Tue Sep 22 2026

Logo

44 વર્ષની સેરેના ટેનિસ કોર્ટ પર કમબૅક કરવાની તૈયારીમાં

Paris   2026-06-02 16:30:33
Author: Ajay Motiwala
44 વર્ષની સેરેના ટેનિસ કોર્ટ પર કમબૅક કરવાની તૈયારીમાં

પૅરિસઃ ચાર વર્ષ પહેલાં ટેનિસ જગતથી દૂર થઈ જનાર અમેરિકાની ટેનિસ લેજન્ડ સેરેના વિલિયમ્સ પ્રોફેશનલ ટેનિસમાં કમબૅક કરવાની તૈયારીમાં છે. તે સૌથી પહેલાં તો ક્વીન્સ ક્લબની ચૅમ્પિયનશિપમાં ડબલ્સની સ્પર્ધામાં રમશે અને વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ તથા યુએસ ઓપન તેના બે પછીના લક્ષ્યાંક હોઈ શકે.

2022માં ટેનિસ જગતથી વિમુખ થઈ ગયેલી સેરેના (Serena)એ 2017માં રેડિટના સહ-સ્થાપક ઍલેક્સી ઓહાનિયન સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરી છે. સેરેના સિંગલ્સના 23 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી.

સેરેનાએ આવતા અઠવાડિયે લંડનમાં રમાનારી ક્વીન્સ ક્લબની ગ્રાસ કોર્ટ ટૂર્નામેન્ટ માટેની વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી સ્વીકારી ત્યાર બાદ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન લિન્ડ્સે ડેવેનપોર્ટે તાજેતરમાં ફ્રેન્ચ ઓપન દરમ્યાન એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, `મને એવું લાગે છે કે સેરેના આ વર્ષની યુએસ ઓપનમાં કમબૅક (comeback) કરવા ઉત્સુક છે. તેના અસંખ્ય ચાહકોને ખરી એક વખત સેરેનાની ટેનિસ કલા જોવા મળશે.'

સેરેના વિલિયમ્સ ડબલ્સમાં વિમ્બલ્ડનના છ અને યુએસ ઓપનના બે ટાઇટલ જીતી હતી. મહાન ખેલાડી જૉન મૅકેન્રોનું કહેવું છે કે સેરેના જૂનમાં રમાનારી વિમ્બલ્ડનમાં રમતી જોવા મળશે.'