Fri Aug 28 2026

Logo

મોહનલાલની દૃશ્યમ 3ની 5 દિવસમાં 60 કરોડની કમાણી, સોમવારે ચાલુ દિવસે પણ કર્યો કેટલો વકરો ?

2026-05-26 09:36:05
Author: Mayur Patel
મોહનલાલની દૃશ્યમ 3ની 5 દિવસમાં 60 કરોડની કમાણી, સોમવારે ચાલુ દિવસે પણ કર્યો કેટલો વકરો ?

Drishyam 3 (2026)


મુંબઈઃ હાલ બોલીવુડ ફિલ્મો પર સાઉથની ફિલ્મો ભારે પડી રહી છે. દ્રશ્યમ 3 અને કરુપ્પુ પર દર્શકો પ્રેમ વરસાવી રહ્યા છે. મલયાલમ અભિનેતા મોહનલાલની સસ્પેંસ થ્રિલર ફિલ્મ દૃશ્યમ 3ને દર્શકો પસંદ કરી રહ્યા છે. જોકે વીકેન્ડ બાદ ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો છે. સોમવારે ફિલ્મે 7.35 કરોડનું કલેકશન કર્યું હતું. રવિવારે 13.83 કરોડની કમાણી કરી હતી. શરૂઆતના પાંચ દિવસમાં દૃશ્યમ 3નું કુલ કલેકશન 61.80 કરોડ રૂપિયા થયું છે.

આ ફિલ્મે તેના ઓપનિંગ વીકેન્ડ દરમિયાન વિશ્વભરમાં રૂ.150 કરોડથી વધુની માતબર કમાણી કરી છે. એક રિપોર્ટ પ્રમાણે, દ્રશ્યમ 3 એ વિશ્વભરમાં રૂ. 156.14 કરોડનું કલેક્શન મેળવ્યું છે, જેમાંથી ભારતમાં રૂ. 71.74 કરોડ ગ્રોસ કલેક્શન થયું છે, જ્યારે વિદેશમાં તેની કમાણી રૂ. 84.40 કરોડ રહી છે.

Drishyam 3 (2026)

દ્રશ્યમ 3 વિશે 
દ્રશ્યમ મૂળ વર્ષ 2013માં મોહનલાલ અભિનીત મલયાલમ ફિલ્મ તરીકે આવી હતી, અને તેની સિક્વલ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ત્રીજો ભાગ 21 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થયો છે. જીતુ જોસેફે આ ત્રણેય ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

આ ફિલ્મમાં મોહનલાલ, મીના, અંસિબા હસન, એસ્થર અનિલ, મુરલી ગોપી, સિદ્દીકી અને આશા શરત તેમના જૂના પાત્રોમાં ફરી જોવા મળે છે.

આ ફિલ્મ 'દ્રશ્યમ' અને 'દ્રશ્યમ 2' ની વાર્તાને આગળ ધપાવે છે. દ્રશ્યમ 3 ના અંતમાં 'દ્રશ્યમ 4' આવવાની સંભાવના તરફ ઈશારો કરવામાં આવ્યો છે. જો કે, મેકર્સ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી