Sun Aug 23 2026

Logo

આસામમાં પૂરના કારણે 100 લોકોના મોત; લાખો લોકો પ્રભાવિત, સ્થિતિ હજી પણ ચિંતાજનક

2026-08-10 10:11:00
Author: Vimal Prajapati
Article Image

ગુવાહાટીઃ આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે પણ આસામની હાલત વધારે ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. સરકાર દ્વારા બચાર અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો આસામના લોકોની મદદ કરવા માટે પણ આગળ આવી રહ્યાં છે. આ દરેક સમાચાર વચ્ચે ચિંતાની વાત એ છે કે, પુરની સ્થિતિના કારણે આસામમાં અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ મળીને 100 લોકોના મોત થઈ ગયાં છે. અત્યારે પણ અનેક જિલ્લા પૂરગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

પૂરના કારણે આસામ રાજ્યની સ્થિતિ ચિંતાજનક

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભયાનક પૂરના કારણે રાજ્યના અનેક વિસ્તારો ગંભીર રૂપે પ્રભાવિત થયાં છે. આ પૂરના કારણે અત્યાર સુધીમાં 60 પુરૂષો, 23 મહિલાઓ અને 18 બાળકોનું મોત થયું છે. આ મૃતકોના પરિવાર પ્રત્યે સરકારે સંવેદનાઓ પણ જાહેર કરી છે. સૌથી વધારે મોત શિવસાગર જિલ્લામાં થયાં છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શિવસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત આ પૂરના કારણે થયાં છે. 

શિવસાગર જિલ્લામાં  સૌથી વધારે 49 મોત થયાં

મૃતકોની વાત કરવામાં આવે તો, શિવસાગર જિલ્લામાં સૌથી વધારે 49 મોત થયાં છે. તે પછી સૌથી વધારે પ્રભાવિત કછાર જિલ્લામાં 22 લોકોના મોત થયાં છે. આ સાથે કરીમગંજમાં નવ લોકોના મોત, ગોલાઘાટ જિલ્લામાં આઠ લોકોના મોત થયા છે. એટલું જ નહીં પરંતુ ધેમાજી, નગાંવ, ઉદારગુડી, સોનિતપુર અને કાર્વી આંગલોન જિલ્લામાં પણ પૂરના કારણે તારાજી સર્જાઈ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે માત્ર જોરહાટ જિલ્લામાં જ 304 ગામ પૂરથી પ્રભાવિત થયાં છે. 

 

હજી પણ રાજ્યના અનેક જિલ્લાઓ પૂરથી પ્રભાવિત

પૂરના કારણે આસામમાં કૃષિ ક્ષેત્રમામાં મોટું નુકસાન થયું છે. અનેક જિલ્લાઓમાં પશુઓના મોત થયા હોવાના પણ અહેવાલો મળ્યાં છે. હજી પણ રાજ્યના અનેક જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. જ્યાં તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારે તમામ જિલ્લા તંત્રને આ મામલે નજર રાખવા અને લોકોની મદદ કરવા માટેના આદેશ આપી દીધા છે. અન્ય રાજ્યોના લોકો પણ અહીં મદદ માટે આવી રહ્યાં છે.