Sun Aug 23 2026

Logo

સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરીથી વિપક્ષના પ્રહાર, ઉઠાવ્યા અનેક સવાલ

2026-08-05 16:41:24
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષ સતત સરકાર પાસે જવાબ માંગી રહી છે. તેમજ આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરીને લઇને વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે. જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ સબંધિત મુદ્દાઓ પર જવાબ આપવાથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બચી રહ્યા છે. 

દેશના ગૃહમંત્રી ચહેરો છુપાવી રહ્યા છે 

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  સંસદમાં એટલે  નથી આવી રહ્યા કારણ કે તેઓ વિદ્યાર્થીઓ પરના અત્યાચાર માટે જવાબદાર છે. રાહુલ ગાંધીએ એક્સ પણ લખ્યું  કે, દેશના ગૃહમંત્રી પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે કારણ કે તેઓ વિદ્યાર્થીઓ પરના અત્યાચાર પાછળ ગુનેગાર છે. આ દરમિયાન, તેમના હાથમાં પેલેટ ગનથી ઘાયલ થયેલા એક વ્યક્તિનો ફોટો પણ છે. 

મલ્લિકાઅર્જુન ખડગે પણ સંસદમાં આવવાની  માંગ કરી 

આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે પણ સંસદમાં માંગ કરી કે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓના મુદ્દા પર જવાબ આપીને ચર્ચા કરવી જોઇએ. 

ગૃહમંત્રી સંસદમાંથી કેમ ભાગી રહ્યા છે 

જ્યારે  કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા જાહેર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર નથી. તેમણે પ્રશ્ન કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવવાનું કેમ ટાળી રહ્યા છે. તેમણે પૂછ્યું કે ગૃહમંત્રી સંસદમાંથી કેમ ભાગી રહ્યા છે. તેમણે કહ્યું કે સંસદીય કાર્યવાહીમાં ચાલી રહેલા મડાગાંઠને સમાપ્ત કરવા માટે સરકારે પોતે જ ઉકેલ શોધવો જોઈએ.