Tue Jul 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 01 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-01 08:28:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-01 22:19:40

ઇઝરાયલના લેબનોન પર હુમલા બાદ ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી

ઇઝરાયલના લેબનોન પર હુમલા બાદ ઈરાને આકરી ચેતવણી આપી છે. તેમજ અમેરિકા સાથેની વાટાઘાટો અટકાવી દીધી છે. ઇરાને આને યુદ્ધવિરામનો ભંગ ગણાવીને લેબનોન પર હુમલા બંધ કરવાની માંગ કરી છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંડેબ જળમાર્ગોને બંધ કરવાની ચીમકી પણ આપી છે.

2026-06-01 21:56:10

ખેડૂતો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટેના ડુંગળીના ખરીદ ભાવમાં વધારો કર્યો

કેન્દ્ર સરકારે ખેડૂત હિત માટે નિર્ણય કર્યો છે. જેમાં સરકારે વર્તમાન સ્થિતિને  ધ્યાનમાં રાખીને, તેના બફર સ્ટોક કાર્યક્રમ હેઠળ ડુંગળીના ખરીદ ભાવમાં 24.4 ટકાનો વધારો કરીને પ્રતિ કિલો રૂ. 15.80 કર્યો છે.આ માહિતી ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિક સચિવ અનુપમ મિશ્રાએ આપી છે.

2026-06-01 21:18:56

કર્ણાટકના મુખ્યમંત્રી  ડી.કે. શિવકુમારના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી હાજર રહેશે

કર્ણાટકના નવા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર 3 જૂને શપથ લેવાના છે. બેંગલુરૂમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે. જેના પગલે હાલ  આ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.

2026-06-01 20:05:58

ભારત-યુએસ ટ્રેડ ડીલ લગભગ નક્કી

ભારત માટે વૈશ્વિક વેપારના પરિપ્રેક્ષ્યમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલનો ઇંતજારી ખતમ થઈ છે, જે લગભગ પૂરી થવાના આરે પહોંચી છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ ડીલનું 99 ટકા કામ પૂરું થયું છે, જે હવે અંતિમ તબક્કામાં છે.

2026-06-01 20:05:39

ભારતની નિકાસમાં વૃદ્ધિ

દેશના વેપાર ક્ષેત્રે એક મોટા અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. એપ્રિલ અને મે ૨૦૨૬ દરમિયાન ભારતની નિકાસમાં બે આંકડામાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.

2026-06-01 19:28:58

ICCએ કેનેડા ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ મૂક્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ સૌથી મોટો નિર્ણય લીધો છે, જેમાં અનેક વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલા કેનેડા ક્રિકેટ બોર્ડ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે, જે નિર્ણય અમદાવાદમાં લેવામાં આવ્યો હતો.

2026-06-01 19:28:40

ઇડીએ રૂપિયા 645 કરોડની IDFC બેંક છેતરપિંડી કેસમાં વિક્રમ વાઘવાની ધરપકડ કરી

ઇડીએ હરિયાણા, ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપિયા 645 કરોડની IDFC બેંક છેતરપિંડી કેસમાં વિક્રમ વાઘવાની ધરપકડ કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ કારોબારી વિક્રમ વાઘવાની ધરપકડ તપાસને આગળ વધારવા માટે કરવામાં આવી છે.

2026-06-01 18:32:01

પશ્ચિમ બંગાળમાં લક્ષ્મી ભંડાર' યોજનામાં ગેરરીતિની ફરિયાદ, એસઆઈટીની રચનાની જાહેરાત

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તા આવ્યા બાદ અનેક કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં હવે મહિલાઓ માટેની 'લક્ષ્મી ભંડાર' યોજનામાં 30 લાખ ખાતા ખોટા હોવાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. જેના પગલે સીએમ સુવેન્દુ અધિકારીએ તેની તપાસ માટે એસઆઈટી રચનાની જાહેરાત કરી છે.

2026-06-01 17:15:54

ACP વી.જી.પટેલને નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ડિસમીસ કરી દેવાયાં

વડોદરામાં જુગારના એક આરોપીને મદદ કરવાના ગંભીર આક્ષેપમાં ફસાયેલા રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી.જી.પટેલ વિરુદ્ધ રગૃહ વિભાગે એક મોટી કાર્યવાહી કરી હોવાની અહેવાલ છે.  ACP વી.જી.પટેલને નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી ડિસમીસ કરી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

2026-06-01 16:46:12

CBSE ઓએસએમ વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું

CBS ઓએસએમ (ઓન-સ્ક્રીન માર્કિંગ)વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસે તેમની પર અસમર્થતાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત  જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

2026-06-01 16:01:34

પશ્ચિમ બંગાળમાં ટીએમસી એકશનમાં, બે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. ટીએમસીના કાર્યકરો અને નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેમાં અનેક નેતાઓએ ટીએમસી છોડી છે તો બીજી તરફ ટીએમસી પણ એક્શનમાં આવી છે અને  બે ધારાસભ્યોને પક્ષ વિરોધી પ્રવુતિ બદલ હાંકી કાઢ્યા છે.

