Sun Sep 13 2026

Logo

ભાજપે ૭૭ નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સહિતના પદો માટે નિયુક્તિ કરી

2026-05-20 20:38:42
Author: Pooja Shah
ભાજપે ૭૭ નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સહિતના પદો માટે નિયુક્તિ કરી

અમદાવાદઃ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના લગભગ 22 દિવસ બાદ ભાજપે બુધવારે નગરપાલિકાના પ્રમુખ સહિતના અન્ય હોદ્દાઓ પર પદાધિકારીઓની નિયુક્તિ જાહેર કરી હતી. 

પક્ષે અખબારી યાદી દ્વારા માહિતી આપી હતી કે ભારતીય જનતા પાર્ટીને ૮૪ માંથી ૭૭ નગરપાલિકાઓમાં જનતાએ જવાબદારી સોંપી છે ત્યારે ભાજપા દ્વારા બહુમતી મેળવેલ નગરપાલિકાઓમાં ચુંટાયેલા જનપ્રતિનિધિઓ માંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડક સહિતના પદો માટે નિયુક્તિઓ કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી આ અખબારી યાદી સાથે જોડેલ છે.



ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ નગરપાલિકાઓમાં ચુંટાયેલા ભાજપાના સૌ જનપ્રતિનિધિઓને જનતાએ ભાજપા ઉપર મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરી ગુજરાતની અવિરત વિકાસયાત્રાને આગળ વધારવા યોગદાન આપવા તથા સતત જનતા વચ્ચે રહી જનતા માટે કાર્યરત રહેવા આહ્વાન કર્યું હતું.