Thu Sep 03 2026

Logo

આશુતોષ રાણા અને રેણુકા શહાણેએ લગ્નની 25મી એનિવર્સરી પર ફરી કર્યા લગ્ન, જુઓ ભાવુક પોસ્ટ

2026-05-26 19:36:00
Author: Mumbai Samachar Team
આશુતોષ રાણા અને રેણુકા શહાણેએ લગ્નની 25મી એનિવર્સરી પર ફરી કર્યા લગ્ન, જુઓ ભાવુક પોસ્ટ

આશુતોષ રાણા અને રેણુકા શહાણેએ પોતાના લગ્નની 25મી વર્ષગાંઠ પર ફરી લગ્ન કર્યા હતા. તેમણે લગ્નજીવનની પળો ફરી એકવાર જીવંત કરી હતી. બોલીવુડના જાણીતા કપલ પૈકીના એક એવા આશુતોષ રાણા અને રેણુકા શહાણે ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમણે આ દિવસની શરૂઆત પૂજાપાઠથી કરી હતી. ત્યાર બાદ ફુલના હાર પહેરાવીને મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં ફરી લગ્ન કર્યા હતા. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોવા મળી હતી.

25મી લગ્નની વર્ષગાંઠ પર પહેરાવ્યા હાર 

ચાહકોમાં પણ આશુતોષ અને રેણુકાને તેમના પ્રેમ અને એકબીજા પ્રત્યેના આદર માટે સન્માન કરવામાં આવે છે. લગ્નની વિધિ બાદ તેઓ એક સુંદર  તેમનો એકબીજા માટે સુંદર મેસેજ પણ લખ્યો હતો, જેમાં આશુતોષ રાણાએ લખ્યું હતું કે છે ખુશીઓની પળો કેવી ઝડપથી ચાલી જાય છે તેની ખબર જ નથી રહેતી, લાગે છે જેમ હજી કાલની જ વાત છે. જોત જોતામાં અમારા લગ્નજીવનના 25 વર્ષ પણ પૂર્ણ થઇ ગયા. 

રેણુકા સાથે વિતાવેલા 25 વર્ષના અનુભવ પરથી એવું કહી શકું કે લગ્ન એકબીજાના વ્યક્તિત્વને બદલવાનું નહીં, પણ એકબીજાને આગળ વધારવાનુ છે. આગળ વધુમાં લખ્યું હતું કે પતિ-પત્નીને ફક્ત પ્રેમ નહિ પણ એકબીજા પ્રત્યેનું સમ્માન પણ જરૂરી છે. લગ્ન તો એકબીજાની દુનિયાને પરસ્પર વહેંચવાની સમજૂતી છે. દાવ લગાવતા શિખી જાવ તો આખી દુનિયા તમારી છે.'

વધુમાં તેઓ આગળ કહ્યું હતું કે જે જગ્યા પર 2 નદીઓનો સંગમ થાય છે તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે. તેવી જ રીતે વર્ણાશ્રમમાં પણ ગૃહસ્થાશ્રમની જેમ જ તીર્થ ગણવામાં આવે છે. લગ્ન બાદ બે જુદી ચેતનાઓ અગ્નિને સાક્ષી માનીને એકબીજાથી અભિન્ન બની જાય છે.

આગળ તેઓ કહે છે કે પૂજ્ય ગુરુઓ, માતાપિતા અને પરિવારજનોના આશીર્વાદથી અમારું જીવન સુખરૂપ ચાલી રહ્યું છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું, જેમના લીધે મને અને રેણુકાજી એકબીજાના અનુગામી, સહગામી અને અગ્રગામી બનવાનો અવસર મળ્યો છે. કૃપા બની રહે, પ્રણામ.'
અન્ય બોલીવુડ સિતારાઓ જેમાં જેકી શ્રોફ, શિલ્પા શેટ્ટી અને ગજરાજ રાવએ આ કપલને અભિનંદન પાઠવ્યા હતા. બંનેએ કરેલા લગ્ન અંગે લાખો લોકોએ શુભેચ્છા પાઠવી હતી.