુલ કંબોજ અને સૂર્યાંશ શેડગેએ એક-એક વિકેટ મેળવી હતી. એ પહેલાં, ઇન્ડિયા-એ ટીમે 9/319ના સ્કોર સાથે અફઘાનની ટીમને 320 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. અફઘાની ટીમના ટૉપ-સ્કોરર બાહિર શાહ (57 રન)ની વિકેટ વિપ્રજ નિગમે મેળવી હતી.
લખનઊમાં ભારતે અફઘાનિસ્તાન સામે સિરીઝની બીજી વન-ડેમાં 402 રન કર્યા છે. 50મી ઓવરના પાંચમા બૉલમાં ભારતે 10મી વિકેટ ગુમાવી હતી. 403 રનના તોતિંગ લક્ષ્યાંક સાથે શ્રેણી-વિજયની તૈયારી અત્યારથી જ કરી લીધી છે. કૅપ્ટન ગિલ (154 રન, 110 બૉલ, બે સિક્સર, બાવીસ ફોર) અને ઇશાન કિશન (125 રન, 79 બૉલ, સાત સિક્સર, 14 ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 224 રનની તોતિંગ ભાગીદારી પ્રવાસી ટીમને ભારે પડી રહી છે. જોકે બન્નેની આ પાર્ટનરશિપ બાદ શ્રેયસ ઐયર (26 રન) સસ્તામાં આઉટ થઈ ગયો હતો અને કેએલ રાહુલ (0) તેના પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. કિશને સદી પૂરી કર્યા બાદ રનમશીનને વેગ આપ્યો હતો જેનો આડકતરો ફાયદો એ થયો કે ભારતનો સ્કોર છેવટે 400-પાર પહોંચી ગયો હતો.

દમ્બુલામાં વન-ડે ટ્રાયેન્ગ્યુલરમાં ઇન્ડિયા-એના 9/319ના સ્કોર બાદ અફઘાનિસ્તાન-એ ટીમે 173 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી અને વિજય ભારતીય ટીમથી હવે બહુ દૂર નથી. ઇન્ડિયા-એના પાંચ બોલરે એક-એક વિકેટ લીધી હતી. યશ ઠાકુર, અંશુલ કંબોજ, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ અને અનુકૂલ રૉય, પાંચેય બોલરે એક-એક વિકેટ મેળવી હતી. અફઘાની ટીમના ટૉપ-સ્કોરર બાહિર શાહ (57 રન)ની વિકેટ વિપ્રજ નિગમે મેળવી હતી. અફઘાનિસ્તાનની ટીમે 123 બૉલમાં 142 રન કરવાના બાકી હતી, પણ તેમની માત્ર પાંચ વિકેટ બાકી રહી હતી.
દેશમાં મિડલ ઈસ્ટ યુદ્ધ બાદ હવાઈ મુસાફરી મોંધી બની છે. ત્યારે હવે એર ઈન્ડિયા એ હવાઇ મુસાફરીને વાજબી બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. જેમાં કંપની હવે નવો બેઝિક ફેર' વિકલ્પ શરૂ કર્યો છે, જે મુસાફરોને તેમની ચોક્કસ જરૂરિયાતો અને બજેટના આધારે ટિકિટ પસંદ કરવાની વિકલ્પ આપે છે.
પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના રાજકારણ બદલાતા રાજકીય સમીકરણો પાછળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દોરી સંચાર હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીના 20 સાંસદો અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના(યુબીટી) ના 6 સાંસદો એ પક્ષ છોડ્યો છે.
શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય નેશન એ સીરિઝમાં આજે ઈન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. આઈપીએલ સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી સારી શરૂઆત બાદ ફરી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો. સૂર્યવંશી 28 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રન બનાવી આઉટ થયો હતો. 14 ઓવરના અંતે ઈન્ડિયા એ નો સ્કોર 1 વિકેટના નુકસાન પર 113 રન છે.
સપ્તાની શરૂઆતથી જ શેર બજારમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી છે. સેન્સેક્સ ગઇકાલના બંધથી 271 પોઇન્ટ વધી 77000ની ઉપર ખુલ્યો છે. તો નિફ્ટી 55 પોઇન્ટના વધારા સાથે 24,044ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટી મંગળવારના સેશનમાં 23,989.15ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટમાં ડિક્સોન, ટ્રેન્ટ, વિપ્રોમાં શરૂઆતી તેજી જોવા મળી છે.
વડોદરામાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસને વડોદરા નજીક અકસ્માત નડ્યો છે. બસના ચાલકે આગળ જઈ રહેલી ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 26થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે.