Tue May 05 2026

Logo

બંગાળમાં ભાજપના વિજય બાદ આસનસોલનું વર્ષોથી બંધ દુર્ગા મંદિર ફરી ખુલ્યું: શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

2026-05-05 16:22:31
Author: Mumbai Samacharf Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ આસનસોલમાં આવેલા અને વર્ષોથી બંધ રહેલા દુર્ગા મંદિરને ફરી ખોલી દેવામાં આવ્યું છે. આજે આ મંદિર ફરી ખુલી જતા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા.

શ્રી દુર્ગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દુર્ગા મંદિર વર્ષો સુધી બંધ રહ્યું હતું. આ પછી ભાજપની જીત થયા બાદ મંદિર ફરી ખોલવામાં આવ્યું છે. આસનસોલ દક્ષિણ બેઠક પરથી ભાજપના નેતા અગ્નિમિત્રા પોલને ભવ્ય જીત મળી છે. 40839 મતથી તેઓ વિજેતા થયા હતા. પશ્ચિમ બંગાળમાં રાજકીય ક્ષેત્રે અગ્નિમિત્રા પોલનું નામ મોટું અને જાણીતું છે.

આ નામ રેસમાં આગળ

અગ્નિમિત્રાને ભવ્ય જીત મળી છે, હવે એમનું નામ મુખ્યમંત્રીની રેસમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજકીય માહોલમાં અને જીતના જશ્ન વચ્ચે વર્ષો બાદ મંદિર ખુલતા આ મુદ્દો ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની રણનીતિમાં ભાજપે તૃણમૂલ કોંગ્રેસને કારમી હાર આપી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બંગાળમાં 207 બેઠક મળી છે.

તૃણમૂલ કોંગ્રેસને 80 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 2, AJUPને 2 અને CPIMને એક બેઠક પ્રાપ્ત થઈ છે. પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત મળ્યા બાદ હવે નવા મુખ્યમંત્રી કોણ એના પર સૌની નજર રહેલી છે. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી તરીકેના વ્યક્તિઓનું નામ ફાઇનલ થઈ જશે. 

ધારાસભ્યોની ખાસ બેઠક યોજાશે

આ પહેલા ધારાસભ્યોની એક ખાસ બેઠક બોલાવાશે એમાંથી એક નેતાનું નામ નક્કી કરાશે. ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ હરહંમેશ રાજકીય રીતે સરપ્રાઈઝ આપવાનો રહ્યો છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી પાસે એ સુવર્ણ તક છે. હવે આ સરપ્રાઈઝ ચહેરાની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ક્યા ચહેરાને મુખ્યમંત્રી તરીકે સ્થાન મળશે એ જોવાનું છે. મુખ્યમંત્રીની રેસમાં ઘણા જાણીતા નામ ચર્ચામાં છે, જેમાં શુભેન્દુ અધિકારીનું નામ પહેલી હરોળમાં છે. 

અધિકારીએ ભવાનીપુરમાંથી ચૂંટણી લડી હતી અને મમતા દીદીને પછાડ્યા હતા. પશ્ચિમ બંગાળમાં તેઓ ભાજપના એક કદાવર નેતા છે. જોવાનું એ રહે છે કે ભાજપ કોને પોતાની પસંદગીનો તાજ પહેરાવે છે. પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને સતત ચોથી વાર સરકાર બનાવતા રોકી છે. 

પરિણામ બદલતા મુદ્દા

પશ્ચિમ બંગાળમાં જીત માત્ર ઉમેદવારની લોકપ્રિયતા પરથી નક્કી થતી નથી પણ સંગઠન અને રણનીતિ પર એટલી જ અસર કરે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને વડા પ્રધાન મોદીની રણનીતિ કામ કરી ગઈ હતી. આમ તો ભાજપ વર્ષ 2014થી બંગાળ માટે કામ કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા, ગેરકાયદે બાંગ્લાદેશીઓના પ્રવેશ, ઘૂસણખોરી અને બદલી રહેલી ડેમોગ્રાફીને અમિત શાહે પોતાના જોશીલા અવાજમાં વેગ આપ્યો હતો. 

દરેક જિલ્લાના સમીકરણ પર બારીકીથી કામ કર્યું, 15 દિવસનું સતત અભિયાન રંગ લાવ્યું.બીજી તરફ સુનિલ બંસલે ગ્રાઉન્ડ લેવલ પર પક્ષને વધારે સશક્ત કર્યો. બુથ લેવલ પર કામ કરીને પરિણામ બદલ્યું. જે અભિગમ યુપી-બિહારમાં હતો એ પશ્ચિમ બંગાળમાં ક્યાંય અલગ હતો.અહીં નાગરિકોની દરેક નાનામાં નાની વસ્તુને ઘ્યાને લઈ નાગરિકોને ક્નેક્ટ કરતી રણનીતિ બનાવી.