Sun Aug 30 2026

Logo

સમ્રાટ ચૌધરીની નવી ટીમ તૈયાર: નીતિશના પુત્ર સહિત આ દિગ્ગજોએ લીધા શપથ

2026-05-07 13:54:00
Author: Vimal Prajapati
સમ્રાટ ચૌધરીની નવી ટીમ તૈયાર: નીતિશના પુત્ર સહિત આ દિગ્ગજોએ લીધા શપથ

પટના: બિહારમાં આજે મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની કેબિનેટનું ભવ્ય વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજધાની પટનાના ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 15 એપ્રિલે સમ્રાટ ચૌધરીએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ આજે પૂર્ણ મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું છે.

નીતિશ પુત્ર નિશાંત કુમારનો રાજકીય પ્રવેશ

આ મંત્રીમંડળ વિસ્તરણની સૌથી મોટી ખબર એ છે કે, પૂર્વ સીએમ નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે જેડીયુ કોટામાંથી પ્રધાન તરીકે શપથ લીધા છે. સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકેલા નિશાંત કુમાર અત્યાર સુધી રાજકારણથી દૂર હતા, પરંતુ પિતા નીતિશ કુમારની મંજૂરી અને પક્ષના નેતાઓના આગ્રહ બાદ તેઓ કેબિનેટમાં સામેલ થયા છે. આ સાથે ભાજપ અને જેડીયુ સહિત એનડીએના અનેક નેતાઓ પણ આજે શપથ લીધા છે. 

મંત્રીમંડળ વિસ્તરણની વિગતે વાત કરવામાં આવે તો, પૂર્વ ડેપ્યુટી સીએમ અને અનુભવી ભૂમિહાર નેતાવિજય કુમાર સિંહા, સીમાંચલના મોટા નેતા અને બિહાના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ, પાટલીપુત્રના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય પ્રઘાન રહી ચૂકેલા રામ કૃપાલ યાદવન, ગોપાલગંજના બૈકુંઠપુર મતવિસ્તારના ધારાસભ્ય અને 1990ના દાયકાથી રાજકારણમાં સક્રિયએ મિથિલેશ તિવારી, મુઝફ્ફરપુરના કુર્હાની મતવિસ્તારના ધારાસભ્ય અને જનતામાં લોકપ્રિય કેદાર ગુપ્તા અને મુઝફ્ફરપુરના ઔરાઈ મતવિસ્તારના ધારાસભ્ય રમા નિષાદ (નિષાદ)નું નામ સામેલ છે. 

આ ધારાસભ્યોને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું

આ સાથે સહકાર મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલયમાં વિભાગો સંભાળ્યા તેવા પ્રમોદ ચંદ્રવંશી, RJDના ગઢમાં ગાબડું પાડ્યું તેવા લખેન્દ્ર પાસવાન, નીતિશ સરકારમાં પ્રધાન બનેલા ટાઇગર (રાજપૂત), શૈલેન્દ્ર ભાગલપુરના બિહપુર મતવિસ્તાર માટે ધારાસભ્ય તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે તેવા એ. કુમાર શૈલેન્દ્ર (ભૂમિહાર), રામચંદ્ર પ્રસાદ દરભંગાના હયાઘાટના ધારાસભ્ય રામચંદ્ર પ્રસાદ (તેલી), નંદ કિશોર રામ (રવિદાસ), ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિગ્વિજય સિંહની પુત્રી શ્રેયસી સિંહ (રાજપૂત) અને અરુણ શંકર પ્રસાદ (બાનિયા)ને પ્રધાન પદ આપવામાં આવ્યું છે.

જેડીયૂ કોટાની વાત કરવામાં આવે તો,

JDU વિધાનસભા પક્ષના નેતા શ્રવણ કુમાર (કુર્મી), નીતિશ કુમારા વિશ્વસનીય નેતા અશોક ચૌધરી, પૂર્ણિયાના ધમદહાના ધારાસભ્ય લેશી સિંહ (રાજપૂત), નીતિશ કેબિનેટમાં સમાજ કલ્યાણ પ્રધાન રહેલા મદન સાહની (નિષાદ), JDU ગઠબંધનનું પ્રતિનિધિત્વ કરતા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઝમા ખાન, ભૂતપૂર્વ IPS અધિકારી અને ગોપાલગંજના ભોરેના ધારાસભ્ય સુનીલ કુમાર (રવિદાસ) ફુલપરસના ધારાસભ્ય શીલા મંડલ (ધાનુક), 2025 માં સતત ચોથી વાર ચૂંટણી જીતી તેવી રત્નેશ સદા (માંઝી) અને ભાગલપુરના ગોપાલપુરના ધારાસભ્ય બુલો મંડલ (ગંગોટા) JDU ક્વોટા હેઠળ પ્રધાન બન્યાં છેય

LJP (R) અને HAMમાંથી કોને પ્રધાન પદ મળ્યું?

ચિરાગ પાસવાનની પાર્ટી LJP (R)માંથી બે ધારાસભ્યોનો પ્રધાન પદ મળ્યું છે. જેમાં બેગુસરાયના બખરી બેઠકના ધારાસભ્ય સંજય પાસવાન અને વૈશાળીની મહુઆ બેઠકના ધારાસભ્ય સંજય સિંહને સ્થાન મળ્યું છે.  HAMની વાત કરવામાં આવે તો, જીતનરામ માંઝીના પુત્ર સંતોષ સુમન ફરી પ્રધાન બન્યાં છે. જ્યારે RLM પાર્ટીમાંથી ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે દીપક પ્રકાશ નીતિશ સરકારમાં પણ પ્રધાન રહેલા છે.