Sat Aug 29 2026

Logo

સૂર્ય-બુધની યુતિ અને ગુરુનું ગોચર! 21થી 31મી ઓગસ્ટ સુધી આ ત્રણ રાશિઓનું બદલાશે ભાગ્ય, મળશે નવી તકો...

2026-08-21 16:35:13
Author: Darshana Visaria
સૂર્ય-બુધની યુતિ અને ગુરુનું ગોચર! 21થી 31મી ઓગસ્ટ સુધી આ ત્રણ રાશિઓનું બદલાશે ભાગ્ય, મળશે નવી તકો...

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ઓગસ્ટ, 2026ના અંતિમ દિવસો અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સાબિત થવા જઈ રહ્યા છે. 21થી 31મી ઓગસ્ટ દરમિયાન ગ્રહોની સ્થિતિમાં થનારા મોટા ફેરફારો લોકોના કરિયર, આર્થિક સ્થિતિ અને અંગત જીવન પર વ્યાપક સકારાત્મક અસર પાડશે.  હાલમાં ગુરુ ગ્રહ કર્ક રાશિમાં બિરાજમાન રહીને આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે.  બીજી તરફ સૂર્યદેવ પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન છે અને બાવીસમી ઓગસ્ટે બુધ ગ્રહ પણ સિંહ રાશિમાં પ્રવેશ કરી બુધાદિત્ય શુભ યોગનું નિર્માણ કરશે. 

ગ્રહોના આ અદભુત સંયોગથી મહિનાના છેલ્લા 10 દિવસ ખાસ કરીને ત્રણ રાશિઓ માટે પ્રગતિ અને નવી શક્યતાઓના દ્વાર ખોલી દેશે. ઓગસ્ટના અંતિમ 10 દિવસોમાં આ ત્રણ રાશિઓને થશે બમ્પર લાભ...

મેષ:
ઓગસ્ટના છેલ્લા દિવસો મેષ રાશિના જાતકો માટે કરિયર અને આર્થિક ક્ષેત્રે મોટો વળાંક લાવી શકે છે. વ્યાવસાયિક મોરચે નવી ઉત્તમ તકો ઊભી થશે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા નવો બિઝનેસ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે, તેમને સફળતા મળશે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

કર્ક:
કર્ક રાશિના જાતકોને ઉત્તમ પ્રોફેશનલ તકો મળશે. કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારીઓ અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામો ફરી વેગ પકડશે. નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળતાં ઘરમાં ખુશીનો માહોલ રહેશે.

સિંહ:
મહિનાનો અંતિમ તબક્કો સિંહ રાશિના લોકો માટે સુવર્ણ સાબિત થશે. સૂર્યદેવ પહેલેથી જ તમારી રાશિમાં સ્થિત છે અને ૨૨ ઓગસ્ટે બુધના પ્રવેશથી તમારી નિર્ણયશક્તિ અને સંચાર કૌશલ્યમાં જબરદસ્ત વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારા વિચારો અને સૂચનોને મહત્વ મળશે. જોબ ઇન્ટરવ્યુ, બિઝનેસ મીટિંગ્સ કે નવા પ્રોજેક્ટ્સ અંગે સારા સમાચાર મળશે તેમજ નાણાકીય બાબતોમાં મોટી રાહત થશે.