2026-06-01 15:20:30

NEET 2026 પુન: પરીક્ષા પેન- પેપર મોડમાં જ યોજવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

NEET 2026 પેપર લીક બાદ તેની પુન: પરીક્ષા 21 જૂનના રોજ યોજાનારી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ પરીક્ષા પેન-પેપર મોડમાં જ યોજવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે NEET 2026ની પુન: પરીક્ષા પરીક્ષા કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT)મોડમાં લેવાની અરજી નકારી  છે.

2026-06-01 15:17:10

હવાઈ મુસાફરી સસ્તી થશે


ઓઈલ કંપનીઓએ ફ્લાઈટ્સ માટે વપરાતા એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ઘટાડો કર્યો છે. જૂન મહિનાની સમીક્ષામાં આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે જેટ ફ્યુઅલમાં લગભગ 27 ટકાનો ઘટાડો કર્યો છે, જેનાથી હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે.

2026-06-01 14:54:59

વૈભવ માટે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના સંકેતો

આઈપીએલ 2026માં ઓરેન્જ કેપ જીતનારા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સિલેક્શનની માગ વચ્ચે બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ મહત્ત્વના સંકેત આપ્યા છે. ક્રિકેટ બોર્ડ શક્ય એટલા વૈભવને ક્રિકેટના સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો પ્રયાસ કરશે. બીસીસીઆઈના નિવેદનને કારણે વૈભવને ટીમમાં તક મળવાની અટકળોએ જોર પકડ્યું

2026-06-01 13:45:55

ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યો પ્રધાન

ભારતીય ટીમના પૂર્વ બોલર અશોક ડિંડાએ હવે રાજકારણમાં નવી ઇનિંગની શરૂઆત કરી છે. આજે પશ્ચિમ બંગાળમાં થયેલા પ્રધાન મંડળના વિસ્તરણમાં અશોક ડિંડાએ રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

2026-06-01 11:33:16

મલેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ

મલેશિયાએ એક નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકશે નહીં. આ નિયમ મલેશિયામાં 8 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ પડશે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને યુટ્યુબ જેવા મુખ્ય પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ કંપનીઓને હવે તેમના પ્લેટફોર્મ પર વય-ચકાસણી સિસ્ટમ લાગુ કરવાની જરૂર પડશે.

2026-06-01 11:23:10

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ કેબિનેટનું વિસ્તરણ


પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ કેબિનેટનું વિસ્તરણ, નબાન્નમાં 35 મંત્રીઓએ શપથ લીધા. રાજ્યપાલ આર.એન,રવિ તમામ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. 13 કેબિનેટ મંત્રી, 19 રાજ્યમંત્રી, 3ને સ્વતંત્ર પ્રભાર સોંપાયો. સ્વપ્નદાસ ગુપ્તા, અજય પોદ્દારે મંત્રી પદના શપથ લીધા.

2026-06-01 09:25:50

શેરબજારનું ગ્રીન ઝોનમાં ઓપનિંગ

ભારતીય શેર બજારમાં સપ્તાહની શરૂઆત લીલા નિશાન સાથે થઇ છે. નિફ્ટી 23,650ની ઉપર ખુલ્યો છે. તો સેન્સેક્સ 75,000ની ઉપર ખુલ્યો છે. ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસમાં શરુઆતી કારોબારમાં તેજી જોવા મળી. ગ્લોબલ માર્કેટ પર નજર કરીએ તો મોટાભાગના એશિયન બજારો વધારા સાથે કારોબાર કરતા જોવા મળ્યા.

2026-06-01 08:28:48

જાણીતી ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન

ભારતના જાણીતા અને પીઢ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સંગીત દુનિયાથી લઈને રાજકીય જગત સુધી શોકનું મોજું ફરી વળ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક દિગ્ગજ નેતાઓએ સુમન કલ્યાણપુરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

2026-06-01 08:28:33

પશ્ચિમ બંગાળમાં આજે પ્રધાન મંડળનું થશે વિસ્તરણ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની પ્રથમ ભાજપ સરકારના પ્રધાન મંડળનું આજે વિસ્તરણ થશે. સરકાર બન્યાના ત્રણ સપ્તાહ બાદ પૂર્ણ પ્રધાન મંડળ મળશે.