મુંબઈઃ અનિલ કપૂર અને મનિશા કોઈલારાની ફિલ્મ '1942 લવસ્ટોરી' ફરી સિનેમાઘરમાં જોવા મળશે. આ ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 90ના દાયકાની આ ફિલ્મ હજુ પણ એક આખા વર્ગની સૌથી ગમતી ફિલ્મ પૈકીની એક છે. ફિલ્મના ગીત અને સંગીત આજે પણ ઘણાય લોકોને એ 90નો દાયકો યાદ અપાવી રહ્યા છે. આ ફિલ્મ હવે હાઈરિઝોલ્યુશન સાથે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. એ સમયે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી એ સમયે આ ફિલ્મને ખાસ કોઈ રિસપોન્સ મળ્યો નહોતો. પણ જે દર્શકોએ આ ફિલ્મ જોઈ હતી તેમણે આ ફિલ્મને ખરેખર વખાણી હતી. લવસ્ટોરીનો ફ્લેવર આ ફિલ્મમાં ફીલ કર્યો હતો.
ફરી એ દાયકો યાદ આવશે
અનિક કપૂરની આ ફિલ્મ 8K રિઝોલ્યુશન સાથે સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને 90ના દાયકાનો ચાહકવર્ગ ખૂબ જ ઉત્સાહી છે. આ એક પોએટ્રિક રોમેન્ટિક ફિલ્મ હતી. ફિલ્મના ડાયલોગ્સ પણ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મમાં અંતિમવાર જાણીતા સંગીતકાર આર. ડી. બર્મને સંગીત આપ્યું છે. આ સમયગાળા બાદ એમનું નિધન થઈ ગયું હતું. આ ફિલ્મ 21 ઓગસ્ટના થિયેટર્સમાં આવી રહી છે. NH સ્ટુડિયોએ આ અંગે જાહેરાત કરી દીધી છે.
મુંબઈથી રી-રિલીઝ થનારી આ ફિલ્મ ફરી એકવાર 90નો દાયકો યાદ અપાવી દેશે. 3 દાયકા બાદ ફરીવાર આ ફિલ્મ સિનેમાઘરમાં આવી રહી છે. મેકર્સને આશા છે કે, આ વખતે ફિલ્મ સારૂ કમાઈને આપશે. પહેલા કરતા વધારે સ્ક્રિન અને રિઝોલ્યુશન ફિલ્મને મળી રહ્યા છે. ખાસ કરીને આ ફિલ્મની સાઉન્ડ ક્વોલિટીને માણવાની નવી તક દર્શકોને મળી રહી છે.
ફરી કમાણી કરવાની તક
આ ફિલ્મ વર્ષ 1994માં આવી રિલીઝ થઈ હતી. એ સમયે આ ફિલ્મ પોતાના શાનદાર સંગીત માટે સૌથી વધારે ચર્ચામાં હતી. ખાસ કરીને હવે 'એક લડકી કો દેખા તો' ગીતને નવા અંદાજ અને સંગીતના વધારે ક્લિયર સ્વર સાથે સાંભળવા મળશે. 5 કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ માત્ર 7 કરોડ જેટલું જ ક્લેક્શન કરી શકી હતી. એ સમયે ફ્લોપ સાબિત થઈ હતી પણ ગીતના કારણે સૌથી વધારે ચર્ચામાં રહી હતી.
ખાસ કરીને આર. ડી. બર્મનદાનું સંગીત સાંભળવા માટે જ લોકો થિયેટર્સ સુધી જતા હતા. પણ ફિલ્મની સ્ટોરી અને ફ્રેમ જોઈને દર્શકો વખાણ કરતા હતા. રી રિલીઝ કરતા આ ફિલ્મ હવે કેટલું ક્લેક્શન કરે છે એના પર સૌની નજર રહેલી છે.