Sun Jul 26 2026

Logo

ફાયરિંગ કેસમાં ભાજપના ધારાસભ્યને 4 વર્ષની જેલ, કયા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો?

2026-07-04 17:25:12
Author: Mumbai Samachar Team
Article Image

પટણાઃ બિહારના બહુચર્ચિત હર્ષ ફાયરિંગ કેસમાં ભાજપના ધારાસભ્યને કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ₹25 લાખનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે આ આદેશ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના બિહારના ધારાસભ્ય રાજુસિંહને ચાર વર્ષની જેલની સજા થઈ છે. બિહારના સાહેબગંજ વિસ્તારના ધારાસભ્યને દિલ્હીની કોર્ટે સજા ફટકારી છે. દિલ્લીના વસંતકુંજ વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટીમાં ફાયરિંગ કરતા એક મહિલા ડૉ.અર્ચના ગુપ્તાનું મૃત્યું થઈ ગયું હતું. આ કેસ પર સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો છે. 

સજા પર વિચાર કરવા માગ

ધારાસભ્ય તરફથી કોર્ટમાં જે વકીલ હતા નંદીતા રાવે એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રાજુસિંહ કોઈ રીતે બીજા કોઈ કેસમાં દોષિત નથી. ફાર્મહાઉસ પર જે ઘટના બની હતી, એ ફાયરિંગની ઘટના હતી. પણ એની પાછળનો ઈરાદો કોઈની હત્યાનો ન હતો.આરોપીનો આ પ્રકારના વ્યવહાર એના ઊંડા દુઃખ અને જવાબદારીની ભાવનાને દર્શાવે છે. પત્ની અને બાળકો પણ પીડિતાની સાથે દરેક પગલે ઊભા રહ્યા છે.

ધારાસભ્યને આ સમગ્ર ઘટના પર ખૂબ જ દુઃખ થયું છે અને તેઓ પોતાની જાતને સુધારવા માટે એક મોકો માગી રહ્યા છે. રાજકારણમાં કેટલાક વિરોધીઓની ફરિયાદ મારી સામે થઈ છે. પણ કોઈએ ક્યારેય એવું કહ્યું નથી કે મેં હથિયાર બતાવ્યું કે હવામાં કોઈ ગોળીબાર કર્યો. આ કેસમાં ઓછામાં ઓછી બે વર્ષની સજા પર એકવાર વિચાર કરવો જોઈએ. જેથી કરીને ધારાસભ્ય તરીકે એની સીટ બચેલી રહે. આ પહેલાની સુનાવણીમાં રાજુસિંહે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958 ના સેક્શન 4 અંતર્ગત એક અરજી કરી હતી. 

ચાર વર્ષ સુધી રહેશે જેલમાં

જેમાં કોર્ટ કેટલાક દોષિતને તાત્કાલિક જેલ અથવા આર્થિક દંડમાંથી સારા વ્યવહાર બદલ પ્રોબેશન પર છૂટા કરવાનો અધિકાર આપે છે. આના જવામાં કોર્ટે પ્રોબેશન ઓફિસર પાસેથી ધારાસભ્યની સામે અગાઉના કેસ અને રિબેબિલિટેશનની સંભાવના પર એક રિપોર્ટ માગ્યો હતો.શુક્રવારે કોર્ટને સજા પર માફી આપવા માટેની અપીલ કરવામાં આવી હતી.

ધારાસભ્ય એ એવી દલીલ કરી હતી કે, સાયન્ટિફિક જાણકારી ન હોવાને કારણે આ ઘટના બની હતી. કારણ કે, ગોળીના કોઈ ચોક્કસ રૂટની જાણકારીનો અંદાજો આવ્યો ન હતો. આવી દલીલ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે 6 જુનના રોજ ધારાસભ્ય રાજુસિંહને આ કેસમાં દોષિત જાહેર કરી દીધા હતા.સ્પેશ્યલ જજે સ્વીકાર્યું હતું કે, ધારાસભ્ય રાજુસિંહે જ જીવલેવા માટે ફાયરિંગ કર્યું હતું. આ કારણે મહિલા ડૉક્ટરનું મોત નીપજ્યું હતું.હવે ચાર વર્ષ સુધી ધારાસભ્યને જેલમાં રહેવું પડશે.