Wed Jun 03 2026

Logo

સુર્યા અને ગિલ પાસેથી કેપ્ટનશીપ છીનવીને આ ખેલાડીને આપવામાં આવી શકે છે; BCCI બનાવી રહી છે યોજના

2026-05-08 14:58:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026  સમાપ્ત થયા બાદ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ અંગે મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. અહેવાલ મુજબ બોર્ડ ઓફ  ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઇન ઇન્ડિયા (BCCI)  શ્રેયસ ઐયરને T20I અને ODI બંને ફોર્મેટ માટે કેપ્ટન નિયુક્ત કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. 

BCCI વ્હાઇટ-બોલ ફોર્મેટમાં કોઈ એક જ કેપ્ટનની યોજના બનાવી રહ્યું છે. અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્ટર્સ કમિટી IPL માં શ્રેયસ ઐયરના પ્રદર્શન પર સતત નજર રાખી રહી છે. ચાલુ IPL સિઝનમાં તેણે 10 મેચમાં 47.57ની એવરેજ અને 203ની સ્ટ્રાઈક રેટ 333 બનાવ્યા છે, જેમાં 4 ફિફ્ટીનો સમવેશ થયા છે. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ(PBKS) શાનદાર પ્રદર્શન કરી રહી છે. PBKSએ 10માંથી 6 મેચમાં જીત મેળવી, 4 મેચમાં હાર મળી અને એક મેચ રદ થઇ હતી. ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.

સુર્યાની ટીમમાંથી હકાલપટ્ટી થશે?
એક અહેવાલમાં સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે BCCI મેનેજમેન્ટ આગામી ઇન્ટરનેશનલ સિઝન માટે તૈયારી કરી રહ્યું છે. ભારતની T20 ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. BCCI ટીમમાં અનુભવી ખેલાડીઓને સાથે યુવા પ્રતિભાઓને તક આપવા ઈચ્છે છે. ભારતીય T20Iનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લા ઘણાં સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, IPLમાં પણ તેનું પ્રદર્શન સુધરી શક્યું નથી. 

ભારતને 2026 માં T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ સૂર્યકુમારે 2028 માં લોસ એન્જલસ  ઓલિમ્પિક ગેમ્સમાં ટીમનું નેતૃત્વ કરવાની આશા વ્યક્ત કરી હતી, પર્નાતું BCCI તેને ટીમમાંથી બહાર કરી શકે છે. 

શ્રેયસનું સતત સારું પ્રદર્શન:
બીજી તરફ શ્રેયસ છેલ્લા કેટલાક વર્ષોથી સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ દુર્ભાગ્ય એ રહ્યું કે તેને ગંભીર ઈજાઓ થઇ હતી. IPLમાં તેના હાલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને BCCI મેનેજમેન્ટ તેને મોટી જવાબદારી સોંપી શકે છે. BCCI એવું ઈચ્છે છે કે T20I અને ODI બંને ટીમોનું નેતૃત્વ કોઈ જ ખેલાડી કરે, માટે હાલના ODI કેપ્ટન શુભમન ગીલ પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી શકે છે.


આગામી વર્ષે ODI વર્લ્ડ કપ પણ યોજાવાનો છે, ત્યારે BCCI મેનેજમેન્ટ ભારતીય ટીમ ODI ટીમને તૈયાર કરવા પર વધુ ધ્યાન આપી રહી છે. ગિલને લાંબા ગાળાના ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ અહેવાલ છે કે BCCIના ટોચના અધિકારીઓ તેની કેપ્ટનશીપથી સંતુષ્ટ નથી. ત્યારે શ્રેયસ ઐયને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.