Wed Jun 03 2026

Logo

રશિયાના ખતરનાક SU-75 ફાઈટર પ્લેનનું નિર્માણ શરૂ: ભારતને પણ મળી છે ઓફર

Moscow   2026-06-03 16:58:46
Author: Mumbai Smachar Team
Article Image

Wikipedia


SU-75 ચેકમેટ સ્ટીલ્થ ફાઈટર જેટના પ્રોટોટાઈપ પર કામકાજની થઈ શરૂઆત

મોસ્કોઃ રશિયામાં યુદ્ધ વિમાન બનાવતી કંપની UAC કંપનીના CEO વાદિમ બડેખાએ પુષ્ટિ કરી છે કે, SU-75 યુદ્ધ વિમાનના પ્રોટોટાઈપ પર કામ ચાલું થઈ ગયું છે. યુનાઈટેડ એકક્રાફ્ટ કોર્પોરેશને SU-75 ચેકમેટ 5મી એડિશનના વિમાન પર કામ ચાલું કરી દીધું છે. આ એક યુદ્ધ વિમાન છે. વર્ષ 2021માં પહેલવાર દુનિયાને આ વિમાનની એક નાનકડી ઝલક જોવા મળી હતી. હવે આ ફાઈટર જેટ આગામી વર્ષોમાં આકાશમાં ઉડતું જોવા મળે એ વાતને નકારી શકાય એમ નથી. 

ટાઈમલાઈનથી પ્રોજેક્ટ પાછળ છે

આ સમગ્ર પ્રોજેક્ટ પોતાની ટાઈમલાઈનથી પાછળ ચાલી રહ્યો છે. વર્ષ 2021માં અનુમાન લગાવાયું હતું કે, આ ફાઈટર જેટ 2026 સુધીમાં સર્વિસમાં આવી જશે.વર્ષ 2023 પહેલા તે પહેલી સર્વિસ ફ્લાઈટ માટે તૈયાર થઈ જવું જોઈએ એવું હતું, પણ હવે વિમાનની ડિઝાઈનમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં બતાવવામાં આવેલા મોકઅપ કરતા વિમાન ઘણા અંશે જુદુ પડે છે. SU-75 સ્ટિલ્થ ફાઈટર બનાવતી વખતે ટેક્નોલોજીમાં પ્રગતિ થઈ એનો સીધો ઉપયોગ આ વિમાનને બનાવવા માટે કરવામાં આવ્યો છે. 

ફાઈટર વિમાનનું નામ પણ બદલી દેવામાં આવશે. SU-75 ચેકમેટ નામનો ઉપયોગ માત્ર કેટલાક સમય માટે માર્કેટિંગ પૂરતો કરવામાં આવ્યો હતો. SU-75 પ્રોગ્રામ એ આશા સાથે શરૂ કરવામાં આવ્યો હતો કે, ડેવલપમેન્ટ કોસ્ટ ઓછી થશે કારણ કે, SU-75માં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે જે ભાવ ઘટાડશે. પણ એવું થયું નહીં. ડેવલપમેન્ટ કોસ્ટ હવે વધી ગઈ છે.

ઓછા ખર્ચે તૈયાર થશે નવું વિમાન

SU-75 ફાઈટર પ્લેનમાં કંપોઝિટ મિટિરિયલ, હથિયાર, મોટા રડાર તથા એવિએશન સુટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચીનના J-16 અને J-10C તથા અમેરિાકના F15-F16 જે ડેવલપમેન્ટ છે એવું જ ડેવલપમેન્ટ અહીં જોવા મળશે. રશિયા સાથે જોડાયેલા કેટલાક સૂત્રોએ એવી વિગત આપી કે, SU-75 પ્રોગ્રામને એક્સપોર્ટ માર્કેટમાં SU-57ની પાંચમી જનરેશનના વિમાનની તુલનામાં ઓછો ખર્ચો થયો છે. 

હવે મેઈન્ટેનન્સ અને ફ્યુઅલને લઈને ખર્ચો વધી શકે છે. એકવાર તૈયાર થઈ ગયા બાદ બીજા દેશ પણ આને ખરીદવા માટે તૈયારીઓ દર્શાવશે એ અપેક્ષા નકારી શકાય એમ નથી. સિંગલ એન્જિન હોવાને કારણે વજનમાં હળવું છે. સારી એવી સ્પીડ આપે છે. ઑપન આર્કિટેક્ચર ઈલેક્ટ્રોનિક્સ અને એઆઈ પાયલટ ફીચરથી વિમાન સજ્જ છે. યુદ્ધના સમયમાં આ ફીચર ઘણું કામ આવી શકે એમ છે. 

આ મુદ્દા પર સૌથી મોટો આધાર

આ વર્ષના પ્રારંભમાં વિમાનની ડીઝાઈન નક્કી થઈ ગઈ હતી. આ માટે ફેક્ટરીઓમાં સેન્સર અને અન્ય પતરાઓનું પરીક્ષણ કરાયું હતું. એ પછી સમગ્ર પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી હતી. સૌથી મોટી ખાસિયત આ વિમાનની એ છે કે, એ કિંમતમાં સસ્તુ છે, 25-30 મિલિયન ડૉલરની આસપાસ કિંમત હોઈ શકે છે. રશિયાએ ભારતને આ વિમાન આપવા માટેની ઓફર કરી હોવાનું પણ જાણવા મળે છે. પણ ટેક્નોલોજી ટ્રાન્સફર થતા થોડો સમય લાગી શકે છે. 

એક વર્ષમાં સમગ્ર નિર્માણ થઈ જશે એવું હાલ માનવામાં આવે છે. વિદેશમાંથી સમગ્ર પ્રોજેક્ટને લેનારા કોઈ મળે છે કે કેમ? આના પર બધો આધાર રહેલો છે. કારણ કે, આનાથી ડેવલપમેન્ટ કોસ્ટમાં સીધી અસર થઈ શકે છે, મોટા ભાગના દેશ SU-57ને પસંદ વધારે કરે છે ભલે તે આના કરતા વધારે મોંઘુ છે.આવું એટલા માટે, કારણ કે તેની ફ્લાઈંગ ક્ષમતા આનાથી અનેકગણી વધારે છે. જ્યારે આમા ફીચર્સ વધારે છે.