દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રાજસ્થાન રૉયલ્સના મૅનેજરે આઇપીએલના પ્રૉટોકૉલનો ભંગ કર્યો
નવી દિલ્હીથી મળતા પીટીઆઇના અહેવાલ મુજબ રાજસ્થાન રૉયલ્સના ટીમ મૅનેજર રોમી ભિન્દરે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ સામેની મૅચ દરમ્યાન ટીમના ડગઆઉટમાં મોબાઇલનો ઉપયોગ કરીને આઇપીએલના પ્રૉટોકૉલનો ભંગ કર્યો છે. ટીવી કૅમેરામેને તેમને આ રીતે નિયમનો ભંગ કરતા પકડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીસીસીઆઇ આ કિસ્સામાં તપાસ કરશે. સૌથી પહેલાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂન્સરે ઇન્સ્ટાગ્રામ પર આ બનાવના ફૂટેજ શૅર કર્યા હતા.
અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો પ્રયાસ શરૂ થવાના સંકેત
મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઇરાનની શાંતિ મંત્રણા નિષ્ફળ ગઇ છે. જેની બાદ શાંતિ મંત્રણાનો બીજો પ્રયાસ શરૂ થવાના સંકેત મળ્યા છે. આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવામાં રશિયાની ભૂમિકા ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી.
બેંગ્લૂરુના 4/240 રન, બુમરાહ ચોથી વખત પણ વિકેટ વિનાનો
વાનખેડેમાં મુંબઈ સામે બેંગ્લૂરુએ પ્રથમ બૅટિંગ મળ્યાનો લાભ લઈને 20 ઓવરમાં ચાર વિકેટે 240 રન કરીને યજમાન ટીમને 241 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો. ફિલ સૉલ્ટ (78 રન, 36 બૉલ, છ સિક્સર, છ ફોર) અને વિરાટ કોહલી (50 રન, 38 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે 120 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. સોલ્ટની વિકેટ બાદ વિરાટે કેપ્ટન પાટીદાર (53 રન, 20 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) સાથે 65 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટે મુંબઈ સામે 1,000 રન પૂરા કર્યાં હતા. બુમરાહ આ વખતની આઈપીએલમાં ચારેય મૅચમાં વિકેટ નથી લઈ શક્યો. ટિમ ડેવિડ (34 અણનમ, 16 બૉલ, ત્રણ સિક્સર)એ 212ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા હતા. તેની સાથે જિતેશ શર્મા (10 રન) અણનમ રહ્યો હતો.

ધીમું રમતા વિરાટને ‘પાછા આવી જવા' સંકેત મળ્યો હતો?
વાનખેડેમાં મુંબઈ સામે વિરાટ કોહલીએ 131.57ના સ્ટ્રાઇક રેટથી 37 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા. તેની સામે કેપ્ટન રજત પાટીદારે 300-પ્લસના રેટથી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. વિરાટ ફિફટીની નજીક હતો ત્યારે ડગઆઉટમાંથી બેંગ્લૂરુના બૅટિંગ કોચ દિનેશ કાર્તિકે વિરાટને કઈંક ઈશારો કર્યો હતો. બની શકે, તેને ઝડપથી રન બનાવવાનો ઈશારો કરાયો હશે. વિરાટ 50 રન પૂરા કર્યા બાદ હાર્દિકના બૉલમાં સૂર્યકુમારના હાથમાં કૅચઆઉટ થયો હતો અને તેની ધીમી ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

બેંગ્લૂરુના 1/150 રન, 250-પ્લસ કરશે?
વાનખેડેમાં મુંબઈ સામે બેંગ્લૂરુએ પ્રથમ બૅટિંગ મળતાં જ ખૂબ ફાયદો ઉઠાવ્યો અને ફટકાબાજી શરૂ કરી દીધી હતી. ફિલ સૉલ્ટ (78 રન, 36 બૉલ, છ સિક્સર, છ ફોર) અને વિરાટ કોહલી (39 નોટઆઉટ, 30 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની જોડીએ પચીસ બૉલમાં પહેલા 50 રન અને બાવન બૉલમાં 100 રન પૂરા કર્યાં હતા. 10 ઓવરમાં બેંગ્લૂરુના વિના વિકેટે 115 રન હતા. વિરાટે મુંબઈ સામે 1,000 રન પૂરા કર્યાં હતા. 120 રનના કુલ સ્કોર પર શાર્દુલના બૉલમાં સૉલ્ટ હાર્દિકના હાથમાં કૅચઆઉટ થયો હતો. બેંગ્લૂરુ 225-પ્લસ રન કરશે તો નવાઈ નહીં લાગે. 12. 1 ઓવરમાં સ્કોર 1/150 હતો. વિરાટ સાથે પાટીદાર (ચાર સિક્સર, એક ફોર સાથે 27 રન) દાવમાં હતો.
