Mon Jul 13 2026

Logo

અંબાલાલ પટેલ હવે હવામાન અંગે આગાહી નહીં કરે? કોનાથી કંટાળીને લીધો નિર્ણય

2026-07-13 14:46:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કંટાળીને મોટો નિર્ણય લીધો છે. વિજ્ઞાન જાથાથી કંટાળીને તેમણે હવામાન અંગે આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે.  તેમણે જણાવ્યું છે કે હવે તેઓ હવામાન અંગે કોઈ આગાહી નહીં કરે.

શું કહ્યું અંબાલાલ પટેલે

વર્ષોથી પોતાની આગાહીઓ માટે જાણીતા અંબાલાલ અંબાલાલ પટેલે કહ્યું, હવે તેઓ હવામાન અંગે કોઈ આગાહી નહીં કરે. વિજ્ઞાન જાથા દ્વારા વારંવાર તેમની આગાહીઓને લઈને વિવાદ ઊભા કરવામાં આવે છે. તેમના કહેવા મુજબ, દરેક આગાહી બાદ બિનજરૂરી ચર્ચાઓ અને ટીકાઓ થતી હોવાથી હવે તેઓ આ પ્રકારના વિવાદોમાં પડવા માંગતા નથી. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું,તેમની ઉંમર થઈ ગઈ છે અને હવે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા ઇચ્છતા નથી. તેથી હવામાન અંગે જાહેર આગાહીઓ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પરેશ ગોસ્વામી આવ્યા અંબાલાલના સમર્થનમાં

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા હતા. તેમણે કહ્યું, આગાહીકારો ભડલી વાક્યો અને નક્ષત્રના આધારે આગાહી કરે છે તેમ કહી વિજ્ઞાન જાથાને વખોડી હતી. પરેશ ગોસ્વામીએ કહ્યું, જયંત પંડ્યાની વિચારધારા ભારતીય સંસ્કૃતિ વિરોધી છે. તેમને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ  નથી.

જયંત પંડ્યાએ શું કહ્યું

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરી એક વખત આગાહીકારો સામે બાંયો ચઢાવી હતી. તેમણે કહ્યું, વર્તમાન સમયના વરતારા બોગસ છે. આ વરતારાના કારણે ખેડૂતો ખોટા નિર્ણયો લેતા હોવાથી તેમના બિયારણ અને પાકને નુકસાન થઈ રહ્યું છે. આગાહીકારો પાસે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રમાણભૂત પદ્ધતિ નથી.  આગાહીકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થશે. તેમણે હવામાનના વરતારા કરનારાને જેલના સળિયા પાછળ ધકેલવા માંગ કરી હતી.

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલને શું કરી વિનંતી

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ પટેલને વિનંતી કરતાં કહ્યું, લોકો તેમની આગાહીઓ પર વિશ્વાસ રાખે છે અને ખાસ કરીને ખેડૂતો સહિત અનેક લોકો તેમના અનુમાનની રાહ જોતા હોય છે.  છેલ્લા ત્રણ દાયકાથી અંબાલાલ પટેલને વ્યક્તિગત રીતે ઓળખુંછું અને તેમની વર્ષોથી કરવામાં આવતી હવામાન આગાહીઓથી પરિચિત છે. નીતિન પટેલે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે અને અંબાલાલ પટેલે પણ વર્ષોથી લોકોના હિતમાં હવામાન અંગે આગાહીઓ કરી છે.