દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગોધરામાં મકાન તોડતી વખતે દીવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના કરૂણ મોત
ગોધરા શહેરના ચીઠિયાવાડ વિસ્તારમાં આજે એક જૂના મકાનને તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનની એક દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્યાં હાજર પિતા અને તેમના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બંગાળની તમામ શાળાઓમાં વંદે માતરમ્ ફરજીયાત કરાશે
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શાળાઓને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે પશ્ચિમ બંગાળની તમામ શાળાઓમાં 'વંદે માતરમ્' ગાન ફરજીયાત કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે.
ચોટીલા-રાજકોટ હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 4 મુસાફરો જીવતા સળગ્યા
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર 4 મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા અને તેઓ જીવતા સળગી ગયા હતા.
ઈઝરાયલ સાથે મળીને કાવતરું ઘડનારાઓએ પરિણામ ભોગવવા પડશે: ઈરાન
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી દ્વારા ઈઝરાયલ સાથે કોઈપણ પ્રકારના ગુપ્ત ગઠબંધન સામે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. આ નિવેદન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના એ દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે UAEની ગુપ્ત મુલાકાત વિશે વાત કરી હતી. ઈરાને જણાવ્યું કે ઈઝરાયલ સાથે મળીને કાવતરું ઘડનારાઓએ તેના પરિણામ ભોગવવા પડશે.