બેંગ્લૂરુના 1/137 રન, 225-પ્લસ કરશે?
વાનખેડેમાં મુંબઈ સામે બેંગ્લૂરુએ પ્રથમ બૅટિંગ મળતાં જ ખૂબ ફાયદો ઉઠાવ્યો અને ફટકાબાજી શરૂ કરી દીધી હતી. ફિલ સૉલ્ટ (78 રન, 36 બૉલ, છ સિક્સર, છ ફોર) અને વિરાટ કોહલી (39 નોટઆઉટ, 30 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની જોડીએ પચીસ બૉલમાં પહેલા 50 રન અને બાવન બૉલમાં 100 રન પૂરા કર્યાં હતા. 10 ઓવરમાં બેંગ્લૂરુના વિના વિકેટે 115 રન હતા. વિરાટે મુંબઈ સામે 1,000 રન પૂરા કર્યાં હતા. 120 રનના કુલ સ્કોર પર શાર્દુલના બૉલમાં સૉલ્ટ હાર્દિકના હાથમાં કૅચઆઉટ થયો હતો. બેંગ્લૂરુ 225-પ્લસ રન કરશે તો નવાઈ નહીં લાગે. 12. 1 ઓવરમાં સ્કોર 1/150 હતો. વિરાટ સાથે પાટીદાર (ચાર સિક્સર, એક ફોર સાથે 27 રન) દાવમાં હતો.
અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ભારતની મુશ્કેલી વધવાની શક્યતા
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાની સાથે જ ભારતની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફી ભરીને પસાર થતાં જહાજની નાકાબંધીની જાહેરાત કરી છે. જેના લીધે જો ઈરાન મિત્રતાના નાતે પણ ભારતીય જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેશે તો આ જહાજને યુએસ નેવી અટકાવી શકે છે.
ઉમા ભારતીએ સ્ફોટક નિવેદન આપ્યું, કહ્યું પાકિસ્તાન વિનાશક
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ પાકિસ્તાન અંગે એક નિવેદન આપ્યું છે. જેમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની મંત્રણા નિષ્ફળ જવા પર પ્રતિક્રિયા આપતા ઉમા ભારતીએ ટિપ્પણી કરી હતી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં પાકિસ્તાન જેમાં હાથ નાખે છે તે નાશ પામે છે. તે વિનાશક છે.
મુંબઈએ વાનખેડેમાં બેંગ્લૂરુ સામે ફીલ્ડિંગ લીધી
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે અને બેંગ્લૂરુને પહેલા બૅટિંગ કરવાની તક મળી છે. હાર્દિકના મતે વાનખેડેની પિચ પર હંમેશાં પછીથી બૅટિંગ કરવામાં (ટાર્ગેટ ચેઝ કરવામાં) વધુ ફાયદો થાય છે. મુંબઈની ટીમમાં ગઝનફર અને દીપક ચાહરના સ્થાને મિચલ સૅન્ટનર અને માર્કેન્ડેને ઇલેવનમાં સમાવાયા છે. બેંગ્લૂરુની ટીમમાં હૅઝલવૂડના સ્થાને ડફીને ટીમમાં સામેલ કરાયો હોવાનું કૅપ્ટન રજત પાટીદારે જણાવ્યું હતું.
