દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો મોટો ચુકાદો, ધાર ભોજશાળાને મંદિર માન્યું
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ધાર ભોજશાળા મંદિર-કમલ મૌલા મસ્જિદ વિવાદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં હિન્દુ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી છે. કોર્ટે જૈન સમુદાય અને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે.
કોઈ ઉદ્ઘાટન વિના આવતીકાલથી ૩૦૦ નવી બસો સેવામાં મુકાશે
ગુજરાત સરકારે પ્રજાલક્ષી અભિગમ અપનાવતા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, કોઈ પણ પ્રકારના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ કે લોકાર્પણ વિધિ વિના જ આવતીકાલથી 300 નવી બસોને સીધી જ જનતાની સેવામાં મૂકી દેવામાં આવશે.
જીતુભાઈ વાઘાણીએ અમેરિકાનો પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કર્યો
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને રાષ્ટ્રહિતમાં એક વર્ષ સુધી ઈંધણ બચાવવા, વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કેટલીક અપીલ કરી હતી. ગુજરાતના કૃષિ અને સહકાર પ્રધાન જીતુ વાઘાણીએ વડા પ્રધાનની આ અપીલ બાદ દેશહિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચાલુ માસના છેલ્લા અઠવાડિયામાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય, ન્યૂયોર્ક ખાતે આયોજિત ‘ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન કોઓપરેટિવ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ'માં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા. વડા પ્રધાનના એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ન કરવાના આહવાનને પ્રાધાન્ય આપીને પ્રધાને સ્વૈચ્છિક રીતે આ પ્રવાસ રદ કર્યો હતો.
ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂઃ કોંગ્રેસના સરકાર સામે પ્રહાર
કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની 'વસૂલાત' શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે.
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 15 સૈનિકના મોત
પાકિસ્તાનના બાજોરમાં સેનાના એક કેમ્પ પર આત્મઘાતી હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા 15 સૈનિકોનો મોત થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક અઠવાડિયામાં આ બીજો આત્મઘાતી હુમલો છે.
દૂધ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 3નો વધારો
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા જંગની અસર હવે સીધી રીતે ભારત પર પડતી જોવા મળી રહી છે. વહેલી સવારે ભારતીયોને મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ-ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના સંકેત મળ્યા હતા.