Mon May 25 2026

Logo

પંજાબી ગાયક દિલજીત દોસાંજના ઘરને બોમ્બથી ઉડાડવાની ધમકી, ખાલિસ્તાન નેશનલ આર્મીએ લીધી જવાબદારી

2026-05-25 13:03:00
Author: mumbai samachar team
Article Image

લુધિયાણાઃ લુધિયાણાના મેયર ઇન્દરજીત કૌર અને પંજાબી ગાયક દિલજીત દોસાંઝના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના સરકારી મેઈલ પર સવારે એક મેઈલ મોકલવામાં આવ્યો.

આ મેઈલમાં લખવામાં આવ્યું કે, 'બોમ્બ બ્લાસ્ટ મેયર અને દિલજીત દોસાંઝના ઘર પર'. આમાં મેયરના ઘર પર બપોરે 1.11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી અને 6 જૂન સુધીમાં દિલજીત દોસાંઝના ગામના ઘર પર રાત્રે 9.11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી. મેસેજમાં ધમકીભર્યા શબ્દોની સાથે એવી ચેતવણી પણ આપવામાં આવી કે, (તેમને) કોઈપણ પ્રકારની મદદ કરનારા લોકોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે.

આ ધમકીભર્યા મેઈલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી, એન્જિનિયર ગુરનખ સિંહ, રૂકન શાહવાલ, ડોક્ટર ગુરનિવૈર સિંહ અને ખાન રઝાદાના નામ લખવામાં આવ્યા છે. આ ધમકીભર્યો મેઈલ આવ્યા બાદ મેયરની કેમ્પ ઓફિસ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને એક શંકાસ્પદ અને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ ઈમેઈલમાં શહેરની મેયર ઓફિસ અને પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંઝના ઘરને નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર આ મેઇલ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અનેક સરકારી ઇમેઇલ આઇડી પર મોકલવામાં આવ્યો. જેમાં જુદાજુદા સમયે સંભવિત હુમલા અંગે દાવો કરવામાં આવ્ચો.

કોણે મોકલ્યો  ઇમેઇલ?

ઈમેઈલના અંતમાં આને “ખાલિસ્તાન નેશનલ આર્મી” નામના સંગઠન સાથે જોડવામાં આવ્યું છે. આમાં બે નામ પણ નોંધવામાં આવ્યા છે, જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

પોલીસની કાર્યવાહી

ધમકી મળ્યા બાદ પોલીસ અને સાયબર સેલ તાત્કાલિક સક્રિય થઈ ગઇ છે. ઈમેઈલના સ્ત્રોત (સોર્સ), આઈપી એડ્રેસ (IP Address) અને ટેકનિકલ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ મેયર ઓફિસ અને અન્ય સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે અને આ મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.