ઇરાન અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધની શકયતા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા અમેરિકા સૈન્ય તૈનાત કરશે
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ નિવડી છે. જેની બાદ ઈરાનને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઈરાનને ચેતવણી આપી છે. તેમજ તેની માટે અમેરિકન લશ્કરી દળોને તૈનાત કરવાની પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળના માલદા ન્યાયિક અધિકારી ઘેરાવ કેસમાં એનઆઇએ પ્રથમ ધરપકડ કરી
પશ્ચિમ બંગાળમાં માલદામાં ન્યાયિક અધિકારીઓના ઘેરાવ કરવાના કેસમાં એનઆઇએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ એનઆઇએ પ્રથમ ધરપકડ કરી છે. એનઆઇએ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ના પંચાયત સભ્ય ગોલામ રબ્બાનીની ધરપકડ કરી છે
લખનઊએ 164 રનમાં આઠ વિકેટ ગુમાવી, એમાંથી ચાર વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી
લખનઊમાં ગુજરાત ટાઇટન્સે બૅટિંગ આપ્યા બાદ લખનઊ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 164 રન કર્યા જેમાંથી ચાર વિકેટ ગુજરાતના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી હતી. ભારતીય ટીમમાં કમબૅક કરવાના હેતુથી આ વખતની આઇપીએલમાં તનતોડ મહેનત કરી રહેલા ક્રિષ્નાએ કુલ 10 વિકેટ લીધી છે અને આ ઇનિંગ્સને અંતે તમામ બોલર્સમાં મોખરે હતો. માર્કરમ 30 રને વિકેટ ગુમાવી બેઠો ત્યાર બાદ લખનઊના સાત બૅટ્સમેનના ડબલ ડિજિટમાં રન હતા, પણ એકેય પ્લેયર 20 રન પણ નહોતો કરી શક્યો. પાછલી મૅચનો સુપરસ્ટાર અને મૅચ-ફિનિશર મુકુલ ચૌધરી (18 રન, 14 બૉલ, એક સિક્સર, એક ફોર) ક્રિષ્નાનો શિકાર થયો હતો. ક્રિષ્નાએ તેને વિકેટકીપર બટલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ફાસ્ટ બોલર અશોક શર્માએ બે તેમ જ સિરાજ-રબાડાએ એક-એક વિકેટ લીધી હતી.

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા નિષ્ફળ, ઇરાને કહ્યું અમને અમેરિકા પર વિશ્વાસ નહિ
મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાનમાં બે દેશોના પ્રતિનિધીઓ વચ્ચે 21 કલાક સુધી શાંતિ મંત્રણા યોજાઇ હતી. જોકે તે અંતે નિષ્ફળ નિવડી હતી. ત્યારે ઇરાને આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમજ આ અંગે ઝિમ્બાબ્વેમાં ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ પહોંચતા પહેલા અમે કહ્યું હતું કે અમને અમેરિકા પર વિશ્વાસ નથી.
લખનઊએ માર્શની પ્રથમ વિકેટ બાદ 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી
ગુજરાત ટાઇટન્સ સામે લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. 14મા રને લખનઊએ મિચલ માર્શની પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ 45મા રન સુધી એઇડન માર્કરમ અને રિષભ પંતની જોડીએ બાજી સંભાળી રાખી હતી, પણ 45મા રને ધબડકો શરૂ થયો હતો. એ સ્કોર પર રિષભ પંત, 69મા રને માર્કરમ અને 74મા રને આયુષ બદોનીએ વિકેટ ગુમાવી હતી. 29 રનમાં ત્રણ વિકેટ પડી હતી. કુલ ચારમાંથી બે વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ અને એક-એક વિકેટ મોહમ્મદ સિરાજ તથા કૅગિસો રબાડાએ લીધી હતી. 12મી ઓવરને અંતે લખનઊનો સ્કોર 4/87 હતો.
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું નિધન, સંગીત જગતમાં છવાયો શોક
મુંબઈઃ ભારતીય સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ ગાયિકા Asha Bhosleનું નિધન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા છે તેવી જાણકારી તેમના પુત્ર આનંદ ભોંસલે દ્વારા પણ આપવામાં આવી છે. આશા ભોંસલેનું નિધન થતા સંગીત જગતમાં શોક છવાયો છે.
બિહારના કટિહારમાં અકસ્માત, મૃત્યુઆંક વધીને 13 થયો
કટિહારઃ બિહારના કટિહારના કોરહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરાબારી નજીક બસ અને પિકઅપ વાન વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં મૃત્યુઆંક વધીને 13 થયો છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મૃતકોના આશ્રિતો માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ વચ્ચે ચૂંટણી પંચે પોલીસ વહીવટના ઉચ્ચ સ્તરે ફેરબદલનો આદેશ આપ્યો છે. કોલકાતા પોલીસ અને પશ્ચિમ બંગાળ રાજ્ય પોલીસના 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કોલકાતા પોલીસમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને મુખ્ય હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ટ્રાન્સફર કરાયેલા 12 પોલીસ અધિકારીઓમાં સોમા દાસ મિત્રાનો સમાવેશ થાય છે.