Thu Sep 10 2026

Logo

ભીમાશંકર જ્યોતિર્લિંગનો થશે કાયાપલટ: ભક્તોની સુવિધા માટે સરકારે જાહેર કર્યા ₹172 કરોડ

2026-05-19 17:11:52
Author: Mumbai Samachar Team
ભીમાશંકર જ્યોતિર્લિંગનો થશે કાયાપલટ: ભક્તોની સુવિધા માટે સરકારે જાહેર કર્યા ₹172 કરોડ

પુણે: શ્રી ક્ષેત્ર ભીમાશંકર મહારાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થળોમાંનું એક ગણાય છે. અહીં હંમેશા ભક્તોની ભીડ રહે છે. આ તીર્થસ્થળની કાયાપલટ થવાની છે. તાજેતરમાં રાજ્ય સરકારે છ તીર્થસ્થળોના વિકાસ માટે એક વિશાળ ભંડોળની જાહેરાત કરી છે. 

એમાં શ્રી ક્ષેત્ર ભીમાશંકર માટે 172 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તીર્થક્ષેત્રના રસ્તા પહોળા કરવામાં આવશે અને ભક્તો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

શ્રી ક્ષેત્ર ભીમાશંકર યાત્રાધામ વિસ્તાર યોજનામાં વિકાસ કાર્યો માટે મંજૂર થયેલા 172 કરોડ રૂપિયાના ભંડોળમાંથી વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.  ટ્રાફિકની ભીડ ઘટાડવા રસ્તા પહોળા કરવામાં આવશે. બસ સ્ટેન્ડનું આધુનિકીકરણ કરવામાં આવશે. આ સ્થળે પાર્કિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. 

ભક્તો અને પ્રવાસીઓની સુવિધા માટે, મંદિર વિસ્તારમાં પગપાળા માર્ગ, ફ્લોરિંગ અને એમ્ફી થિયેટર, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવશે. એક નવું પોલીસ સ્ટેશન અને આરામ ગૃહ બનાવવાની પણ યોજના છે. મુખ્ય પ્રધાન ફડણવીસે મે 2027 સુધીમાં આ બધા કામો પૂર્ણ કરવા સૂચના આપી છે.