દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પીએમ મોદીની અપીલ બાદ સરકારે કહ્યું ઈંધણનો જથ્થો પૂરતો
મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સરળતાથી પરિવહનની અનિશ્ચચતા વચ્ચે દેશમાં પણ ઇંધણની સપ્લાય ચેનને અસર થઇ છે. જેના પગલે પીએમ મોદીએ રવિવારે નાગરિકોને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવા અપીલ કરી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણનો જથ્થો પૂરતો છે.
હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છુંઃ PM
પીએમ મોદીએ જય સોમનાથના નારા સાથે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે: 'જય સોમનાથ!' દાદા સોમનાથના ભક્ત તરીકે, મેં આ સ્થાનની અસંખ્ય વખત મુલાકાત લીધી છે અને આદરપૂર્વક મારું માથું નમાવ્યું છે. જોકે, આજે, સમયની આ યાત્રાએ ખરેખર આનંદદાયક લાગણી જગાવી. થોડા મહિના પહેલાં જ, અમે સોમનાથ 'સ્વાભિમાન પર્વ' ઉજવી રહ્યા હતા. આજે ફક્ત 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું.
પીએમ મોદીનો 2 કિમી લાંબો રોડ શો પૂર્ણ, મંદિરમાં પહોંચ્યાં
સોમનાથઃ સોમનાથમાં પીએમ નરેન્દ્ર મોદીએ 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કરીને સોમનાથ મંદિરમાં પહોંચ્યા છે. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો, અને દેવાધિદેવની વિષેશ પૂજામાં ભાગ લીધો છે. રોડ શો દરમિયાન પીએમ મોદી સાથે જીપમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધા હર્ષ સંઘવી જોવા મળ્યાં હતાં.

PM મોદી આજે વડોદરામાં કરશે રોડ શો
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે ગીર સોમનાથ જશે. જ્યાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને સભાને સંબોધશે. ત્યાર બાદ સાંજે સાડા પાંચ વાગ્યે વડોદરા આવશે. વડોદરા એરપોર્ટથી સીધા સરદાર ધામ પહોંચશે. જ્યાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે. સરદાર ધામ ખાતે નરેન્દ્ર મોદી સભાને સંબોધીત કરશે.ત્યાર બાદ હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો કરશે.

