ટૂંક સમયમાં મે મહિનો પૂરો થઈ રહ્યો છે અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જૂન મહિનો શરૂ થતાં જ જો તમે પણ બેંકના કામકાજ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સ્ટોરી વાંચી લો. જેથી તમારે બેંક સંબંધિત કામકાજ પતાવવામાં સરળતા રહે. નવા મહિના એટલે કે જૂન, 2026ની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જો તમારે પણ આગામી મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વના કામકાજ (જેમ કે લોન, નવી ડિપોઝિટ, કે ડ્રાફ્ટ) પતાવવાના હોય, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિને બેંકો રહેતાં બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે. જૂન 2026ના મહિનામાં રવિવારની સાપ્તાહિક રજાઓ, બીજા-ચોથા શનિવાર અને પ્રાદેશિક તહેવારોને મળીને બેંકો કુલ 11 દિવસો માટે બંધ રહેવાની છે. વિવિધ રાજ્યોના સ્થાનિક તહેવારો અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિશિયલ રજાઓ પર ચાલો એક નજર કરીએ...
રિઝર્વ બેંક ઓફ (RBI)ની માર્ગદર્શિકા અનુસાર, દેશના અલગ-અલગ રાજ્યોમાં તહેવારો અને સ્થાનિક પરંપરાઓ મુજબ બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. આ રજાઓ દરમિયાન બેંકની ભૌતિક શાખાઓ બંધ રહે છે, પરંતુ ડિજિટલ બેંકિંગ સેવાઓ સો ટકા ચાલુ રહે છે.
જૂન 2026 માં ક્યારે-ક્યારે બેંકો બંધ રહેશે? (સંભવિત રજાઓની યાદી):
7મી જૂન 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
13મી જૂન 2026: બીજો શનિવાર (સાપ્તાહિક રજા)
14મી જૂન 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
21મી જૂન 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
27મી જૂન 2026: ચોથો શનિવાર (સાપ્તાહિક રજા)
28મી જૂન 2026: રવિવાર (સાપ્તાહિક રજા)
મુખ્ય તહેવારો અને પ્રાદેશિક રજાઓ (રાજ્ય પ્રમાણે):
15મી જૂન ૨૦૨૬ (રાજા સંક્રાંતિ/મિથુન સંક્રાંતિ): ઓડિશા અને તેની આસપાસના વિસ્તારોમાં આ ખાસ કૃષિ તહેવાર નિમિત્તે બેંકોમાં રજા રહી શકે છે.
જૂન મહિનાના અંતમાં (જગન્નાથ રથયાત્રા): અષાઢી બીજના પવિત્ર અવસરે ઓડિશા (પુરી) અને ગુજરાત (અમદાવાદ)માં રથયાત્રાના કારણે સ્થાનિક સ્તરે બેંકો બંધ રહેશે.
આ ઉપરાંત, ઈદ-ઉલ-અઝહા (બકરીઈદ)ની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી થતી હોવાથી જૂન મહિનામાં તે દિવસોમાં પણ દેશભરની બેંકોમાં જાહેર રજા રહેશે.
બેંક બંધ હોય ત્યારે મુસાફરો અને ગ્રાહકો શું કરશે?
બેંકની શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોને કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. નીચે મુજબની ડિજિટલ સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે. નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર ચાલુ રહેશે. ગુગલ પે, ફોન પે અથવા પેટીએમ દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ હંમેશાની જેમ મિનિટોમાં કરી શકાશે. રોકડ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા માટે દેશભરના એટીએમ સેન્ટર્સ ખુલ્લા રહેશે.