Mon Oct 05 2026

Logo

ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રશિયા-યુક્રેન સામસામેઃ જાણો, કેવી રીતે...

Paris   2026-06-02 21:12:51
Author: Ajay Motiwala
ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રશિયા-યુક્રેન સામસામેઃ જાણો, કેવી રીતે...

French Open 2026 (X)


પૅરિસઃ યુક્રેન (Ukraine)ની 23 વર્ષીય ટેનિસ ખેલાડી માર્ટા કૉસ્ત્યૂક અહીં ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે જેમાં તેનો મુકાબલો રશિયાની મિરા (Mirra) ઍન્ડ્રીવા સામે થશે.

રશિયા અને યુક્રેન દુશ્મનદેશ છે. ચાર વર્ષથી બન્ને દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે. માર્ટા (Marta) પહેલી જ વખત ગૅ્રન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટની સિંગલ્સની ઇવેન્ટમાં સેમિ ફાઇનલમાં પહોંચી છે.

માર્ટાએ ક્વૉર્ટર ફાઇનલમાં તેના જ દેશની એલિના સ્વિતોલિનાને 6-3, 2-6, 6-2થી હરાવી દીધી હતી. રશિયાની મિરા ક્વૉર્ટર ફાઇનલમાં રોમાનિયાની સૉરાના કીર્સ્ટયા સામે 6-0, 6-3થી જીતીને માર્ટા સામેની સેમિ ફાઇનલમાં આવી છે.

માર્ટાએ પત્રકારોને કહ્યું, `હું સેમિ ફાઇનલ જીતીને યુક્રેનની લડાયક પ્રજાને સમર્પિત કરવા માગું છું. સોમવારે રાતની જ વાત કરું. સોમવારની રાત અમારા માટે ફરી એક વખત મુશ્કેલ બની ગઈ. અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યાં.'