Mon Sep 07 2026

Logo

રક્ષાબંધન પર રચાશે હંસ અને બુધાદિત્ય સહિત ૩ મહાયોગ! મેષ, કર્ક સહિત આ પાંચ રાશિઓ પર થશે ધનવર્ષા

2026-08-27 16:52:33
Author: Darshana Visaria
રક્ષાબંધન પર રચાશે હંસ અને બુધાદિત્ય સહિત ૩ મહાયોગ! મેષ, કર્ક સહિત આ પાંચ રાશિઓ પર થશે ધનવર્ષા

ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતીક એવો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 28મી ઓગસ્ટ, 2026ના રોજ ઉજવાશે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ વર્ષે રક્ષાબંધનનો દિવસ ગ્રહોના અદભુત સંયોગને કારણે અત્યંત શુભ અને ઐતિહાસિક બની રહ્યો છે. આ પાવન દિવસે આકાશમાં એકસાથે ત્રણ મોટા રાજયોગ હંસ મહાપુરુષ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ અને સમસપ્તક યોગ નું નિર્માણ થઈ રહ્યું છે. આ ત્રણેય મહાયોગ તમામ રાશિઓ પર શુભ પ્રભાવ પાડશે, પરંતુ પાંચ વિશેષ રાશિઓ માટે આ સમયગાળો કારકિર્દી, ધનલાભ અને પારિવારિક સમૃદ્ધિની દ્રષ્ટિએ 'સુવર્ણ કાળ' સમાન સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ...

મેષ:
મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ સાથે નવી ઊંચાઈઓ સર કરવાનો આ ઉત્તમ સમય છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો પ્રોજેક્ટ તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠા અને પદ વધારવામાં મદદરૂપ બનશે. નોકરી બદલવા માંગતા લોકો માટે શાનદાર ઓફર્સ આવી શકે છે. માર્કેટિંગ અને નેટવર્કિંગથી બિઝનેસમાં મોટો નફો થશે અને અચાનક મોટો આર્થિક ધનલાભ થવાના પ્રબળ યોગ છે.

કર્ક:
ગુરુ તમારી રાશિમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન હોવાથી હંસ રાજયોગનો સર્વાધિક લાભ કર્ક રાશિને મળશે. તમારા આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે. પરિવારમાં તમારું માન-સન્માન વધશે અને રક્ષાબંધનના પર્વે ભાઈ-બહેન સાથેના સંબંધો વધુ ગાઢ અને પ્રેમપૂર્ણ બનશે.

સિંહ:
સિંહ રાશિ માટે આ સમયગાળો પ્રમોશન, યશ અને પ્રતિષ્ઠા લઈને આવી રહ્યો છે. નોકરીયાત વર્ગને મોટી જવાબદારી અથવા ભૂમિકામાં સકારાત્મક ફેરફારના સંકેતો મળશે. વેપારમાં માર્કેટિંગ અને બ્રાન્ડિંગના પ્રયાસો મોટો નાણાકીય ફાયદો કરાવશે અને આવક વધારવાના નવા માર્ગો ખુલશે.

વૃષભ:
શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી તમારી સર્જનાત્મકતા અને આકર્ષણમાં વધારો થશે. વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોને મોટા અને નફાકારક ઓર્ડર મળી શકે છે. વધારાની આવકના સાધનો ઊભા થશે, જેથી આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક:
દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારી નવી વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે. વેપારીઓને નવા મોટા ગ્રાહકો કે નફાકારક પાર્ટનરશીપની ઓફર મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા બાકી નાણાં પરત મળશે. પરિવારના વડીલોનું માર્ગદર્શન પ્રગતિના દ્વાર ખોલશે અને દાંપત્ય તેમજ પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત થશે.

વધુ જુઓ...