Wed Jun 03 2026

Logo

ઐશ્વર્યા રાયે મેળવી વધુ એક મોટી સિદ્ધિ: આ ઇન્ટરનેશનલ બ્રાન્ડની બની પહેલી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, શેર કરી ઈમોશનલ નોટ...

2026-06-03 20:51:07
Author: Mumbai Samachar Team
Article Image

બોલીવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. જોકે, છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો ઐશ્વર્યા રાય-બચ્ચન ફિલ્મની ઝાકઝમાળથી દૂર દીકરી સાથે સમય પસાર કરી રહી છે. વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના ગ્લેમર અને ટેલેન્ટ દ્વારા લોકોના દિલ જીતી ચુકી છે ત્યારે ઐશ્વર્યાના હાથ વધુ એક મોટો પ્રોજેક્ટ લાગ્યો છે. ચાલો જોઈએ શું છે આ ખાસ પ્રોજેક્ટ... 

મળતી માહિતી અનુસાર બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ જેડબ્લ્યુ બ્રાન્ડ મેરિયટની પહેલી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ફેન્સ સાથે આ ગુડન્યુઝ શેર કર્યા હતા. ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર ખુબ ઓછી એકટીવ રહે છે, પરંતુ જયારે પણ તે કોઈ પોસ્ટ શેર કરે છે, ત્યારે તેની એ પોસ્ટ મિનિટોમાં વાઈરલ થઈ જતી હોય છે. 

તાજેતરમાં જ બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના કરિયરની એક વધારે સિદ્ધિ હાંસલ કરી હતી. ઐશ્વર્યાએ જેડબ્લ્યુ મેરિયટની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનતા તેણે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કરી હતી. આ ખુશી વ્યક્ત કરતાં તેણે લખ્યું હતું કે, હું હંમેશાથી માનું છું કે જિંદગીની સાચી મજા એ પળોમાં છુપાયેલી હોય છે જેને આપણે દિલથી જીવીએ  છે, આ પળો આપણી યાદોનો ભાગ બની જાય છે. 

ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે જેને આપણે હંમેશા સાચવીને રાખીએ છીએ. મને ખુબ જ ગર્વ થઇ રહ્યો છે, કે હું જેડબ્લ્યુ બ્રાન્ડ મેરિયટની પહેલી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં જોડાઈ રહી છું, જેનો મને વિશેષ આનંદ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારની દૂર પોતાની માતાના ઘરે દીકરી આરાધ્યા બચ્ચન સાથે રહે છે. હાલમાં જ ઐશ્વર્યા રાય-બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી હતી, જ્યાં તેણે પોતાના લૂકથી તેના ફેન્સ જ નહીં પણ વિદેશી ફોટોગ્રાફર્સને પણ ઘેલું લગાવ્યું હતું.