Sun Sep 13 2026

Logo

રાયસીના ડાયલોગ 2026 માં સામેલ થવા ભારત આવ્યા ભૂટાનના વિદેશ પ્રધાન

2026-03-04 20:38:23
Author: Vimal Prajapati
રાયસીના ડાયલોગ 2026 માં સામેલ થવા ભારત આવ્યા ભૂટાનના વિદેશ પ્રધાન

નવી દિલ્હીઃ મધ્યપૂર્વના દેશોમાં અત્યારે યુદ્ધનો માહોલ છે, એકબીજા દેશો પર હુમલાઓ થઈ રહ્યાં છે. તેવામાં ભારતની કૂટનીતિ એટલે અસરકારક છે તેને આ સ્થિતિને ભારતને કઈ ખાસ અસર થઈ નથી. તેવામાં હવે ભારત રાયસીના ડાયલોગ 2026 યોજી રહ્યું છે. આ રાયસીના ડાયલોગ 2026માં વિદેશી નેતાઓનું ભારતમાં આગમન પણ થઈ ગયું છે. ખાસ કરીને અત્યારે ભૂટાનના વિદેશ અને બાહ્ય વેપાર પ્રધાન લિયોન્પો ડીએન ધુંગેલ દિલ્હી પહોંચી ગયાં છે. નવી દિલ્હી ખાતે તેમવું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. 

રણધીર જયસ્વાલે એક્સ પર કરી પોસ્ટ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાયસીના ડાયલોગનો 11મો એપિસોડ ભારતમાં આયોજિત થઈ રહ્યો છે. જેમાં અનેક દેશોના નેતાઓ ભારત આવી રહ્યાં છે. ભૂટાનના વિદેશ અને બાહ્ય વેપાર પ્રધાનનું ભારતમાં આગમન થયું તે અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. એક્સ પર પોસ્ટ શેર કરતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે લખ્યું કે, ભારત અને ભૂટાન વચ્ચેની ભાગીદારી ઊંડા પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર બનેલી છે.

કોને મળ્યું મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ?

તમને જણાવી દઈએ કે, રાયસીના ડાયલોગ 2026 માટે અલગ અલગ દેશોમાંથી નેતાઓ ભારતમાં આની રહ્યાં છે.આજે સવારે જ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ પણ દિલ્હી પહોંચ્યં હતાં. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબના રાયસીના ડાયલોગ 2026ના મુખ્ય મહેમાન અને પ્રમુખ વક્તા તરીકે આવ્યાં છે. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતના આ દેશો સાથેના સંબંધો વધારે મજબૂત બને તે માટે તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે.